________________
૪૩૬
કલશામૃત ભાગ-૪ તેને તો તે અંગીકાર કરે છે. અંદ૨માં આનંદનો નાથ પ્રભુ છે તેની શ્રધ્ધા અને અનુભવ નથી ત્યાં ચારિત્ર કેવા ? અને દિક્ષા કેવી ? સમજાણું કાંઈ ?
“ભાવાર્થ આમ છે કે- જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિન્તામણિ રત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે.” પુણ્યવાનની વાત છે, ધનવાનની નહીં. આ ચિંતામણિ રતન હોય તેની દેવ રક્ષા કરતા હોય. જે માગે તે મળે ! બંગલા થાવ એમ કહે તો બંગલા થઈ જાય એવું ચિંતામણિ રતન તેનાથી મનોરથ પૂરા થાય છે. “તે જીવ લોઢું, તાંબુ, રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી,” જ્યાં ચિંતામણિ રતન છે ત્યાં ચિંતવે તો મહેલ અને લાખો કરોડો હીરા માણેક પાકી જાય. ચિંતામણિ રતનનો સ્વભાવ જ એવો હોય એવા રતનની અધિક દેવ સેવામાં હોય, તે પુણ્યવંત પ્રાણીને મળે. “તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુધ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણિ રતન છે.” આ વાત તો શ્રાવક અને મુનિ થયા પહેલાંની છે. શ્રાવક અને મુનિ કોને કહેવાય બાપુ !!
“સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુધ્ધ સ્વરૂપ- અનુભવ”, એટલે કે– અતીન્દ્રિય આનંદના નાથને અતીન્દ્રિયના વેદનથી અનુભવો. “એવું ચિંતામણિરત્ન છે તેનાથી સકળ કર્મક્ષય થાય છે”, તેનાથી કર્મનો નાશ થાય છે. નિર્જરા અધિકા૨ છે ને ! વ્રતને, અપવાસ, ભક્તિ, પૂજાના ભાવ એ તો બંધના કારણ છે, તે કાંઈ નિર્જરાના કારણ નથી. બહુ ફેર બાપુ ! તકરારું કરે છે કે– વ્યવહા૨નો નાશ કરે છે. ક૨ે છે... તે ભગવાનને કહો ! કેમકે આમ ભગવાન કહે છે.
ભાવલિંગી મુનિઓ જે આનંદના ઝૂલે ઝૂલનારા છે તે સંતો કહે છે. દિગમ્બર સંત જંગલમાં વસનારા, અતીન્દ્રિય આનંદના જેને પર્યાયમાં ઊભરા આવ્યા છે. તે ભ૨તી લઈને આવ્યા છે. દરિયાને કાંઠે જેમ પાણીના લોઢ આવે તેમ મુનિરાજને પર્યાયમાં અતીન્દ્રિય આનંદના લોઢ આવે છે... તેને મુનિપણું કહીએ. એ મુનિરાજ આમ કહે છે.
“તેનાથી સકળ કર્મક્ષય થાય છે, ૫૨માત્મપદની પ્રાપ્તિ થાય છે”, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, તે સમ્યગ્દષ્ટિ જીવ શુભ-અશુભરૂપ અનેક ક્રિયા-વિકલ્પનો સંગ્રહ કરતો નથી.” જેને ચિંતામણિ મળે તે હવે લોઢું, તાંબું, રૂપું તેનો સંગ્રહ કરતો નથી. તેમ અનુભવી જીવ, શુભ વિકલ્પોને ગ્રહતો નથી– પકડતો નથી. કારણ કે તેનાથી કાર્ય સિધ્ધિ થતી નથી. વળી કેવો છે ? “અવિત્ત્તશત્તિ: વચન ગોચર નથી મહિમા જેનો, એવો છે. વળી કેવો છે ? વેવ: ૫૨મ પૂજ્ય છે.” (વેવ) અર્થાત્ તે ભગવાન છે. આ કેમ બેસે ?
જડ કર્મ કે શરીર એ બધી પરચીજ છે. પોતાની શુધ્ધ ચૈતન્ય વસ્તુ જે જ્ઞાન, આનંદની પૂર્ણતાથી ભરી પડી છે તે સ્વચીજ છે. તેમાં જે પુણ્ય-પાપના, દયા-દાન–વ્રત-ભક્તિના, કામક્રોધના પાપ ભાવ થાય છે તે પરદ્રવ્ય છે ૫૨ વસ્તુ છે, તે પોતાની નહીં. જેણે સ્વપરની એકત્વ બુધ્ધિ છોડી દીધી છે તેને મિથ્યાત્વનો નાશ થયો છે. હું જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું અને આ શુભ-અશુભ ભાવ એ દુઃખરૂપ છે. ૫૨ વસ્તુની, ૫૨ પરિગ્રહની જેણે એકત્વબુધ્ધિ
-