________________
કલશામૃત ભાગ-૪ ગઈ કાલે કહ્યું હતું કે આકાશના પ્રદેશથી પણ અનંતગુણાગુણ એક આત્મામાં છે. અંગુલના અસંખ્યાતમાં ભાગમાં નિગોદના અનંત જીવ છે. અહીંયા છે એવો લોક ઠાંસીને ભર્યો છે. એ દરેક જીવમાં, આકાશના પ્રદેશની સંખ્યા કરતાં અનંતગુણી સંખ્યા ગુણનીશક્તિની છે. એવી શક્તિથી ભરેલું શક્તિવાન તત્ત્વ તે મૌજુદ છે-પ્રગટ છે–વ્યક્ત છે. આવા તત્ત્વની દૃષ્ટિનો જેને અભાવ છે ત્યાં એકત્વબુદ્ધિ છે. આવો પ્રભુ છે. તેના અસ્તિત્વનો અનુભવ અંદરમાં નથી તેને રાગમાં રાગનો અનુભવ છે. રાગ તે હું એવું અસ્તિત્વ તેની દૃષ્ટિમાં વર્તે છે.
૪૪૮
પ્રશ્ન:- સમ્યક્ સન્મુખ મિથ્યાર્દષ્ટિ હોય તેને ?
ઉત્ત૨:- તેને હજુ એકત્વ વર્તે છે પણ સાથે સમ્યક્ત્વના સંસ્કાર પડે છે, છતાં પણ રાગથી એકત્વ વર્તે છે. તેને રાગથી સર્વથા એકત્વ પણ છૂટયું નથી. અંદરમાં રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન થયું નથી. પછી તે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ હોય તો તે પણ વિકલ્પ ને રાગ છે. એ રાગથી ભિન્ન પાડવાના અંદર જેને સંસ્કા૨ જ નથી તેને રાગથી એકત્વ છે. બાપુ ! ભગવાન ! એ વસ્તુ કોઈ અલૌકિક છે. બહારથી તેના કાંઈ માપ આવે એવી વસ્તુ નથી.
અનંત અનંત ચૈતન્ય ચમત્કારથી ભરેલો ભગવાન છે. ચમત્કાર એટલે ? જેના ક્ષેત્રના પ્રદેશનો પા૨ નથી. અનંતગુણા ગુણ એવી શક્તિઓનો પાર નથી. એટલે (નાના ) ક્ષેત્રમાં આત્મા આવી જાય છે. ડુંગળી, લસણની (નાની કટકીમાં ) આત્મા આવે પરંતુ તેના ભાવ ? એક એક આત્માનો ભાવ- ગુણ અને ભાવવાન–ગુણી. એ ભાવવાનનો ભાવ, શક્તિવાનની શક્તિ અનંત છે, અમાપ છે. એવી અમાપ શક્તિનો સાગર ભગવાનની (નિજાત્માની ) જેને રુચિ નથી તેને અંદર દૃષ્ટિમાં આવ્યો નથી. ( એનાથી ) વિરુદ્ધ એવા જે પુણ્યના- દયાદાનવ્રત-ભક્તિના ભાવ તે મારા છે એવી તેને એકત્વબુદ્ધિ વર્તે છે.
મિથ્યાર્દષ્ટિ એટલે અસત્ય દૃષ્ટિ. જે સત્ય પ્રભુ....મહાપ્રભુ છે તેના અસ્તિત્વની દૃષ્ટિ નથી–આશ્રય નથી, તેનું અંદ૨માં શરણ નથી. તેને માંગલિક નથી તેને તો અમાંગલિક એવો વિકલ્પ છે.... તે પછી શુભના હો કે અશુભના હો ! તેના પ્રત્યે જેને પ્રેમ છે તેને અનંતગુણ સંપન્ન પ્રભુ પ્રત્યે દ્વેષ છે. એવી જે રાગ સાથેની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે. આ જગતથી જુદી વાત છે ભાઈ !
અત્યારે તો ભગવાનની ભક્તિ કરવી, ગુરુની ભક્તિ કરવી.... તેનાથી કલ્યાણ થઈ જશે એમ માનનાર રાગની એકત્વબુદ્ધિવાળો હોવાથી તે મિથ્યાર્દષ્ટિ છે. એ મિથ્યા નામ અસત્ય દૃષ્ટિ છે. એટલે કે સ્વરૂપમાં નથી એવા રાગ અને કર્મની એકત્વબુદ્ધિ એ અસત્ય દૃષ્ટિ છે. મિથ્યાર્દષ્ટિ નામ જૂઠી ષ્ટિ છે....એવા જીવને .....રાગથી માંડીને બધી ચીજો સાથે એકત્વપણું છે. એકબાજુ ભગવાન આત્મારામ અને બીજીબાજુ રાગથી માંડીને આખું ગામ. જેને રાગના અંશમાં એકત્વબુદ્ધિ છે તેને ત્રણકાળ અને ત્રણલોકના પદાર્થ પ્રત્યે એકત્વબુદ્ધિ