________________
કલશ-૧૪૪
૪૩૫ છે. શુધ્ધ જ્ઞાનમાત્ર એવો જે અનુભવ તે ચિત્માત્ર ચિંતામણિ છે. ભગવાન આત્માનો રાગથી ભિન્ન પડી અને જે આનંદનો અનુભવ થયો તે રત્ન ચિંતામણિ છે. આ ચિંતામણિ છે. પેલા ધૂળના ચિંતામણિ... દેવ આવે ને ચિંતામણિથી મનની ઈચ્છા પ્રમાણે થઈ જાય તે તો પથ્થરના છે.
અહીંયા તો શુધ્ધ ચૈતન્ય પ્રભુ! અનંત અનંત... દિવ્ય ગુણોનો ભંડાર પ્રભુ છે. તેનો અનુભવ હોં! એટલે તેના તરફની સન્મુખતાથી જ્ઞાનનું, આનંદનું વેદન થવું તે શુધ્ધ ચૈતન્ય ચિંતામણિ છે. આ પર્યાયની વાત છે હોં! દ્રવ્ય જે શુધ્ધ ચિંતામણિ શુધ્ધ પ્રભુ છે. તે વસ્તુ તો વસ્તુ છે. તેનાં અનુભવ વિના શુધ્ધ ચિન્માત્રની વાસ્તવિકપણે શ્રધ્ધા કયાંથી આવે?
“પોતામાં શુધ્ધ જ્ઞાનમાત્ર એવો અનુભવ ચિંતામણિ રતન છે, આ વાતને નકકી જાણવી”, શું કીધું એ? આ રીતે કાર્ય સિધ્ધિ છે, એ વાત નકકી જાણવી. બીજી કોઈ રીતે આત્માની કાર્ય સિધ્ધિ થશે એ વાત છોડી દેજે! બહુ વ્રત પાળ્યા ને બહુ અપવાસ કર્યા ને જાવ્યજીવના બ્રહ્મચર્ય પાળ્યા, દયા પાળી, બહુ કરોડોના દાન કર્યા. માટે કાંઈક કલ્યાણ થશે એવો રાગ એમાંથી છોડી દે! પર દ્રવ્યથી તારું કલ્યાણ થાય? અને વ્રતનો જે રાગ છે તેતો ખરેખર પારદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય નહીં.
એ ચૈતન્ય ચિંતામણિ ભગવાન અનંતગુણની ખાણ.... ધામ છે, તેનો અનુભવ તે ચિંતામણિ રતન છે. અંદર જેટલો અનુભવ છે તેટલી વૃધ્ધિ બહાર આવશે. ભગવાનનો અનુભવ તે ચિંતામણિ છે. આવો ઉપદેશ કઈ જાતનો? એક કલાક ઘૂંટયું આ...આ.... એમાં અત્યાર સુધી જે કંઈ માન્યું હતું તે કાંઈ આવ્યું નહીં. સામાયિક કરવી, પોષા કરવા, પડીકમણા કરવા ને..અરે.. બાપુ! એ તો બધી વાતું છે. એમાં કે દિ' હતી સામાયિક? સમ્યગ્દર્શનના ભાન વિના સામાયિક કેવી? સામાયિકમાં તો સમતાનો લાભ થાય. વીતરાગ મૂર્તિ પ્રભુ છે તેનો અનુભવ કરે તો સમતાનો લાભ થાય... ત્યારે તેને સમ્યગ્દર્શન- સામાયિક કહેવાય. પ્રથમ સમ્યગ્દર્શનની સામાયિક, પછી સ્વરૂપમાં વિશેષ સ્થિરતા જામે ત્યારે તેને ચારિત્રની સામાયિક કહેવાય. બહુ માર્ગ ફેર!
આ વાતને નકકી જાણવી, સંશય કાંઈ નથી.” એટલે કે ચૈતન્ય ચિંતામણિના અનુભવથી ધર્મ થશે, મોક્ષ થશે તેમાં બિલકુલ સંશય નથી. વ્રત કરીને, ભક્તિ કરીને, તપસા કરીએ, અપવાસ કરીએ.. એવા રાગના કારણે કલ્યાણ થશે એવું બિલકુલ નથી. એ બધી વૃત્તિઓ તે રાગની ક્રિયાઓ છે. હવે આમાં વાદ ને વિવાદ ઊભા કરે છે. જ્યારે અહીંયા તો સંતો કહે છે- શુધ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ, તે સિવાય પરચીજથી તને લાભ શું છે? અહીંયા તો એમ કહ્યું કે- વ્યવહાર કરતાં કરતાં મોક્ષ થાય એમ તો આમાં આવ્યું નહીં. વ્યવહાર નામ વ્રત-ભક્તિ-પૂજા-દાન-દયા મોટા ગજરથ કાઢે, દિક્ષા લે છે માટે મોટા વરઘોડા કાઢે.. એમાં ધૂળમાંય કયાં દિક્ષા હતી! એ તો દક્ષા (દખ્યા) છે. જે રાગની ક્રિયામાં દુઃખ છે