________________
૪૧૦
કલશામૃત ભાગ-૪ એ તો બહારમાં, વાડામાં ધર્મ માની રખડપટ્ટી કરી રહ્યો છે.
અહીંયા પ્રભુ જિનેન્દ્ર પરમાત્મા કહે છે કે – પંચ પરમેષ્ઠીની ભક્તિ, અરહંત સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શાસ્ત્રો પણ જિનેન્દ્રનાં કહેલાં હોં ! અન્યના કહેલાની અહીંયા વાતે નથી. જિનેન્દ્રદેવ પરમેશ્વર તેમજ પંચ પરમેષ્ઠીને જેણે જાણ્યા છે, સ્વીકાર્યા છે. એવી ભક્તિ પણ શુભરાગ છે, અને તે દુઃખ છે. આકરી વાત બાપુ! જગતને ગળે ઊતરવું મુશ્કેલ ! અનંત કાળથી રખડીને મરી ગયો છે. શ્રીમદ્જી કહે છે......
“અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન,
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂકયું નહીં અભિમાન.” “પંચ પરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ” ઇત્યાદિથી જેટલા શુભ વિકલ્પો થાય છે. શાસ્ત્રના શ્રવણના કહેવાના વગેરે અનેક વિકલ્પો થાય છે. જે અનેકદિયાભેદતે વડે(વિનશ્યન્તા) બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો,” આડમ્બર, કલેશ કરો તો કરો ! પેલા સંસાર ધંધાની વાત તો અહીંયા કરી નથી........... કેમ કે તે તો એકલું પાપ છે. અહીંયા તો ધર્મના બહાને આવું કરે છે તે વાત છે. પ્રભુ ત્રિલોકનાથ વીતરાગ આમ ફરમાવે છે.......કે રાગ છે તે વૃત્તિનું ઉત્થાન છે, તે દુઃખ છે. પ્રભુ! તને ખબર નથી.
(વિનન્તા ) એમ શબ્દ પડ્યો છે ને! કલેશ કરો તો કરો એમ કહે છે. છેલ્લે તો તે બહારનો આડમ્બર છે. જાણે શું ક્યું? તે જાણે વ્રત પાળ્યા, ભક્તિ કરી, મોટી રથયાત્રા કાઢે તેવા આડમ્બર, કરોડોના મંદિરો બનાવ્યા...તે જાણે શું નું શું કર્યું!? ભાઈ ! સાંભળ તો ખરો........... ધીરો થા ધીરો! એ શુભરાગની ક્રિયાનો આક્ષેપ અર્થાત્ આડમ્બર છે. અરેરે.... વાણિયાના કુળમાં જન્મ્યા હોય તો પણ....બિચારાએ કોઈ દિ' સાંભળ્યું ન હોય ! અન્યમાં તો આ વાત છે જ ક્યાં!? પણ......જે જૈનકુળમાં અવતર્યા હોય તેને પણ આ (વસ્તુની) ખબર નથી. જૈન પરમેશ્વર કોને દુઃખ કહે છે, કોને ધર્મ કહે છે. તેની ખબર નથી.
અહીંયા કહે છે કે – બહારમાં મોટા આડમ્બર દેખાય, ચાર મહિનાના અપવાસ કર્યા અને કરોડો રૂપિયા ખર્ચા અને મંદિરો બનાવ્યા, આજીવન બ્રહ્મચર્ય લીધું....હોય સજોડે....એ બધી શુભ ક્રિયા છે બાપુ! તને ખબર નથી. એ બધા શુભરાગની ક્રિયાના કલેશ છે. ભાઈ ! જગતમાં ચાલતી પ્રથાથી ભગવાનના માર્ગની રીત કોઈ જુદી છે. આ વર્ષીતપ કર્યા તો કહે છે - કલેશ કરો તો કરો......! લ્યો આ તો આડમ્બર નીકળ્યા, એ બધું કલેશ હતું પણ તેનું ભાન ક્યાં હતું.
અહીંયા કહે છે “એ ક્રિયાભેદ તે વડે બહુ આક્ષેપ કરો છો કરો”! તથાપિ શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુધ્ધ જ્ઞાન વડે થશે” વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો તે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે. એ તો અંદરની જ્ઞાનની ક્રિયા દ્વારા જ પ્રાપ્ત થશે બાકી આ શુભક્રિયા દ્વારા નહીં. આવી વાત છે! તેના તને રસ ચડી ગયા છે. એમ કહે છે.