________________
કલશ-૧૪૩
૪૨૧ બધાં કાર્ય તે રાગના કાર્ય છે. દયાના, વ્રત ને તપના, અપવાસના, ભક્તિના મંદિરો બનાવવાનાં એ બધી રાગની ક્રિયા છે, અને એ રાગની ક્રિયાથી આત્મા અપ્રાપ્ય છે. રાગથી તે વસ્તુ મળે તેવી નથી. આ નાસ્તિથી વાત કરી. હવે અસ્તિથી વાત કરે છે. અત્યારે પંડિતોને આ વાંધા પડે છે. ભણેલાને આ વાંધો પડે છે કે – અમે વ્રત કરીએ, અપવાસ કરીએ, તે કરીએ અને તમે કહો કે ધર્મ નહીં? સાંભળને! એમાં ધર્મ કયાં છે? એવી રાગની ક્રિયા તો અનંત વાર કરી, તને ખબર નથી !! છ ઢાળામાં આવે છે......
“મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો,
પૈ નિજ આતમ જ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.” મહાવ્રતાદિ એવા અનંતવાર કર્યા, પણ.........એ ક્રિયાકાંડથી ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. સમજાણું કાંઈ ? એમ જે કહેવાય છે તેમાં સમજાણું એ તો ખરું પણ કાંઈ સમજાય છે? એની રીત-પધ્ધતિનો ખ્યાલ આવે છે!? આહાહા ! પ્રભુ ! તારી વાત છે હોં !
પ્રભુ તું ભગવાન પરમાત્મ સ્વરૂપે છો ને અંદર ! તેની પ્રાપ્તિ અનેરી ક્રિયાકાંડથી થાય એવી ચીજ નથી. મો અરિહંતાણે એમ લાખનાર, કરોડવાર, અનંતવાર જાપ કરે તો પણ તે વિકલ્પ છે. એ વિકલ્પથી મળે એવું નથી લે!! વાત તો આવી છે! પ્રભુ તું અંદર ભગવાન સ્વરૂપે છે, તેની પ્રાપ્તિ...અનેરી ક્રિયાકાંડથી થાય એવી ચીજ નથી.
શ્રોતા- આવું સમજીને પછી કરે તો !?
ઉત્તર- એમ સમજીને શું સમજવું ને શું કરવું હતું? કર્તા થઈને કરે તો તે મિથ્યાષ્ટિ છે. આવી જાય તે જુદી વાત છે. કર્તા થાય તો દષ્ટિ જૂઠી છે. વસ્તુ આનંદકંદ પ્રભુ છે તેને રાગનો કર્તા ઠરાવવો, રાગનો કર્તા બનાવવો (એ મિથ્યાત્વ છે ) ચાલતા પ્રવાહથી બીજી વાત છે! આકરી વાત છે પ્રભુ!
ભગવાન આત્મા અંદર જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે. જેટલી ક્રિયા છે તેનાથી અપ્રાપ્ત છે. (ફર્મવુ સર્વ) એ શબ્દ છે ને! (કર્મ) એટલે ક્રિયા (૩૨ સર્વ) એટલે અપ્રાપ્ય. એવી ક્રિયાથી મળે તેવું નથી બાપુ! છ છ મહિનાના અપવાસ કરીને મરી જાવ, કલેશ કરીને સૂકાઈ જાવ, એ બધા વિકલ્પ છે તેની તને ખબર નથી. આનંદનો નાથ આત્મા છે તે એવા વિકલ્પની ક્રિયાથી મળે એવો છે નહીં. આ લોકોને બિચારાને ચડાવી દીધા. પર્યુષણમાં આઠ અપવાસ કરો, ચોવીઆર કરો...પાણી પીધા વિનાના.. આ રીતે ક્રિયાકાંડમાં ચડાવી દીધા. અરે....સાંભળ........! આવી ક્રિયા તો તે અનંતવાર કરી છે. નવમી રૈવેયક સ્વર્ગે ગયો છે. ચૌદ બ્રહ્માંડની રચના, આ શરીર ઉપર (કમરે હાથ દઈને) ઊભો હોય તેમ શરીરના આકાર જેમ ચૌદ બ્રહ્માંડ અસંખ્ય યોજનમાં છે તેમ સર્વજ્ઞ પરમેશ્વરે જોયું છે. ગ્રીવા એટલે ડોક (ઉપર) ત્યાં વૈમાન છે. ત્યાં પણ દરેક જીવ અનેકવાર ઊપજ્યો છે. એ પંચ મહાવ્રતની ક્રિયા એવા પરિણામ તો અત્યારે છે જ નહીં. એવા પંચ મહાવ્રતના શુક્લલશ્યાના પરિણામ કરીને