________________
४33
કલશ-૧૪૪ નાખે છે. આવી વાતો છે!
અહીં પરિગ્રહેણ શબ્દની વ્યાખ્યા કરી. તેવા વિકલ્પોમાં સાવધાનપણું, રાગાદિનું “સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી શી કાર્ય સિધ્ધિ?” શુભ અશુભના ભાવથી રાગાદિના ભાવથી, દ્રવ્ય, ગુણ પર્યાય એવા ત્રણ ભેદના વિકલ્પમાં
સાવધાનપણે પ્રતિપાલન” એટલે વ્રતના ભાવને બરોબર પાળવા, વ્રતના ભાવને આચરણમાં મૂકવા. વ્રતનો ભાવ તો રાગ છે અને તેનું પ્રતિપાલન તેમનું આચરણ તેનું સ્મરણ સાવધાની તેનાથી શું કાર્ય સિદ્ધિ છે? “પરિગ્રહણ' તેની વ્યાખ્યા કરે છે. રાગ, વ્રત, તપ, ભક્તિ આદિ તેનું સ્મરણ, એમનું પાલન અને આચરણ તેનાથી શું કાર્ય સિદ્ધિ છે? આહાહા! થોડે શબ્દ પણ રામબાણ માર્યા છે ને!
પ્રશ્ન:- બે હાથે તાળી પડે છે ને! ઉત્તર- બે હાથ અડતાય નથી તો તેને કરે કયાંથી? પ્રશ્ન- ભેગાં થાય છે ને?
ઉત્તર-ભેગાં થતાં નથી. તે કરતોય નથી અને આને અડતો નથી. એકબીજા પરમાણુંને અડવું એવું ત્રણ કાળમાં બનતું નથી. આમ થયું માટે ત્યાંથી અવાજ આવ્યો એમ નથી. એ અવાજની પરિણતિ તેના પરમાણુંથી થઈ ને અવાજ આવ્યો છે. આખી દુનિયાથી વીતરાગ માર્ગ જુદો છે ભાઈ ! જિનેન્દ્રદેવ પરમાત્મા !ત્રિલોકીનાથ ભગવાન કહે છે કે- એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું નથી. સમયસાર ત્રીજી ગાથામાં આવ્યું છે- એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી અને પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે. તે પોતાની શક્તિ-ગુણ, પર્યાયને ચૂંબે છે પણ પોતાથી અનેરા દ્રવ્યને ત્રણકાળમાં અડતું નથી.
શ્રોતા- છાલની બીજી બાજુ છે ને!
ઉત્તર:- બીજી બાજુ છે રખડવાની ! વિકલ્પમાં આત્માનું સાવધાનીપણું તે રખડવાનું છે. આમાં 'હા' પાડવી, “ના” કોઈએ ન પાડવી. (ન્યપરિપ્રદેજ ) એ બીજી બાજુ છે. અન્ય પરિગ્રહણમાં આવ્યો તે બીજી બાજુ છે. એક બાજુ અભેદ આત્માનો અનુભવ અને એક બાજુ આ વિકલ્પની જાળ. એ જાળ બીજી બાજુ છે તેનાથી મારે શું કામ છે? આવી વાતું છે બાપુ ! અત્યારે તો મારગને વીંખી નાખ્યો છે. વાણિયાને ધંધા આડે નવરાશ નથી. ચોવીસ કલાકમાં કોઈક દિવસ માંડ કલાક મળે તો સાંભળવા જાય..
અહીંયા ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા દિવ્ય ધ્વનિ દ્વારા આમ ફરમાવે છે. એ આમાં સંતોના શ્લોક છે. ભગવાન તારામાં, ભગ કહેતાં આનંદ અને જ્ઞાનની લક્ષ્મી એ તારું સ્વરૂપ છે. તેનું વેદન કરવું અનુભવ કરવો તે નિર્જરાનું કારણ છે. વેજલકાના આ ભાઈ બેઠા છે. તે વડોદરા ગયા હતા ત્યાં ચર્ચા થઈ કે અપવાસ છે તે તપ છે અને તપ છે તે નિર્જરા છે. ધૂળમાંય નિર્જરા નથી સાંભળને હવે ! છ-છ માસના અપવાસ કરી અને એમ માને કે- મેં આહાર