________________
૪૨૮
કલશામૃત ભાગ-૪ એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુધ્ધ જ્ઞાનપદ.” એ શું કહ્યું? આ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેનો અનુભવ કરવો એ શું કરવા? કેમ કે એમાં દુઃખના ભાવની નાસ્તિ- નાશ થાય છે અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. એવા કાર્યની સિધ્ધિ થાય છે માટે આત્માનો અનુભવ કરવો. આવી વાતો છે! બહારમાં તો અપવાસ કરો, તપસા કરો, આ કરો, તે કરો.. એ રાગની ક્રિયાનાય ઠેકાણાં છે?
અહીંયા તો જિનેન્દ્ર પરમાત્મા કહે છે કે જેની સત્તામાં ‘આ છે” એમ જણાય છે એ વસ્તુ અંદરમાં છે કે નહીં? જેની સત્તામાં જેની મૌજુદગીમાં આ બધું છે એમ જણાય એ ચૈતન્ય સત્તા પ્રભુ છે. એ ચૈતન્યની સત્તા, પરસત્તાથી ભિન્ન છે. લોજીકથી સમજાય છે ને! એ પુણ્યપાપના ભાવ થાય એ પણ જેની સત્તામાં જણાય છે. જ્ઞાનાનંદમાં આ જણાય છે, રાગ જણાય છે એવી રાગની અને પરની સત્તાથી ભિન્ન ચૈતન્ય સત્તા એ ચૈતન્ય સત્તાનું હોવાપણું એનો જેને સમ્યક્ અનુભવ છે એટલે કે અતીન્દ્રિય આનંદનું જેને નિરંતર વેદન છે. તેને શું કરવા અનુભવે છે? દુઃખના નાશ માટે અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે, આવું જાણીને અનુભવે છે. “એવું છે શુધ્ધ જ્ઞાન પદ.” શુધ્ધ જ્ઞાન પદ ધ્રુવ ધ્રુવ જે ચૈતન્ય ધ્રુવ નિત્યાનંદ પ્રભુ શુધ્ધ જ્ઞાન પદ... જેના અનુભવથી દુઃખનો નાશ અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. એ જાણીને આત્માના જ્ઞાનપદને અનુભવે છે. સમજાણું કાંઈ?
“કન્યસ્થ પરિચદે મિ”, સ્વરૂપના આનંદના પરિગ્રહને પકડ્યો છે તો હવે બીજાનું શું કામ છે તેમ કહે છે. “પરિ' – સમસ્ત પ્રકારે. ચૈતન્યમૂર્તિ જ્ઞાયક આનંદનો નાથ પ્રભુ તેને પરિગ્રહ નામ પકડ્યો છે. એ આત્માનો પરિગ્રહ છે. આ ધૂળ-પૈસા એ તો જડના પરિગ્રહ છે. એ પરિગ્રહને મારા માને તો તે અજીવ થઈ જાય. અહીંયા તો કહે છે- રાગને પોતાનો માને તો પણ તેમાં જીવપણું રહેતું નથી. તે અજીવ જેવો થઈ જાય છે. નિર્જરા અધિકારની ગાથામાં છે ને ! રાગને હું મારો માનું તો હું અજીવ થઈ જાઉં. આ શરીર ને પત્ની, બાળકો, કુટુંબ, ધંધા એ તો કયાંય રહી ગયા. એ તો જગતની ચીજ છે. મારામાં થતો દયા-દાન-વ્રતના પરિણામનો રાગ, તેને હું મારો માનું તો હું અજીવ થઈ જાઉં. કેમ કે મારું ચૈતન્ય સ્વરૂપ ! જાગ્રત સ્વરૂપ તો આનંદનો નાથ છે. એ રાગમાં જ્ઞાન ને આનંદનો અભાવ છે, એવા રાગને જો હું મારો માનું તો હું અજીવ થઈ જાઉં! હું જીવ ન રહું. અરે! આવી વાત સાંભળવાએ મળે નહીં. એને કે દિ' વિચારમાં આવે અને તે દિ' અંતરે ચડે!? આવો માર્ગ છે બાપુ!
ભગવાન અચિંત્યદેવ... અનંત આનંદ, અનંતજ્ઞાન આદિ અનંત શક્તિનો સાગર એવો મારો સ્વભાવ છે, તેનો અનુભવ કરનારને કહે છે કે- ધર્મીને બીજા પરિગ્રહથી શું કામ છે? (અન્યW પર દેખ મિ) બીજો પરિગ્રહ એટલે તેનો ખુલાસો કરે છે. “શુધ્ધસ્વરૂપઅનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો,”શુધ્ધ સ્વરૂપ પવિત્ર ભગવાન આત્માનો વર્તમાનમાં અનુભવ- અતીન્દ્રિય આનંદનો અનુભવ, અતીન્દ્રિય જ્ઞાનનું પર્યાયમાં વેદન એવા નિજ