________________
૪૩૪
કલશામૃત ભાગ-૪ છોડ્યો છે તે માન્યતા જ મિથ્યાત્વની છે. ભાઈ ! આ દુનિયાથી જુદી જાત છે. અરે ! તેને આવી સાચી વાત કાને પડે! તે પણ ભાગ્ય વિના મળે એવું નથી. ધર્મ તો હજુ પછી.
અહીંયા તો પરમાત્મા એમ કહે છે કે- ધર્મીને અભેદ ચૈતન્યનો જે અનુભવ થયો તેને વ્રતાદિના વિકલ્પથી શું કાર્ય સિદ્ધિ છે? અરે! દ્રવ્ય, ગુણ, પર્યાય એવા ત્રણ, એકને ત્રણ ભેદે જોવો એવા વિકલ્પથી શું કાર્ય સિદ્ધિ છે. તેના તરફનું સાવધાનીપણું છોડી દઈને ! (અન્યસ્ય પરિઝદે મિ) અન્ય પરિગ્રહણ એટલે પર તરફની સાવધાની છોડી દઈને ભગવાન આત્મા તરફનો સાવધાનીથી અનુભવ કર ! તને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે અને દુઃખ ટળશે. વાણિયા નફાના ધંધા કરે કે ખોટના? આ ધંધો નફાનો છે. “(મિ) શી કાર્ય સિધ્ધિ?” એ પુણ્યના ભાવને સંભાળવા એટલે મેં વ્રત કર્યા, મેં તપસી કરી, મેં આ કર્યું, મેં તે કર્યું. એવા સ્મરણથી તને શું લાભ? પ્રભુ તને ખબર નથી. તું દુઃખી દુઃખી થઈ રહ્યો છો.
પ્રભુ આનંદનો સાગર ભગવાન તેને સ્પર્શયો નહીં, તેને અડયો નહીં અને રાગને અડીને માન્યું કે મેં કંઈક કાર્ય કર્યું ! હેરાન થઈ જઈશ બાપુ! આમ ને આમ આંખ મિંચાઈ જશે! ભવિષ્યમાં આત્માને અનંતકાળ રહેવું છે, અહીંથી છૂટયા પછી પણ અનંતકાળ તું ક્યાં રહીશ પ્રભુ ! એ રાગ-પુણ્યના પરિણામ મારા અને તેનાથી મને લાભ થશે એવી મિથ્યાત્વ બુધ્ધિને લઈને ભવિષ્યમાં અનંતકાળ ગાળીશ. અનંતકાળ રહીશ એમાં તો કાંઈ નકાર નથીને! અનાદિ અનંત પ્રભુ છે તે કયાં જાય? રાગની એકતા તોડી અને સ્વરૂપની દૃષ્ટિ કરી નહીં તો પછી તું કયાં રહીશ? પરનાં કાર્યથી શું સિદ્ધિ છે? આત્માના અનુભવમાં રહીશ અને અનુભવમાં રહેતાં પૂર્ણાનંદ થઈ જઈશ. મોક્ષ થઈ જશે પછી તેને અનંતકાળ મોક્ષમાં રહેવાનું છે. આવી વાતું ને આવો ઉપદેશ કેવો? પેલામાં તો છ કાયની દયા પાળવી અને ઈચ્છામિ ઈર્યા...નો લોગસ કરવો આવે! બાપા! એતો રાગની ક્રિયાની વાતો છે. ભાઈ ! તારો નાથ રાગ વિનાનો જિન સ્વરૂપે છે, તેના અનુભવથી વીતરાગી દશા થાય છે. તેને અહીંયા જૈનધર્મ અને જૈન કહેવામાં આવે છે.
અર્થાત્ કોઈ કાર્ય સિદ્ધિ નથી.” એ શું કહ્યું? એ શુભ-અશુભ ભાવનું ટાળવું, અશુભનું આચરણ કરવું, શુભને યાદ કરવા એનાથી કાર્ય સિધ્ધિ શું છે? વ્રત, અપવાસ એ વિકલ્પ છે તેને ટાળવાં, તેનું આચરણ કરવું તેનાથી તને શું કાર્ય સિદ્ધિ છે? આકરું કામ ભાઈ !
આમ શા કારણથી?” “યસ્માત : સ્વયં વિન્માત્રચિન્તામળિ: ” કારણ કે શુધ્ધ જીવ વસ્તુ પોતામાં,”ભગવાન શુધ્ધ પવિત્ર અનંત આનંદનો નાથ, પવિત્ર નામ શુધ્ધ ભાવથી ભરેલો છે. એવી વસ્તુ સ્વયં પોતામાં છે. (વિન્માત્ર ચિંતામળિ: ) શુધ્ધ જ્ઞાનમાત્ર અનુભવ તે ચિંતામણિ રત્ન છે. શુધ્ધ જીવનો પર્યાયમાં અનુભવ તે ચૈતન્ય ચિંતામણિ રતન