________________
કલશ-૧૪૪
૪૨૭ એ સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનને અર્થાત્ નિર્વિકલ્પ ચિકૂપ વસ્તુને નિરંતર અનુભવે છે.” ભગવાન આત્મા નિર્વિકલ્પ અભેદ ચિજ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. ચૈતન્ય સૂર્ય એવો આત્મા, નિર્વિકલ્પ નામ અભેદ છે. તેમાં રાચતો નથી પણ ભેદેય નથી. આ પર્યાયને આ દ્રવ્ય એવો ભેદ પણ નથી. એવી નિર્વિકલ્પ વસ્તુ જિનેન્દ્રદેવ પરમેશ્વરે જોઈ છે. અજ્ઞાની પોતાની કલ્પનાથી વાતું કરે કે- વસ્તુ આવી છે અને વસ્તુ આવી છે- એ નહીં. અહીંયા તો ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમેશ્વરે આત્માને રાગ રહિત, પર્યાયના ભેદ રહિત, અભેદ આત્માને જોયો છે. એવું જેને અંદરમાં જોતાં આવડે તે જીવ જ્ઞાની છે. તે જ્ઞાની જીવ નિર્વિકલ્પ ચિતૂપ વસ્તુને નિરંતર અનુભવે છે.
અનાદિ કાળથી અજ્ઞાની રાગ ને પુણ્ય-પાપના ભાવને અનુભવે ને વેદે છે. એ દુઃખના વેદનારા અજ્ઞાની છે. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એ ભાવ રાગ છે. એ રાગથી ભિન્ન પડીને અંદર જ્ઞાયક ચીજ-જ્ઞાનનો રસકંદ પ્રભુ છે તેનો સમ્યગ્દર્શનમાં યથાર્થ અનુભવ કરી અને પ્રતીતિ કરવી તેનું નામ સમ્યગ્દષ્ટિ છે. વિદ્યતે એટલે નિરંતર અનુભવે છે. ધર્મી સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જે નિરંતર અતીન્દ્રિય આનંદને અનુભવે છે. માર્ગ ઝીણો બહુ ભાઈ ! પ્રભુનો મારગ આવો છે.
જેને અંદરમાં અતીન્દ્રિય આનંદનો કંદ એવો જેને નિજ માલ મળ્યો તે નિમિત્તથી, રાગથી અને પર્યાયથી પણ વિમુક્ત થઈ, ત્રિકાળી શુધ્ધ સ્વભાવની સન્મુખ થઈ. અને અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ આત્મા! તેને આનંદથી નિરંતર અનુભવે છે. આવા આત્માને સમ્યગ્દર્શનમાં અનુભવી ને પ્રતીત કરી ને નિરંતર અનુભવે તેને ધર્મ અને તેને નિર્જર થાય. સમજાણું કાંઈ?
શું જાણીને? અનુભવે છે! તેની પધ્ધતિ-રીતની ખબર ન હોય તે કઈ રીતે સમ્યગ્દર્શન કરે અને કેમ પ્રગટ કરે !? તેથી કહે છે કે શું જાણીને પ્રગટ કરે? “સવાર્થસિદ્ધાત્મતયા” ચતુર્ગતિ સંસાર સંબંધી દુઃખનો વિનાશ અને અતીન્દ્રિય સુખની પ્રાતિ” અતીન્દ્રિય સુખની અતિ અને ચારગતિના દુઃખનો નાશ એ નાસ્તિ. (સાત્મતયા) એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુધ્ધ જ્ઞાનપદ.”
અંતર ભગવાન શુધ્ધ જ્ઞાનાનંદ પવિત્રતાનો પિંડ પ્રભુ છે. પર્યાયમાં પુણ્ય-પાપના વિકલ્પો-રાગ તે દુઃખરૂપ છે. તેનાથી ભિન્ન ભગવાન તે કોણ છે? “સ્વયમેવ તેવ” પાઠમાં આવ્યું છે ને! એ તો દેવ છે. અરે ! તેના સ્વભાવનું, એની શક્તિના મહાભ્યનું શું કહેવું? તે દિવ્ય શક્તિનો ધણી દેવ છે. ભગવાન આત્મા! અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત આનંદ એવી અનંત શક્તિનો ધરનાર-દિવ્ય શક્તિનો ધરનાર એ દેવ નામ પ્રભુ છે. આવા દેવને જે સમ્યગ્દર્શનમાં નિરંતર અનુભવે છે તેને ચારગતિના દુઃખનો નાશ થાય છે. અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે.