________________
૪૧૨
કલામૃત ભાગ-૪ તને ખબર નથી. એ તો વૃત્તિનું ઉત્થાન અને રાગની ક્રિયા છે. પાઠમાં કહ્યું છે. “એ તો કષ્ટ સાધ્ય છે.” એટલે કષ્ટ દાયક છે તેથી તેમાં દુઃખ સાધ્ય છે, તેમાં આનંદ સાધ્ય નથી. આવી વાતો છે!!
બેંગ્લોરમાં તારા પિતાજીને કહ્યું હતું. ભાઈના પિતાજીએ ચાર લાખ રૂપિયા મંદિર બનાવ્યું તેમાં આપ્યાને! આઠ લાખ ભભૂતમલ્લજીએ નાખ્યા.....અને બાર લાખનું દિગમ્બર મંદિર બનાવ્યું. જુઓ તો આમ....(ખુશ) થઈ જાવ....!તે વખતે કહેલું કે – આ બાર લાખ ખર્ચા છે માટે ધરમ થઈ ગયો તેમ સમજતા નહીં.
શ્રોતા-મંદિર બન્યા પહેલાં કે પછી કહ્યું?
ઉત્તર- ના, ના! અહીંયા તો પહેલેથી જ કહેતા આવીએ છીએ. જુઓને આ છવ્વીસ લાખનું (પરમાગમ ) મકાન થયું. એકલું આરસપહાણનું તેમાં પોણાચાર લાખ અક્ષર કોતરાવ્યા છે ત્યારે પણ પહેલાં કહ્યું કે – બહારની જેટલી ક્રિયા છે તેના ઉપર જેટલું લક્ષ જાય છે એ બધો શુભરાગ છે, એ ધર્મ નહીં. બાપુ! ધર્મ તો.....!! ચૈતન્ય ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ! તેનો આશ્રય લેતાં, શુધ્ધ સ્વરૂપને ધ્યાનમાં લેતાં, શુધ્ધ સ્વરૂપને જ્ઞાનમાં લેતાં તેને ધરમ થાય છે. આકરી વાતું ભાઈ ! અનંત અનંત કાળથી પરિભ્રમણ કરતાં કરતાં તેને થાક લાગ્યો નથી. તેને થાક લાગવો જોઈએ. એ વિચારેય કયાં છે?
તેને બાળકપણું આવે તો રમતમાં જાય, યુવાની આવે ત્યાં સ્ત્રીમાં ખોવાય જાય, પછી ધંધામાં ખોવાય જાય, વૃધ્ધાવસ્થા આવે ત્યાં પછી થઈ રહ્યું- તે રોવે. “બાળપણા ખેલમેં ખોયા, જુવાની સ્ત્રીમેં મોહ્યા, વૃદ્ધાપણા દેખકે રોયા.”
અહીંયા કહે છે- તું કોણ છો? એ જે ક્રિયા છે તે કષ્ટદાયક છે. સંસારના પાપના પરિણામ છે. રળવાના, ભોગનાં, તેને સાચવવાનાં તે તો પાપના પરિણામ હોવાથી મહા દુઃખદાયક છે. પરંતુ “શુભઉપયોગ” એટલે શાસ્ત્ર અધ્યયન, જીવાદિનું સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ એ બધું કષ્ટ સાધ્ય છે. તેમાં જે રાગની વૃત્તિ ઊઠે છે તે દુઃખ છે.
“ભાવાર્થ આમ છે કે – જેટલી ક્રિયા છે તે બધી દુઃખાત્મક છે, શુધ્ધસ્વરૂપ - અનુભવની માફક સુખ સ્વરૂપ નથી.” આ ધાર્મિક ક્રિયાની વાત છે હોં ! (શુભક્રિયાની) પેલી સંસારની ક્રિયા તો એકલી પાપની જ છે. ખટપટ, ક્રોધ, કપટ આદિની વાત નથી. આ તો શુભક્રિયા છે તે ધર્મના નામે થતી ક્રિયા છે. જેટલી ક્રિયા છે તે બધી દુઃખદાયક- દુઃખસ્વરૂપ છે. તે શુધ્ધ સ્વરૂપના અનુભવની માફક સુખ સ્વરૂપ નથી.
ભગવાન આત્મા! જ્ઞાનનું બિંબ પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી છે. એ અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા છે તેની સન્મુખ થઈને જે અનુભવ કરવો તે સુખરૂપ છે. આ ક્રિયાકાંડ તે બધા દુઃખરૂપ છે. સંસારના પાપ આડે, આ કરવાની નિવૃત્તિ કયાં છે? ચોવીસ કલાકમાંથી ૬, ૭ કલાક ઊંધમાં જાય, બે ચાર કલાક બાયડીને રાજી કરવામાં જાય અને છોકરાને રમાડવામાં