________________
કલશ-૧૪૪
૪૨૯ સ્વરૂપના પરિગ્રહને કારણે તેને અન્ય પરિગ્રહથી શું કામ છે? આવી વાતું છે. અન્ય પરિગ્રહ એટલે? વિકલ્પો. શુભ-અશુભ ક્રિયારૂપ વિકલ્પો- હિંસા-જૂઠ-ચોરી-ભોગ-વાસનાનો વિકલ્પ અને દયા-દાન-વ્રત-ભક્તિ- અપવાસપૂજાનો ભાવ એ બધા વિકલ્પો છે. એ બધા વિકલ્પો રાગ છે. મારે એ રાગના પરિગ્રહથી શું કામ છે?
આહાહા ! મારો નાથ, મારે હાથ આવ્યો. અતીન્દ્રિય આનંદનો સાગર જ્યાં ઊછળ્યો ! દરિયાને કાંઠે જેમ પાણીની ભરતી આવે તેમ આત્માની પર્યાયમાં... અતીન્દ્રિય આનંદ ઊછળીને અતીન્દ્રિય આનંદની ભરતી આવી. ઝીણી વાતો ભાઈ ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. અત્યારે તો માર્ગને વીંખી નાખ્યો છે.
એ આત્મા અતીન્દ્રિય આનંદ શુધ્ધ જ્ઞાન સ્વરૂપી તેનાં અનુભવમાં હું રહેનારો, આને ધર્મ કહીએ. અન્ય પરિગ્રહથી શું કામ? “શુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિવિકલ્પરૂપ”, એ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના શુભભાવથી મારે શું કામ છે? કેમ કે એ તો રાગ છે, દુઃખ છે. એ દુઃખના પરિણામથી મારે શું કામ છે? મારો નાથ અતીન્દ્રિય સ્વરૂપે બિરાજમાન છે. તેના અતીન્દ્રિય આનંદના વેદન આગળ આવી શુભક્રિયારૂપ રાગ દુઃખ તેનું મારે શું કામ છે? ઝીણી વાતો આ તો ભાઈ !
ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ પરમેશ્વર વીતરાગ પ્રભુના આ બધા કથનો છે. આ કાંઈ હાલી દુવાલીની કથની નથી. ઇન્દ્રો જેના તળિયા ચાટે એવા સર્વજ્ઞ પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે... ત્યાંથી આ વાણી આવી છે. કુંદકુંદ આચાર્ય ત્યાં ગયા હતા અને ત્યાંથી આ લાવ્યા છે- ભગવાન પરમાત્મા તો આમ કહે છે. જેને સમ્યગ્દર્શનમાં આત્મા પ્રતીતમાં, અનુભવમાં આવ્યો તેને ચારગતિના દુઃખ અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. તે કાર્ય સિધ્ધ થતાં તેને બીજા પુણ્ય-પાપના પરિણામથી શું કામ છે? એવો સરસ માર્ગ છે.
શુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિ વિકલ્પરૂપ અથવા દ્રવ્યોના ભેદવિચારરૂપ એવા છે જે અનેક વિકલ્પો.” એ શુભ-અશુભ વિકલ્પથી મારે શું કામ છે? અથવા એકબીજાથી અંતરમાં પ્રેમ થાય એવા શુભાશુભ ભાવથી મારે શું કામ છે? અરે! દ્રવ્યોના ભેદરૂપ વિચાર એવા જે અનેક વિકલ્પો તેનાથી મારે શું કામ છે? આ જડ છે, આ રાગ છે, આ દ્રવ્ય ( ગુણપર્યાય) એવા ભેદરૂપના વિકલ્પો તે રાગ છે અને એ રાગથી મારે શું કામ છે? તત્ત્વ ઝીણું બહુ! તેમાં આ બહારના તોફાન... પાંચ, પચાસ લાખ રૂપિયા મળે બે-ચાર કરોડ ધૂળ મળે ત્યાં મરી ગયો. તેમાં સલવાઈ ગયો.
અહીંયા તો ધર્મી જીવની વાત ચાલે છે. પોતાના અતીન્દ્રિય આનંદ સ્વરૂપને પકડનારઅનુભવનાર તેને ધર્મી કહીએ. ધર્મી કહે છે કે મારા કાર્ય માટે- ધર્મના કાર્ય માટે તે દુઃખનો નાશ અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે તેમને) અનુભવું છું. તે અનુભવમાં, મારે તર્ક વિકલ્પનું શું કામ છે? અથવા દ્રવ્યોના ભેદ વિચારરૂપ એવા વિકલ્પોથી મારે શું કામ છે? આ