________________
કલશ-૧૪૩
૪૧૯ મહાવ્રત પાળો તો ધર્મ થશે. આવી જાતની વાત કયાંથી કાઢી ! ભાઈ.... અહીંયા તો ભવના અભાવની વાત છે. જે ક્રિયા ભવના અભાવરૂપ ન થાય એ ક્રિયા જ નહીં.
“અખંડ ધારાપ્રવાહરૂપ યત્ન કરો. (યત્તતાં )” ....યત.....પતિ યતિઓનું પુરુષાર્થ દ્વા૨ા જતન કરો. એકવાર બહારના રસ છોડી દે! અતીન્દ્રિય આનંદના રસને એકવાર તો ચાખ એટલે તેને પી એમ કહે છે. બાળકો આઈસ્ક્રીમ ચૂસે છે તેમ આનંદનો નાથ અંદર પડયો છે તેનો અનુભવ કર. પ્રભુ તારામાં અનંત અતીન્દ્રિય આનંદ પડયો છે. અરિહંત ૫૨માત્માને જે અનંત આનંદ પ્રગટયો છે તે કયાંથી આવ્યો છે ? કયાંય બહારથી આવે છે ? અરિહંત દેવ સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ને જે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય એ બધું આવ્યું કયાંથી ? એ કૂવામાં પડયું છે તો અવેડામાં આવે છે. આહા....બાપુ તને ખબર નથી. એ બધુ વસ્તુના સ્વરૂપમાં પડયુ છે, તેમાં એકાગ્રતા થતાં બધું બહાર આવે છે. એ રાગની ક્રિયાથી કાંઈ આવતું નથી એમ કહે છે. નિર્જરા અધિકાર છે!
ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ છે. તું ભગવંત સ્વરૂપ છો, તારું જિન સ્વરૂપ છે તેને અંદર એકાગ્ર થઈને અખંડધારા પ્રવાહરૂપે ચૂસ.
66
*
‘શા કા૨ણ વડે ? નિષ્નવોધલાવતાત્ શુધ્ધજ્ઞાન તેનો પ્રત્યક્ષ અનુભવ, તેના સામર્થ્ય વડે,” શુધ્ધજ્ઞાન અર્થાત્ નિજનું- પોતાનું જ્ઞાન હો ! એકલું શાસ્ત્રનું જ્ઞાન, અધ્યયન એ બધું શુભ વિકલ્પમાં ગયું. “(નિનોધ) શુધ્ધજ્ઞાન, તેનો” એ નિજનો અર્થ કર્યો. “શુધ્ધ જ્ઞાન, તેનો પ્રત્યક્ષ અનુભવ, તેના”(જ્ઞા ) વર્તમાન કળા. ( નયિતું ) અભ્યાસ –અનુભવ. વર્તમાન પ્રત્યક્ષ અનુભવ તેના સામર્થ્ય વડે. ઝીણી વાતો છે. પણ શું થાય ? તેને કોઈ દિવસ સાંભળવા મળી નથી. હવે ઝીણી ન કહેવાય કેમ કે – બહુ વાત બહાર આવી ગઈ છે. અભ્યાસ કરે તો થઈ શકે છે. ઘરની ચીજ છે, તેને ઘ૨માં જવું છે ને !
જેમ ઢોર ( પશુ ) હોય તેને સવારે બહાર કાઢે ત્યારે માંડ-માંડ બહાર કાઢે અને સાંજે ઘરે આવે ત્યારે દરવાજા બંધ હોયતો અંદર આવવા માથા મારે. સાંજે તો દોરવામાં કોઈ માણસ ન હોય બા૨ણા બંધ હોય તો આવીને તે માથા મારે... ..અંદર ઘ૨માં ગમાણમાં જવા માટે. તેમ અહીંયા રાગથી ભિન્ન પડીને અંદરમાં જવા માથા માર. ભાઈ ! પહેલું જ્ઞાન ને શ્રધ્ધા તો કર કે – માર્ગ આ છે.
ર
‘પ્રત્યક્ષ અનુભવ તેના સાધન વડે, કેમ કે (ત્તિ) નિશ્ચયથી જ્ઞાનપદ જેટલી ક્રિયા છે તેના વડે અપ્રાપ્ય છે.” જેટલી વ્રતની ક્રિયા, શુભ ઉપયોગની ક્રિયા, પંચ મહાવ્રતની, શાસ્ત્રના અધ્યયનની ક્રિયાથી ભગવાનની પ્રાપ્તિ અપ્રાપ્ય છે.