________________
કલશ-૧૪૩
૪૨૩ મૂળચંદજીને કહ્યું કે - ભગવાનની શાશ્વત પ્રતિમા બિરાજે છે. તે જિનની ઊંચાઈના પ્રમાણ છે. તેને યક્ષની ઉપમા ન અપાય. તે યક્ષની પ્રતિમા નથી અને બધા તેને યક્ષની પ્રતિમા ઠરાવે છે. મૂળચંદજીએ કહ્યું – એ તીર્થકરની પ્રતિમા છે. ત્યારથી સ્થાનકવાસી ઉપરથી અમારી શ્રધ્ધા ઊડી ગઈ. અરર....આ લોકો ખાનગીમાં તીર્થકરની કહે અને બહારમાં યક્ષની કહે. અહીંયા તો પ્રથમથી જ પરીક્ષા કર્યા વિના કંઈ માનવું નહીં એ જ રીત હતી. સને કસોટીએ ચડાવી ને અંદર સને જોવો અને અનુભવવો એ જ બસ. પછી કહ્યું – સ્થાનકવાસી શાસ્ત્રમાં તીર્થકરની પ્રતિમાઓ છે. તેને યક્ષની ઠરાવી અને ઉડાવી દે છે! એ વાત ખોટી છે.
અહીંયા તો કહે છે – પ્રતિમાને માને અને પ્રતિમાની પૂજા કરે, ભક્તિ કરે – એ રાગની ક્રિયાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એવો ભાવ આવે ખરો! હોય ખરું....પણ, તેનાથી ધર્મ થાય નહીં.
શુધ્ધ જ્ઞાનના (ના) નિરંતર અનુભવ વડે (સુનમ ) સહજ જ પ્રાપ્ત થાય છે.” સ્વભાવિકપણે પ્રાપ્ત થાય છે. ચિદ્દન એવો જ્ઞાનનો પુંજ પ્રભુ અંદર બિરાજે છે.” તેની સન્મુખ થતાં તેમાં એકાગ્ર થતાં તે પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનગુણમાં એકાગ્રતાથી એટલે સહજ જ્ઞાનથી પ્રાપ્ત થાય તેવો છે. શાસ્ત્રજ્ઞાનથી પણ તે પ્રાપ્ત થાય એવો નથી. જુઓ! આ વાસ્તુ કર્યું. ભગવાનમાં વાસ્તુ કરવું હોય તો કહે છે – રાગની ક્રિયાથી વાસ્તુ નહીં થાય. આ.....અંદર સચ્ચિદાનંદ પ્રભુ એ....! સર્વજ્ઞ જિનેન્દ્ર કહે છે તે આત્મા, બીજા કહે તે નહીં.
સ..... નામ શાશ્વત જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ છે. એ તેના સ્વભાવિક જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. અંતર્મુખ જ્ઞાનથી એટલે પ્રજ્ઞાબ્રહ્યથી તે પ્રાપ્ત થાય છે. કોઈ ક્રિયાકાંડથી આત્મા પ્રાપ્ત થાય તેવો મોક્ષમાર્ગ ત્રણકાળ ત્રણલોકમાં નથી. આવી વાતું છે હવે ! આમાં ઊંડા ઊતરવું તેની નવરાશ નથી. ધંધા આડે તે નવરો નથી.
શ્રોતા:- ક્રિયાકાંડને ઉડાવી દીધા?
ઉત્તર- ક્રિયાકાંડને રાખ્યાને! એ રાગની ક્રિયા છે પણ ધર્મને માટેનું કારણ નથી. આવી વાતું બાપુ!
“નિરંતર અનુભવ વડે સહજ જ પ્રાપ્ત થાય છે.” જ્ઞાનાનંદ પ્રભુ એ તો અંતર્મુખના જ્ઞાનથી એટલે કે સ્વસંવેદનથી પ્રાપ્તિ થાય છે. જ્ઞાન સ્વરૂપનું જ્ઞાનદ્વારા વેદન કરતાં તે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.......તે સહજ જ છે.
ભાવાર્થ આમ છે કે – શુભ અશુભરૂપ છે જેટલી ક્રિયા, તેનુ મમત્વ છોડીને,” હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગ, વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, એ અશુભભાવ છે. “શુભ અશુભરૂપ છે” પાઠમાં છે ને ! એ છે' એમ કહ્યું છે. એ ક્રિયા છે ખરી, પણ જેટલી ક્રિયા છે તેનું મમત્વ છોડીને એટલે કે – તેનાથી મને લાભ થશે– ધર્મ થશે તેવી માન્યતા છોડી દે! આહાહા ! સહજાનંદનો નાથ પ્રભુ છે. સ્વામીનારાયણવાળા કહે છે તે સહજાનંદ નહીં હો !! આ