________________
૪૧૬
કલશામૃત ભાગ-૪ પાઠમાં (બના:) એમ કહ્યું. “મરીને ચુરો થતા થકા એટલે? અપવાસ કરી કરીને શરીરને જીર્ણ કરી નાખવું, શરીરથી ક્રિયા કરીને મરી જા ને! તેમાં ધર્મ કયાં છે? કહે છે
કર્મક્ષય તો થતો નથી.” જીવન તો વીજળીના ઝબકારા જેવું છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લે ! આ તો ટાણાં આવ્યા છે બાપા! અંદર ચૈતન્ય વસ્તુ છે ત્યા તું જા ! તને આનંદ થશે, ત્યાં સમકિત થશે અને સંસારનો અભાવ થશે. આવી ચીજ અંદરમાં છે અને બહારમાં રખડી મર્યો એમ ને એમ !
શાંતિપ્રસાદ શાહુજી, ૬૬ વર્ષની ઉંમરે, ૨૭ તારીખે સવારે હાર્ટફેઈલ થતાં દેહ છોડીને ચાલ્યા ગયા. ચાલીસ કરોડ રૂપિયા હતા. પ-૭ કરોડની તો ઉપજ છે. અહીં ત્રણ વાર પહેલા આવી ગયેલા. હમણાં દર્શન કરવા અને વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. ત્રણ વ્યાખ્યાન સાંભળ્યાં. મુંબઈમાં દિલ્હીમાં ઘણા પ્રશ્ન કરતા. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, શાસ્ત્રમાં વ્યવહાર કહ્યો છે ને ! પછી કહ્યું કે વ્યવહારીને વ્યવહારનો ઉપદેશ આપવો એમ ત્યાં કહ્યું નથી.
મના: મરીને ચૂરો થતા થકા (વિનશ્યન્તા) વ્રત પાળીને શરીરનો ચૂરો કરી નાખે. અપવાસ કરીને શરીરને જિર્ણ કરી નાખે પણ તેનાથી જરીએ ધર્મ થતો નથી. આવી વાતો જગતને આકરી પડે હોં!
(દ્વતવિલંબિત) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल। तत इदं निजबोधकलाबलात्
कलयितुं यततां सततं जगत्।।११-१४३।। ખંડાન્વય સહિત અર્થ-“તતાનનુરૂવંનત રૂદ્રુપમ યિતું સતત તતા” (તત:) તે કારણથી (નનુ) અહો (રૂવં નતિ) વિધમાન છે જે સૈલોકયવર્તી જીવરાશિ તે (રૂદ્રુપમ્ ) આ પદનો અર્થ નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનમાત્રવસ્તુનો (વયિતું) નિરંતર અભ્યાસ કરવાને માટે (સતત) અખંડધારાપ્રવાહરૂપ (તતા) યત્ન કરો. શા કારણ વડે? “નિનવો વસાવલાત”(નિનવોઘ) શુદ્ધ જ્ઞાન, તેનો (વના) પ્રત્યક્ષ અનુભવ, તેના (વાત) સામર્થ્ય વડે; કેમ કે “જિન”નિશ્ચયથી જ્ઞાનપદ“ર્મસર્વ”(વર્મ) જેટલી ક્રિયા છે તેના વડે (કુરાસવું) અપ્રાપ્ય છે, અને “સહનવોઘના સુત્તમ” (સંહનવોપ) શુદ્ધ જ્ઞાનના (વરની) નિરંતર અનુભવ વડે (સુત્તમ) સહજ જ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે-શુભ-અશુભરૂપ છે જેટલી ક્રિયા, તેનું મમત્વ છોડીને એક શુદ્ધસ્વરૂપ-અનુભવ કારણ છે. ૧૧-૧૪૩.