________________
૪૨૪
કલશામૃત ભાગ-૪ તો સહજ આનંદનો નાથ ! સહજ આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા એટલે કે સહજાત્મ સ્વરૂપ છે તે શુભાશુભ પરિણામ વડે પ્રાપ્ત થતો નથી. ભગવાન જિનેન્દ્રદેવ ત્રિલોકીનાથની ભક્તિથી પણ તે આત્માની પ્રાપ્તિ થતી નથી એમ કહે છે.
પ્રશ્ન:- પ્રાથમિક શિષ્ય પહેલાં શું કરવું?
ઉત્તર- પહેલાં તેણે રાગની ક્રિયાથી ભિન્ન કરીને આત્માને જાણવો એ પ્રથમ કરવાનું છે. એમ કે પહેલા શુભ કરવું, કાંઈક છોડવું એવું કાંઈ છે કે નહીં? એ પ્રશ્ન નારદ છે. નારદ સવાલ કરે ને ? એમ આ પ્રશ્નના નારદ છે.
અહીંયા તો વાત બીજી છે ભાઈ ! અરેરે...ચોરાસી ના અવતાર કરી કરીને દુઃખી થયો. સ્વર્ગમાં પણ દુઃખ છે પ્રભુ! આ અબજોપતિ શેઠિયાઓ કહેવાય પણ તે દુઃખી, રાંકાભિખારી છે. કેમ કે – અંદરની લક્ષ્મીની તેને ખબર ન મળે અને બહારની લક્ષ્મીના માંગણ બધાં! એ માંગણો, ભિખારા – રાંકા છે. આ કરોડપતિ, આ બે કરોડપતિ, ઘણાં બધા કરોડપતિ બેઠા છે. એ બધા ધૂળના પતિ છે. આત્મા સચ્ચિદાનંદનો નાથ પ્રભુ છે જે સર્વજ્ઞ જિનેન્દ્રદેવે કહ્યો તે. એ ચૈતન્ય, ચૈતન્યના જ્ઞાનની ક્રિયાથી પ્રાપ્ત થાય તેવો છે. રાગની ક્રિયાથી આત્મા પ્રાપ્ત થાય તેવો નથી. જગતને ગળે ઊતરવું કઠણ પડે! કેમ કે આ જાતનો અભ્યાસ ન મળે.
જુઓ ને ! અત્યારે સાંભળીએ છીએ ને કે વીસ-વીસ વરસના, પચ્ચીસ વરસના ગુજરી જાય છે. હમણાં જ એક પચ્ચીસ વરસનો ગુજરી ગયો, તેના ત્રણ મહિના પહેલા લગ્ન થયેલા, ઈગ્લેન્ડ ગયેલો. આ અમદાવાદનો અઠ્ઠાવીસ વરસનો ગુજરી ગયો. આંતરડાનું ઓપરેશન કરાવેલું હતું. તેને ઠીક હતું એટલે શાંતિલાલને બન્ને આવ્યા હતા. બાપુ! આ તો દેહની સ્થિતિ છે. જે સમયે છૂટવાનો તે છૂટવાનો. દેવને ઇન્દ્રોને ઉપરથી ઉતારે, ડોકટરે મરી ગયો, દેહની સ્થિતિ પૂરી થતા ફડાક દઈને દેહ છૂટી જવાનો. રાહ જોવી નહીં પડે કે – આટલા રોગ આવશે તો મરશે. અકસ્માતે મૃત્યુ થાય છે તો તને એમ લાગે છે. એ અકસ્માત નથી. તે સમયે થવાનો કાળ હતો. અહીંયા અંદરમાં જો તો.... આત્માનો (પ્રગટ) થવાનો એ કાળ છે.
“શુભ – અશુભરૂપ જેટલી ક્રિયા, તેનું મમત્વ છોડીને,” આત્મા, આનંદનો નાથ અંદર છે. પ્રભુ આનંદ રસથી ભરેલો છે તેના સન્મુખની જ્ઞાન ક્રિયા દ્વારા, જ્ઞાનસ્વભાવમાં જ્ઞાન ક્રિયાની રમણતાથી પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનની ક્રિયાથી આત્મા સહજ પ્રાપ્ત થાય તેવો છે. ભારે વાતું ભાઈ ! દુનિયા સાથે તો અથડામણ થાય તેવું છે. માર્ગ તો આ છે ભાઈ ! એ વિના ચોરાસીના અવતારમાં રખડી મર્યો ભાઈ ! એ ક્રિયાનું મમત્વ છોડીને, “એક શુધ્ધ સ્વરૂપ અનુભવ કારણ છે.” લ્યો!
આત્મા શુધ્ધ ચૈતન્યઘન પ્રભુ છે તેનો અનુભવ કરવો. એ શુધ્ધને અનુસરીને પવિત્રતા પ્રગટ કરવી તે અનુભવ છે. એ એક જ કારણે ધર્મ અને મોક્ષ છે.