________________
૪૨૬
કલશામૃત ભાગ-૪
“(જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ નિવિકલ્પ ચિદ્રૂપવસ્તુને (વિધતે ) નિરંતર અનુભવે છે.” ધર્મી તો તેને કહીએ. ત્રિલોકીનાથ ૫૨માત્મા એમ કહે છે કે – આનંદના નાથને અંત૨માં અનુભવે, જ્ઞાનને જ્ઞાનદ્વા૨ા અનુભવે તે સમ્યગ્દષ્ટિ અને ધર્મી છે. આ બધા (બહા૨ના ) ઢસરડા કરી કરીને કેટલો કાળ ગયો હવે ! મોટા મોટા ભાષણો કર્યા કે – આનું આમ થાય અને આનું આમ થાય !!
પ્રભુ તું સાંભળ ભાઈ ! તારી જાતમાં એકલું જ્ઞાન ને આનંદ ભર્યું છે ને ! પુણ્ય –પાપના વિકલ્પથી તો ચૈતન્ય પ્રભુ ખાલી શૂન્ય છે. જેનાથી ખાલી છે તેનાથી પ્રાપ્તિ થાય ? એમાં જે જ્ઞાન ને આનંદ ભર્યો છે તેનાથી પ્રાપ્તિ થાય ? કઈ રીતે થાય ? તે કાંઈ કહો !
જ્ઞાનાનંદ પ્રભુ ચૈતન્ય સૂર્ય છે. આ સૂર્ય તો જડ – રજકણનો છે. એનો પ્રકાશ કરનારો અંદર પ્રભુ ચૈતન્ય સૂર્ય છે. એ ચૈતન્ય સૂર્ય પ્રકાશને, પ્રકાશ દ્વારા પકડી – તેનો અનુભવ કરવો તે એક જ મોક્ષનું કા૨ણ છે. બાકી કોઈ ધર્મ છે નહીં.
પ્રવચન નં. ૧૫૧
તા. ૧૬/૧૧/’૭૭
શ્રી કળશ ટીકાનો ૧૪૪ શ્લોક છે. નિર્જરા અધિકાર ! નિર્જરા અધિકાર એટલે ? જે આત્મ વસ્તુ છે... એ આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. તેને રાગથી ભિન્ન પાડી અને આત્માનો અનુભવ કરવો એ અનુભવ કર્મનો નાશ કરવાનો ઉપાય છે, અશુદ્ધતા ટાળવાનો ઉપાય તેમજ શુધ્ધિની વૃધ્ધિનો ઉપાય છે.
જુઓ, એ વાત કહે છે “જ્ઞાની વિધત્તે” સમ્યગ્દષ્ટિ જીવ”, જેને ધર્મ પ્રગટયો છે એટલે સમ્યગ્દર્શન થયું છે. દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પ છે એવો રાગ તેનાથી ભિન્ન ચૈતન્ય અતીન્દ્રિય આનંદનું દળ નામ પિંડ પ્રભુ છે. તે રાગથી વિભક્ત અને સ્વભાવથી એકત્વ છે તેવા આત્માના આનંદનો અંદ૨માં અનુભવ અને તેમાં પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દષ્ટિ છે.
એ સમ્યગ્દષ્ટિ- સત્યદૃષ્ટિ જીવ ! વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું પ્રતીતમાં, જ્ઞાનમાં લીધું છે. પ્રભુ આત્મા-૫૨માત્માનું સ્વરૂપ જેવું સર્વજ્ઞદેવે બતાવ્યું છે તેવા શુધ્ધ ચૈતન્ય આનંદકંદ આનંદઘન અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ સત્યાર્થ ભૂતાર્થ ત્રિકાળી ચીજ તેને અનુસરીને આનંદનો અનુભવ થવો, તેમાં પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દષ્ટિ જીવને ધર્મ હોય, નિર્જરા હોય એટલે કે તેને શુધ્ધતાનો અનુભવ છે. શુધ્ધિની વૃધ્ધિ થાય તેને ભાવ નિર્જરા કહે છે.
આત્માના અનુભવની દૃષ્ટિને લઈને, અતીન્દ્રિય આનંદના સ્વાદને લઈને, અશુદ્ધતા ટળતી જાય છે, કર્મ ગળતું જાય છે અને શુધ્ધિ વધતી જાય છે... તેને નિર્જરા અને ધર્મ કહેવાય છે.