________________
४४०
કલશામૃત ભાગ-૪ ભગવાન કુંદકુંદ આચાર્ય-અષ્ટપાહુડમાં ..........ચારિત્ર પાહુડમાં એવું લખે છે કે આ આનંદનો નાથ પ્રભુ છે તે અતીન્દ્રિય અપરિમિત આનંદથી ભર્યો પડયો પ્રભુ છે. તેનો અનુભવ કરીને સમ્યગ્દર્શન કરવું અને પછી સ્વરૂપમાં લીન રહેવું તે ચારિત્ર છે. પંચ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. એ અપરિમિત આનંદના નાથમાં રમણતાં કરવી..તેમાં ચરવું એવી વીતરાગી દશાને ચારિત્ર કહે છે. એ ચારિત્ર અક્ષય ને અમેય છે. આ પર્યાયની વાત છે, વસ્તુની તો શું વાત કરવી? વસ્તુ તો શું ચીજ છે બાપુ!
આત્મા એકલો અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે. ક્યારેય સાંભળ્યું નથી અને ક્યારેય નજર કરી નથી. સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમેશ્વરનો આ હુકમ છે. અંદર તારી ચીજ અનંતજ્ઞાન-અનંત આનંદ, અનંતશાંતિ, અનંતવીર્ય, અનંત પ્રભુતા એવા આત્માને, કર્મના ભાવથી અર્થાત્ સંયોગી એવા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન કરાવવાનો મુનિઓનો ધર્માત્માઓનો અભિપ્રાય છે.
આ પ્રવૃત્તિ નહીં, વીસ-બાવીસ કલાક તો ધંધાની હોળી સળગે ત્યાં જાય, આ માટે નવરો ક્યાં થાય! ફુરસદ ન મળે, અને ફુરસદ મળે થોડીક તો વ્રત, તપ, ભક્તિ, પૂજામાં રોકાય જાય. એ તો રાગની ક્રિયા છે. તે રાગથી ભિન્ન કરવો તે કરવું તે વાત ચાલે છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર છે. સત્ નામ શાશ્વત અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો ભંડાર ભગવાન આત્મા છે. આ રાગ જે અંદરમાં થયો તે દયા-દાન-વ્રત-ભક્તિ આદિનો ભાવ તે બધો રાગ છે- વિભાવ છે તેથી તે પરિમિત છે, હદવાળી ચીજ છે. એ રાગથી ઉઠીને આનંદનો નાથ ભગવાન આત્માના અનુભવમાં રહેવું એ અનુભવ તે પર્યાય છે.
શું દ્રવ્યને શું પર્યાય? ભગવાન જે વસ્તુ છે તે ધ્રુવ ચિદાનંદ નિત્યાનંદ પ્રભુ છે. રાગથી ભિન્ન થઈને, ચૈતન્ય નિર્વિકલ્પ આનંદના નાથનો અનુભવ કરવો તે અનુભવ રાગથી શૂન્ય છે. પણ .....સ્વભાવની શક્તિની વ્યક્તિથી ભર્યો પડયો છે. બાપુ!
પ્રશ્ન:- શુભભાવને કરવાનો ?
ઉત્તર- કરે શું? અનાદિથી એ તો કરે છે. એમાં નવું શું કર્યું? એ તો અનાદિથી કરે છે. શુભભાવ તો નિગોદમાંય થાય છે.
ભગવાન ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા એમ ફરમાવે છે કે – ડુંગળી, લસણની એક કટકીમાં અસંખ્ય શરીરી વસ્તુ છે. દુનિયા ન માને એટલે ચીજ ચાલી જાય!! એ એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંત જીવ છે. એક એક જીવને ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ ભાવ ઉત્પન્ન થાય છે. ક્યારેય સાંભળ્યું નથી તેથી ખબર નથી.
શુભને અશુભ ભાવ તેને નિરંતર હોય છે. આત્મા છે ને આત્મા ! વસ્તુની ખબર નથી. પુણ્ય ને પાપના ભાવ તે તો અનાદિથી કરતો આવ્યો છે. એકેન્દ્રિય જીવમાં પણ થાય છે. અરે ! તેને ખબર ક્યાં છે કાંઈ? ચાર ગતિમાં ફરતાં અનંતકાળ કાઢયો! તે વનસ્પતિમાં, ઈયળમાં,