________________
૪૨૦
કલશામૃત ભાગ-૪ પ્રવચન નં. ૧૫૦
તા. ૧૫/૧૧/'૭૭ “તે કારણથી અહો વિદ્યમાન છે જે સૈલોકયવર્તી જીવરાશિ,” અહો એ વસ્તુ વિધમાન છે ને! ભાષા આ આવી. આ તો અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર સંતની વાણી છે. તેની ટીકા રાજમલ્લજીએ કરી છે. દિગમ્બર સંત આજથી હજાર વર્ષ પહેલાં મુનિ થઈ ગયા. એ જંગલવાસી સંત આત્માના અતીન્દ્રિય આનંદના ઉભરાને વેદનારા. દૂધમાં ઊભરો આવે તે અંદરથી પોલો હોય. દૂધ પાંચ શેર હોય અને ઊભરો આવે છતાં દૂધ વધતું નથી, એ તો પોલું વધે છે. તેમ આ ઊભરો આત્માનાં આનંદનો છે. આનંદનો નાથ ભગવાન આત્મા વિધમાન છે.
જે ત્રિલોકવર્તી જીવરાશિ,” ત્રણલોકમાં વર્તમારા જીવના ઢગલા પડયા છે. અનંત આત્માઓ છે. તે આ પદનો અર્થ નિર્વિકલ્પ શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુનો,” આહાહા ! પ્રભુ આ રહ્યો .આ રહ્યો ... એવા ત્રણ લોકમાં જીવના અનંતા ઢગલા પડ્યા છે ......એ બધાને સાગમટે નોતરું છે.
નિર્વિકલ્પ શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ છે.” જે જાગતો જીવ કહ્યો હતો ને તે આ! વિકલ્પ વિનાનો અભેદ જ્ઞાન....જ્ઞાન....જ્ઞાન પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ભગવાન તેનો નિરંતર અભ્યાસ કરવાને માટે (સતત ચતતા) એવો જે ભગવાન...વિધમાન નિત્યાનંદ પ્રભુ તેનો અખંડધારાએ તેની સન્મુખ થઈને આત્માને અનુભવવાનો પ્રયત્ન કરે તો તને જરૂર મોક્ષ થશે ...તને એનાથી જરૂર મોક્ષનો માર્ગ મળશે, બીજે ક્યાંયથી મળે એવું નથી. વિધમાન ઊભો છે તે શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુનો નિરંતર અભ્યાસ કરો. આવું કાર્ય, આવો પુરુષાર્થ કરી, અંતર્મુખ થઈને તેનો અભ્યાસ કર ! જે દયા-દાનના વિકલ્પો રાગ છે તેનાથી ભિન્ન પડીને જે ભગવાન જ્ઞાનમાત્ર વસ્તુ છે તેનો અખંડધારા પ્રવાહે અભ્યાસ કર.“(સતત) અખંડધારા પ્રવાહરૂપ (ચતતાં) યત્ન કરો.”
“શા કારણ વડે? નિનવોઘવતાવતા” શુધ્ધ જ્ઞાાન,” નિજ એટલે શુધ્ધ, બોધ નામ જ્ઞાન. પોતાનો શુધ્ધ પવિત્ર જ્ઞાન સ્વભાવ જે ત્રિકાળપ્રભુ છે તેને પ્રત્યક્ષ અનુભવ. (વના) કલા એટલે પ્રત્યક્ષ અનુભવ. એ આનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય અનાકુળ શાંતિના રસથી ભરેલો છે તેનો પ્રત્યક્ષ અનુભવ ! આ કાર્ય તેને કરવાનું છે. “પ્રત્યક્ષ અનુભવ તેના સામર્થ્ય વડે; કેમ કે નિશ્ચયથી જ્ઞાનપદ,” ભગવાન જ્ઞાન સ્વરૂપ એવું જે પદ છે તે સ્વરૂપની પ્રાપ્તિ થવી.
જેટલી ક્રિયા છે તેના વડે અપ્રાપ્ય છે.” સંપ્રદાયમાં જેટલી ક્રિયા છે – દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ, પૂજા એ બધી ક્રિયાકાંડથી તે વસ્તુ મળે એવી નથી. કેમ કે એ બધા વિકલ્પ- વૃત્તિનું ઉત્થાન છે. વૃત્તિ તે રાગ છે.
“નિશ્ચયથી જ્ઞાનપદ (કર્મ) જેટલી ક્રિયા છે તેના વડે,” (કર્મ) એટલે ક્રિયા. આ