________________
૪૨૨
કલશામૃત ભાગ-૪ તે અનંતવાર સ્વર્ગમાં ગયો છે. એ પુણ્યની વેશ્યા ધોળી હોય ઊજળી તે ક્રિયા દ્વારા ભગવાન આત્માની પ્રાપ્તિ થાય તેવી ચીજ નથી.
સદનવોઘનીસુનમ” શુધ્ધ જ્ઞાન” સહજ બોધની વ્યાખ્યા કરી, સ્વભાવિક જ્ઞાન જે અંદર પડયું છે. તેનો આશ્રય કરતાં એટલે કે – જ્ઞાન સ્વરૂપી ભગવાનનું સહજ જ્ઞાન કરતાં, જ્ઞાનથી જ્ઞાનપદની પ્રપ્તિ થશે. એ રાગની ક્રિયાથી આત્માની પ્રાપ્તિ થશે નહીં. આકરી વાત છે પ્રભુ!
શ્રોતા:- જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ.
ઉત્તર- એ સ્થિરતાની ક્રિયા. એક વાર વાત કરી હતી. સંવત ૧૯૮૨ નું ચોમાસું વઢવાણમાં હતું. રાજકોટ થી ચોટીલા આવ્યા. ત્યારે રતનચંદજી લીંબડીના હતા અને તેના ગુરુ ગુલાબચંદજી હતા. ગુલાબચંદજીની દિક્ષા ૨૫ વર્ષની હતી. મારી દિક્ષા બાર-તેર વર્ષની. તે વખતે મારી છા૫ જુદી જ હતી, હું કોઈને સાધુ માનતો નહીં. અપાસરામાં સાથે ઊતર્યા, એ બિચારા બહુ ખુશી થયા છે. આપણે સાથે થઈ ગયા. અમે તમને આહાર આપશું તો તમો નહીં લ્યો, તમને અમારા પર વિશ્વાસ નથી. કેરીના ટુકડા કરીને લાવું તમે લેશો? મેં કહ્યું – જાવ લઈ આવો. એ ખુશી થયા, પછી તેમણે પ્રશ્ન કર્યો. – શાસ્ત્રમાં જ્ઞાન ક્રિયાને મોક્ષ કહ્યો છે ને!? કહ્યું કયું જ્ઞાન ? આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને સ્વરૂપમાં સ્થિરતા તે ક્રિયા. તેમણે કબૂલ કર્યું કે – વાત તો સાચી લાગે છે. અત્યારે આવું ચાલતું નથી. ન ચાલતું હોય તો શું કરવું? આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. તેનું જ્ઞાન કરી અને પછી તે જ્ઞાનમાં ઠરવું તે જ્ઞાન ક્રિયા મોક્ષ છે. આપણે તો મધ્યસ્થતાથી જે (સ્વરૂપ) હતું તે કહ્યું. કોઈ સાથે વિરોધ કરવાનું તો કારણ નથી. તેમણે કબૂલ કર્યું.
બીજી વાત પણ કબૂલ કરી- શાસ્ત્રમાં, બત્રીસ આગમમાં મૂર્તિ છે અને તેની પૂજા છે. સ્થાનકવાસીએ જુદો પંથ કરીને એ બધું કાઢી નાખ્યું છે. અમારી આખી જિંદગી શંકામાં ગઈ છે. શિષ્યો આગમ વાંચશે તો અમને ગુરુ તરીકે નહીં માને. શાસ્ત્રમાં મૂર્તિ છે, એમ અમને પણ લાગે છે.
મૂર્તિની પૂજા, ભક્તિનો ભાવ તે બધો શુભભાવ છે- પુણ્યભાવ છે. કેવળી ભગવાનનો વિરહ હોય ત્યારે ભગવાનની પ્રતિમાનો ભાવ ધર્મીને પણ આવે! પ્રતિમાને ઉડાવી દેવી, એ માર્ગ નથી. તેઓએ ખાનગીમાં કહ્યું કે – શાસ્ત્રમાં તો છે અને શિષ્ય વાંચશે તો અમને ગુરુ નહીં માને ! અમે તો પહેલેથી એક એક વાતની પરીક્ષા કરીને નક્કી કરેલું.
એકવાર ૧૯૭૩ ની સાલમાં કહ્યું. મૂળચંદજી તે અમારા ગુરુ ભાઈ અને હીરાચંદજી મહારાજના શિષ્ય. હું શાસ્ત્ર વાંચતો હતો તેમાં એ નીકળ્યું કે – જેટલી પ્રતિમાઓ છે દેવલોકમાં તે શાશ્વત છે. જિનની ઊંચાઈના પ્રમાણમાં છે. તીર્થકરોની ઉંચાઈ છે એટલા પ્રમાણમાં પ્રતિમાની ઊંચાઈ છે. એ લોકો તેને યક્ષની પ્રતિમા ઠરાવે છે. પછી જ્યારે કોઈ ન્હોતું ત્યારે મેં