________________
૪૧૮
કલશામૃત ભાગ-૪ વખત મળતો નથી. હવે પુણ્યમાં રોકાય જાય. ભાઈ તારે જન્મ મરણ ટાળવા હોય, ચોરાસીના ભવનો અંત લાવવો હોય તો ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ છે તેનો અનુભવ કરો. સહજ આત્મ સ્વરૂપ પ્રભુનો નિરંતર અભ્યાસ ક૨ – અનુભવ કરો. “સતતં યત્તતં” નિરંતર યત્ન કર. યત્નનો અર્થ અનુભવ કર્યો.
“અખંડધારાપ્રવાહરૂપ યત્ન કરો,” નાથના અનુભવનો. હવે એક સમય પણ તેને વિસાર નહીં. બહારમાં ગૂંચવાય ગયો તેને આવો વખત કયાં મળે ? પાંચ દસ લાખ પૈસા પેદા થતા હોય, આમ કરોડપતિ હોય તે બિચારા પાપમાં ગરકાવ થઈ ગયા...... એમ વીતરાગ પ્રભુ કહે છે.
દિગમ્બર સંતો જિનેન્દ્ર વીતરાગ દેવના આડતીયા થઈને માલ આપે છે. જેને અંદરથી અતીન્દ્રિય આનંદ ઊછળ્યા છે. સમયસાર પાંચમી ગાથામાં કહ્યું છે કે – હું મારા નિજ વૈભવથી શાસ્ત્ર કહીશ. મારો નિજ વૈભવ શું છે? મારા અતીન્દ્રિય આનંદનું બહુ બહુ વેદન એ જેની મ્હોર છાપ છે. જેમ કાગળમાં મ્હોર છાપ મારે છે તેમ અમારા અનુભવમાં આનંદની મ્હોર છાપ છે. મુનિરાજ કહે છે – હું મારા નિજ વૈભવથી કહીશ. મારો નિજ વૈભવ શું ? અતીન્દ્રિય આનંદનો નાથ મારો પ્રભુ છે તેમાંથી અતીન્દ્રિય આનંદને બહાર કાઢીને હું વેદું છું. પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ અતીન્દ્રિય આનંદનું વેદન કરું છું, એ મારો નિજ વૈભવ છે. આહાહા ! આ મુનિરાજનો વૈભવ !! આને મુનિ કહીએ. તેઓ કહે છે કે – મારા વૈભવથી આ સમયસાર કહીશ, તું તેને અનુભવથી પ્રમાણ કરજે એમ પાછા કહે છે. ભગવાન તું અનુભવથી પ્રમાણ કરજે એમ કહે છે આ ગજબ વાત છે ને!?
અહીં એ વાત કહે છે. અખંડધારાપ્રવાહ અનુભવે છે. જોગફોસનો (જોગનો ધોધ ) પાણીનો ધોધ ઉ૫૨થી અખંડ પડે છે..... ધારાવાહી તેમ અંદરમાં જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. અતીન્દ્રિય અનાકુળ શાંતરસથી ભરેલો પ્રભુ છે તેનો પર્યાયમાં અખંડધારાથી અનુભવ ક૨ ! જેમાં વચ્ચે રાગ ન આવે તૂટ ન પડે તેમ અનુભવ. ચીજ જેવી નિત્યને ધ્રુવ છે એવી પર્યાયમાં ધ્રુવતા અતૂટતા લાવ ! આવી વાત છે.
પૂણીમાંથી સૂતર કાંતે છે ને !? એક પૂણી થઈ રહે એટલે બીજી પૂણી સાંધે ત્યારે તેમાં ગાંઠ ન પડવા દે! રૂની પૂણી પૂરી થાય તો બીજી ચઢાવે અને વચ્ચે ગાંઠ ન પડવા દે. તેમ ભગવાનને અખંડ ધારાપ્રવાહ અંદ૨માં અનુભવ ને યત્ન કર એમ કહે છે. અરેરે....! આવી વાતું સાંભળવી પણ મુશ્કેલ પડે. અરે.......! શું થાય બાપુ ! બધી ખબર છે ને બાપુ !
(
એક ભજનમાં આવે છે – “દાઠુ લાગ્યો દુનિયામાં બેની કયાં જઈને કહીએ.” એમ પુણ્ય ને પાપના દાઠુ અંદર લાગ્યા છે. અંદર અગ્નિ જવાળા સળગે છે. રાગની ક્રિયા એ પણ કષાયની અગ્નિ જવાળા છે. ભગવાનની શાંતિ ત્યાં દાઝે છે. અરે ! આવી વાતું તે કઈ જાતની છે? જિનેશ્વ૨નો માર્ગ તો દયા પાળો, કંદમૂળ ન ખાવો, ચોવીઆ૨ ક૨વો, બ્રહ્મચર્ય પાળો,