________________
કલશ-૧૪૪
૪૨૫ (ઉપજાતિ) अचिन्त्यशक्ति: स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्। सर्वार्थसिद्धात्मतया विधत्ते
ज्ञानी किमन्यस्य परिग्रहेण।।१२-१४४।। ખંડાન્વય સહિત અર્થ- “જ્ઞાન (જ્ઞાન) વિઘરે” (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ નિર્વિકલ્પ ચિકૂપવસ્તુને (વિવારે) નિરંતર અનુભવે છે. શું જાણીને? “સર્વાર્થસિદ્ધાત્મતયા”(સર્વાર્થસિદ્ધ) ચતુર્ગતિસંસારસંબંધી દુઃખનો વિનાશ અને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ (માત્મતયા) એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુદ્ધ જ્ઞાનપદ. “કન્યસ્થ પરિપ્રદેપ મિ” (અન્યચ) શુદ્ધસ્વરૂપ-અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો, [ વિવરણ-શુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિ વિકલ્પરૂપ અથવા દ્રવ્યોના ભેદવિચારરૂપ એવા છે જે અનેક વિકલ્પો, તેમનાં (પરિપ્રદે) સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી (મિ) શી કાર્યસિદ્ધિ? અર્થાત્ કોઈ કાર્યસિદ્ધિ નથી. આમ શા કારણથી? “યસ્માત : સ્વયં વિન્માત્રવિજ્ઞાન: પવ” (વેસ્મા) કારણ કે (5:) શુદ્ધ જીવવસ્તુ (સ્વયમ) પોતામાં (વિન્માત્રચિન્તામfr:) શુદ્ધ જ્ઞાનમાત્ર એવું અનુભવચિન્તામણિરત્ન છે; (વ) આ વાતને નક્કી જાણવી, સંશય કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિન્તામણિરત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે, તે જીવ લોઢું, તાંબું, રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી; તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુદ્ધસ્વરૂપ-અનુભવ એવું ચિન્તામણિરત્ન છે, તેનાથી સકળકર્મક્ષય થાય છે, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે; તે સમ્યગ્દષ્ટિ જીવ શુભ-અશુભરૂપ અનેક ક્રિયાવિકલ્પનો સંગ્રહ કરતો નથી, કારણ કે એનાથી કાર્યસિદ્ધિ થતી નથી. વળી કેવો છે? “વિન્યશgિ:” વચનગોચર નથી મહિમા જેનો, એવો છે. વળી કેવો છે? “તેવ:” પરમ પૂજ્ય છે. ૧૨-૧૪૪.
કળશ નં.-૧૪૪ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૦–૧૫૧
તા. ૧૫-૧૬/૧૧/'૭૭ ધર્મજીવ! સમ્યગ્દષ્ટિ જીવને! જ્ઞાન સ્વરૂપ આત્મા છે એવી તેને દૃષ્ટિ થઈ છે. પુણ્ય - પાપના વિકલ્પથી ભિન્ન ભગવાન નિર્વિકલ્પ આનંદના નાથના જેને પ્રતીતમાં, જ્ઞાનમાં, શ્રધ્ધામાં અંદર ભેટા થયા છે તે ધર્માજીવ છે.