________________
કલશ-૧૪૨
૪૧૩ જાય, દુકાનમાં થડે બે - ચાર કલાક જાય, તેમાં સાંભળવા જવા માટે એકાદ કલાક મળે તેને કુગુરુ લૂંટી લ્ય! તે એમ બતાવે કે વ્રતને તપ કર- તને ધર્મ થશે.
શ્રીમજી કહે છે કે – તેને કુગુરુ લૂંટી લે છે. તેને એમ બતાવે કે અપવાસ કરો, દાન કરો, મંદિર બનાવો તો તમારું કલ્યાણ થઈ જશે ! કુગુરુ જગતને લૂંટે છે. આવી વાતું છે!
શુધ્ધ સ્વરૂપ - અનુભવની માફક સુખ સ્વરૂપ નથી” શું કહે છે? ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન એટલે જાણવું. આ શાસ્ત્રનું જાણવું એ નહીં. અહીંયા તો જ્ઞાનગુણ એટલે જેની સત્તામાં આ..છે....એમ જણાય છે. આ છે....છે....છે.....છે એમ જેની સત્તામાં જણાય છે તે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાન સ્વભાવી પ્રભુ છે. એની સન્મુખ થઈને જ્ઞાન સ્વભાવનો અનુભવ તે સુખરૂપ છે. પેલી ક્રિયાકાંડ અને તેના ભાવ સુખરૂપ નથી, તે તો દુઃખરૂપ છે. માથું ફરી જાય એવું છે. ' અરેરે! અનંતકાળે તેને માંડ મનુષ્યપણું મળે, તેમાં વળી પાપના પ્રસંગમાં રોકાય જાય, એમ અહીંયા પ્રસંગ મળ્યો તો પુણ્યની ક્રિયામાં સમય ચાલ્યો જાય......તો એ પુણ્યની ક્રિયામાં રોકાય ગયો. અને એમાં ધર્મ છે તેમ માને તો મરી ગયા.
“વળી કેવાં છે? “મોક્ષેમુā:” સકળ કર્મ ક્ષયથી (૩નુā:) ઉન્મુખ છે.” જેનાથી કર્મનો ક્ષય થાય તેનાથી શુભની ક્રિયા બધી વિપરીત છે. મોક્ષ નામ સકળ કર્મક્ષયથી, ઉન્મુખ એટલે ઉલટું છે. આ વ્રત ને ભક્તિ ને પૂજા ને શાસ્ત્ર અધ્યયન ને તે બધું સકળ કર્મક્ષય લક્ષણથી ઉન્મુખ છે. તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે. એવો ભ્રમ ઊપજે છે તે
જૂઠો છે.”
કહે છે-અજ્ઞાનીને આવો ભ્રમ ઉપજે છે. અમે વ્રત પાળીએ છીએ, અપવાસ કરીએ છીએ, તપસા કરીએ છીએ, વર્ષીતપ કરીએ છીએ. સ્થાનકવાસી, શ્વેતામ્બરના લખાણમાં એજ બધું આવે. આણે આટલા અપવાસ કર્યા અને આણે આટલી તપસાથું કરી......! અહીં કહે છે- એ બધી ક્રિયાઓથી મોક્ષ થતો નથી. આઠ કર્મના ક્ષયથી થતો મોક્ષ તેનાથી તે (૩નુવૅ) ઉલ્ટી ક્રિયા છે. એ ભાવ તો બંધને કરનાર છે. તે આગળ જતાં મોક્ષનું કારણ થશે તેમ માને છે. આમ કરતાં કરતાં પરંપરાએ મોક્ષ થાય, કાંઈ આમ જલ્દી થઈ જાય? પહેલાં પાપ છોડીએ પછી પુણ્ય કરતાં-કરતા થાય. પાપ છોડીને પુણ્ય કરીએ પછી પુણ્ય છોડીશું એમ ! એ રીતે પરંપરાએ ધર્મ થશે! મૂંઢ જીવો આમ માનીને ત્યાં રોકાઈ ગયા છે.
| સર્વજ્ઞ ભગવાન ત્રિલોકીનાથ એમ ફરમાવે છે કે – અંદર જે ચૈતન્ય સાગર ભગવાન છે તે અંદર અતીન્દ્રિય આનંદના સ્વભાવથી છલોછલ – લબાલબ ભરેલો પ્રભુ છે. ભાઈ ! તને તેની ખબર નથી, પણ આવા આત્માનો અનુભવ કરવો તેનું નામ મોક્ષની ક્રિયા-ધર્મની ક્રિયા છે. એ ક્રિયાથી આ બધું વિરુદ્ધ છે. એકવાર તો હરખ ઊતરી જાય એવું છે. આ બધું. બહારના હરખના સડકો લીધાં છે ને ! પત્ની ઠીક મળી ને કાંઈક વેપાર સરખો ચાલે, કાંઈક પૈસા ઠીક