________________
કલશ-૧૪૨
૪૧૫ છે. એ નિગોદમાં અવતરવાના છે. એ બધા લસણ ને ડુંગળીમાં જવાના છે. પ્રભુ! આકરું પડે ભાઈ ! પણ આ સર્વજ્ઞ પરમાત્માનું વચન છે. આવો માર્ગ છે!
અહીંયાં તો એવા પરિગ્રહથી રહિત જીવોને લીધા છે. કપડાના પોટલા રાખે અને માને પરિગ્રહથી રહિત છે, એ તો પરિગ્રહથી રહિતેય નથી. એ તો અવ્રતના પાપમાં પડયા છે. અરે ! એની પાસે બ્રહ્મચર્ય લેવું, મિથ્યાષ્ટિ પાસે હાથ જોડ કરવું એ મિથ્યાત્વનું પોષણ છે. પોતે તો મિથ્યાત્વને પોષે છે અને બીજાને મિથ્યાત્વનું પોષણ કરાવે છે. આવું આકરું કામ ! આખી દુનિયાથી ફેર છે બાપુ!
ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ એના માર્ગથી જુદી ચીજ છે. “મહા પરિષહનું સહવું” પંચમહાવ્રતધારી વસ્ત્રનો ટુકડો પણ ન રાખે. તે બ્રહ્મચર્ય પાળે, જૂઠ ન બોલે, ચોરી ન કરે, એકેન્દ્રિય જીવના પ્રાણને હણે નહીં, એક લીલોતરીનો કણ છે તેને પણ તે હણે નહીં, એ બધી રાગની ક્રિયા છે તેમ કહે છે.
મહાપરિષહનું સહવું” રાત્રે તૃષા એવી લાગી હોય પાણીનું બિંદુ ન લે! સર્પ કરડ્યો હોય તો દવા ન લે! વિંછી કરડયો હોય તો સહન કરે એવા મહા પરિષહ સહન કરે “તેના ઘણા બોજા વડે (વિરં) ઘણા કાળ પર્યત (મરના:) મરીને ચૂરો થતા થકા” એવી ક્રિયા કરતાં કરતાં મરીને ચૂરણ થાવ તો પણ તમારું પરિભ્રમણ મટશે નહીં. આહાહા! બે બે માસના અપવાસ, અપવાસના પારણે લુખો આહાર એ બધી ક્રિયાઓ છે. અનંતવાર રાગની મંદતા કરો અને શરીર જીર્ણ કરો અને મરી જાવ.
મરીને ચૂરો થતા થકા ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષયતો થતો નથી.” તેનાથી અંશે પણ મિથ્યાત્વનો નાશ કે કર્મનો નાશ થતો નથી. નવા લોકોને તો એવું લાગે કે – આ શું કહે છે? જૈન ધર્મ આવો હશે!? બાપુ! માર્ગ આ છે ભાઈ ! અરે....ભૂતકાળમાં નરકનાં દુઃખો સહન કર્યા છે. કોઈ રાજકુમાર હોય, અબજોપતિ હોય, કરોડો રૂપિયા લગ્નમાં ખર્યા હોય, પચીસ વર્ષની જુવાન ઉંમર હોય, તેની રાણી પણ અબજોપતિની દીકરી હોય, તેના લગ્નની પહેલી રાત્રિનો ભોગનો પહેલો દિવસ હોય અને આવા જીવને જીવતો જમશેદપુરની ભઠ્ઠીમાં નાખે અને જે પીડા થાય તેનાથી અનંતગુણી પીડા પ્રભુ નરકની છે. નરકમાં દસ હજાર વરસની સ્થિતિએ રહે છે. આવું તે સાંભળ્યું નથી ? તો પછી તને રાજીપા કયાંથી આવ્યા?
ઈરાનનો રાજા છે તેણે એક રાતને દિવસના લગ્નમાં પહેલી સુહાગરાતમાં અબજો રૂપિયા ખર્ચ્યુ. એને જીવતો ભઠ્ઠીમાં નાખે અને જે દુઃખ થાય તેનાથી અનંતગુણી પિડા પહેલી નરકમાં છે. દસ હજાર વરસની સ્થિતિમાં પહેલી નરકમાં અનંતગુણા દુઃખ છે. એ બધા મિથ્યાત્વને કારણે રખડીને મરી રહ્યા છે. એ બધી ક્રિયા કરી પણ તેમાં મિથ્યાત્વ છે. તેનાથી ધર્મ થશે એમ માનીને મિથ્યાત્વને સેવ્યા.