________________
૪૧૪
કલશામૃત ભાગ-૪ મળે, મુનિમ સારા મળ્યા હોય, મૂડીમાં બે, પાંચ કરોડ હોય...તો તેને હરખ...હરખ વર્તે તે સન્નેપાત છે.
અહીં તો પ્રભુ કહે છે – પાપ કદાચિત્ છોડયું અને વ્રત, ભક્તિ, પૂજામાં આવ્યો અને દાનમાં કરોડો રૂપિયા ખર્ચા, મોટી રથયાત્રા કાઢી. અત્યારે તો દસ-દસ વર્ષના છોકરા દિક્ષા
લ્ય છે. હજુ સમકિત કોને કહેવાય તેની ભાન ન મળે તેને દિક્ષા કયાંથી આવી ગઈ ! એ તો દક્ષા છે. અહીં કહ્યું કે એ કષ્ટ તે દુઃખ છે અને અત્યારે તો એવું કષ્ટય ક્યાં છે? જેને પંચમહાવ્રત કહીએ તેવો વ્યવહારેય ક્યાં છે? તેના માટે બનાવેલા આહાર, પાણી લે; વસ્ત્રાદિ વેંચાતા લે, ચાદરુંધાબળી આદિ વેંચાતી લઈને આપે...એમાં વ્યવહારનાય ક્યાં ઠેકાણા છે? સાચા પંચમહાવ્રત હોય તો પણ તે રાગ છે તેથી દુઃખરૂપ છે. તેને કે દિ' મહાવત હતા? બહુ ફેર છે. એ બધી આકરી વાતું છે.
તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે.” જૂઠો એટલે છે કે- આ (શુભ) કરતાં-કરતાં પછી થશે તેમ (માને છે માટે) એક પગલું આગળ ચાલ્યા છીએ, પાપના પરિણામ તો છોડયા છે. હવે આ પુણ્યના પરિણામ કરીએ છીએ પછી આગળ ધર્મ કરશું.
શ્રોતાઃ- પુણ્યમાં તો આગળ વધ્યા છે!?
ઉત્તર:- ધૂળેય વધ્યા નથી, સંસારના પાપમાં પડયા છે. “” વળી કેવા છે મિથ્યાષ્ટિ જીવ?મદાવ્રતનપોમારેવિરંમના:વિનશ્યન્તાહિંસા, અનૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું,” એ બહારમાં વસ્ત્રનો ધાગો ન રાખે, નગ્નમુનિ થાય, જૈન દર્શનમાં તો નગ્નમુનિને મુનિ કહેવામાં આવે છે. વસ્ત્ર સહિતનું મુનિપણું જૈનદર્શનમાં કહેવામાં આવતું નથી. નામ માત્રથી મુનિ કહેતા નથી.
અહીંયા કહે છે – હિંસા છોડી દે,!! જૂઠ છોડી દે! ચોરી છોડી દે! અબ્રહ્મ છોડી દે! પરિગ્રહ છોડી દે! એટલે કે વસ્ત્રનો ધાગોય ન રાખે અને નગ્ન મુનિ થાય. બહુ આકરી વાતું!! નિગ્રંથ કોને કહે છે? જેને શરીરે વસ્ત્રનો ધાગો ન હોય, જ્યારે માતાએ જન્મ આપ્યો તેવી દશા તેના શરીરની હોય અને અંદરમાં આનંદના નાથને જગાડીને, વીતરાગી આનંદ દશા હોય, અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા હોય, પ્રચુર અતીન્દ્રિય આનંદનું જેને વેદન હોય તેને મુનિ કહેવામાં આવે છે.
શ્રોતા- ચશ્મા હોય?
ઉત્તર- ચશ્માં ન હોય, વસ્ત્રનો ટુકડોય ન હોય તો પછી ચશ્મા ક્યાંથી હોય? કોઈ વ્યક્તિથી આપણે કામ નથી. આ તો વસ્તુની સ્થિતિ આવી છે બસ. ચશ્મા કેવા? ઘડિયાળું કેવી ? વસ્ત્રનો ધાગો કેવો? કુંદકુંદ ભગવાન તો અષ્ટપાહુડના સૂત્રપાહુડમાં કહે છે – વસ્ત્રનો ટુકડો રાખીને કહે કે અમે મુનિ છીએ એમ માને, મનાવે, એ માન્યતાને રૂડી જાણે તે નિગોદગામી