________________
૪૩૦
કલશામૃત ભાગ-૪ દ્રવ્ય છે ને આ ગુણ છે અને આ પર્યાય છે એવા ત્રણ ભેદના વિકલ્પથી પણ મારે શું કામ છે?
શ્રોતા- આવે છે ને!
આવે એ એને ઘરે રહ્યા, અહીંયા નહીં- અંદરમાં નહીં. અનુભવમાં એ (જોવા) ન મળે. એને અનુભવે તે મિથ્યાષ્ટિ છે. આકરી વાત છે ભાઈ !
અહીંયા કહ્યું કે હું તો જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છું. અતીન્દ્રિય આનંદ તેનો વેદનારોઅનુભવનારો હું, તો પછી મારે આવા વિકલ્પોથી શું કામ છે? તેનાથી મને કાર્ય સિધ્ધિ થતી નથી. તે બધા વિકલ્પો દુઃખદાયક છે. અરે ! પ્રભુના મારગડા જુદા ભાઈ !ત્રિલોકનાથ જિનેન્દ્રનો માર્ગ એવો બીજે કયાંય નથી. તેના વાડાવાળાનેય ખબર નથી.
અહીંયા પ્રભુ કહે છે કે- એકવાર સાંભળ તો ખરો પ્રભુ! તારો આત્મા, જ્ઞાન. જ્ઞાન.. જ્ઞાનચેતના સ્વભાવ તેનાથી ભરેલો જ્ઞાતા-દૃષ્ટા પ્રભુ છે. અતીન્દ્રિય આનંદનો સાગર જ્યાં અંદર ઊછળે છે તેની પર્યાયમાં તો આનંદનું વેદન આવે છે. એ આનંદની ગંધ ઇન્દ્રના ઇન્દ્રાસનોમાં કયાંય નથી. એ પુણ્ય-પાપના દયા-દાનના રાગથી મારે શું કામ છે? એ તો ઠીક પણ, હું ત્રિકાળી દ્રવ્ય છું, મારી શક્તિઓ-ગુણ અંદર ત્રિકાળી છે અને વર્તમાન દશા એવા ત્રણના ભેદથી પણ મારે શું કામ છે! ઝીણી વાત છે ભાઈ ! મીઠી વાત છે. - જિનેશ્વરદેવ કેવળી પરમાત્માનું આ ફરમાન છે. સંતો આડતીયા થઈને ભગવાનની વાત કરે છે. પ્રભુ તું કયાં છો? પ્રભુ તું કોણ છો? આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપમાં છે. આત્મા, પુણ્ય-પાપના રાગમાં નથી, એ તો અનામા, જડ, અચેતન છે.
અહીંયા તો એક ચૈતન્ય અખંડાનંદ પ્રભુ છે તેના અનુભવ આગળ આવા ભેદના વિકલ્પથી મારે શું કામ છે? ભેદનો વિકલ્પ એટલે? અનંત આનંદનો કંદ આત્મા છે અને તેની આનંદ આદિ અનંત શક્તિઓ- એ ગુણ, અને વર્તમાન અવસ્થા એટલે પર્યાય એવા ત્રણ ભેદના વિકલ્પથી મારે શું કામ છે? અરે.. તેણે આ મારગને સાંભળ્યો નથી. વીતરાગ પરમાત્માએ કહેલો સમ્યગ્દર્શનનો આ માર્ગ છે. બાકી આ બહારમાં પૈસામાં, શરીરમાં હોંશુ કરે છે તે બધા સુખના ઘાતક છે, આત્માની શાંતિ ઘાયલ થાય છે. અહીંયા તો દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણ ભેદના વિકલ્પોથી પણ આત્મા ઘાયલ થાય છે.
પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ એમ કહેતા આવ્યા છે અને મહાવિવદેહમાં પ્રભુ બિરાજે છે તે આ જ કહે છે. એ વાત અહીંયા આવી છે. ભાઈ ! તું કોણ છો? કેટલો છો? કેવડો છો? અનંત જ્ઞાન ને અનંત આનંદ ને અનંત શાંતિથી ભરેલો પ્રભુ આત્મા છો. અનંત આનંદ અને શાંતિના સાગરને દૃષ્ટિમાં લઈને, જ્ઞાનમાં ય બનાવીને સ્વરૂપનો અનુભવ કરે તે અનુભવ નિર્જરાનું કારણ છે. આ દસ અપવાસ કર્યા એ બધી લાંઘણ છે. વર વિનાની જાન જોડી દીધી તે જાન ન કહેવાય! એતો માણસના ટોળા કહેવાય. આહાહા ! ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદનો નાથ તેને મુખ્ય બનાવીને અનુભવ