________________
કલશ-૧૪૨
૪૧૧ સંસારના પાપના રસ તો ચઢયા પણ આ ધર્મના નામે રાગના રસ ચડી ગયા છે. તમને જે રસ ચઢયો છે તે રાગનો રસ છે. તે ધર્મ નહીં. એ ભાઈ કહેતા હતા કે – આવી વાત કયાંય સાંભળવા મળતી નથી.
આહા!૬૪ વર્ષ તો દિક્ષાને થયા, ૮૮ વર્ષ શરીરને થયા. દેખતા ન લાગે કે શરીરને ૮૮ વર્ષ થયા છે. ૧૩ વર્ષ જન્મ સ્થળ ઉમરાળામાં રહ્યાં, નવ વર્ષ દુકાન પર પોલેજ અને દોઢ વર્ષ ગુરુ પાસે ભણ્યા, આ રીતે ૮૮ નો સરવાળો થયો. જગતને ઘણું જોયું છે. હિન્દુસ્તાનમાં દસદસ હજાર માઈલ ત્રણ વખત મોટર દ્વારા ફર્યા છીએ. શું થાય પ્રભુ! આવું મનુષ્યપણું મળ્યું અને એળે જાય. આપણે સાંભળીએ છીએને નાની-નાની ઉંમરના ૨૫, ૨૮, વર્ષના ચાલ્યા જાય છે. શાંતિલાલનો ૨૮ વર્ષનો દિકરો, તેને આંતરમાં વ્યાધિ હશે, ઓપરેશન કરાવ્યું.....અને ઠીક હતું....પછીથી દેહ છૂટી ગયો. બાપા! દેહની સ્થિતિ જે સમયે જેવી થવાની તેવી જ થાય. ઉપરથી ઇન્દ્રો નીચે ઉતરે તેને બદલી ન શકે. ડો. પોતે મરી જાય છે ને ! જે સમયે મરવાના તે સમય (નક્કી છે).
આ શરીર તો ધૂળ-માટી છે. બાપુ! તને ખબર નથી. આ તો સંયોગી ચીજ છે. આ સંયોગી ચીજ આવેલી છે તે માટી-ધૂળ-પુદ્ગલ છે. જ્યાં સુધી સ્થિતિ મુદત છે ત્યાં સુધી રહેશે. તારા લાખ ઉપાય, દવા એ તેને રાખી નહીં શકે. અરે! બહારમાં ક્યાંય સુખ નથી. ભાઈ ! તને ખબર નથી. સુખ તો પ્રભુ આત્મામાં છે. અંદર અતીન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે...... તેની તો ખબર ન મળે! તેની સામું જોવું નથી અને આ બહારની પ્રવૃત્તિમાં રોકાઈ અને જિંદગી ખોઈ બેસે છે. જિંદગી બધી અફળ જાય છે.
અહીંયા તો હજુ પાપના પરિણામ થાય એમાં પણ રાજી રાજી થઈ જાય. બે, પાંચ કરોડ મળ્યા તો જાણે કે – હું પહોળો અને શેરી સાંકડી થઈ જાય. અહીંયા તો એ વાત કરે છે કે તું નિવૃત્તિ લઈને સાધુ થઈ જા, પાંચ મહાવ્રત પાળ અને શુભ ઉપયોગથી ભગવાનની ભક્તિ કર, શાસ્ત્રનું અધ્યયન કર, એ બધી રાગની ક્રિયા દુઃખ છે. આ તો વીતરાગ માર્ગ છે. જિનેશ્વર પરમેશ્વરનો ધર્મ વિતરાગથી પ્રગટ થાય, રાગથી પ્રગટ થાય નહીં. આવી વાતું છે!
“શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુધ્ધજ્ઞાન વડે થશે” રાગની ક્રિયાથી ભિન્ન ભગવાન આત્મા છે એવા જ્ઞાન સ્વરૂપમાં એકગ્ર થશે ત્યારે તેનું કલ્યાણ થશે. બાકી લાખ ક્રિયાકાંડ કરીને મરી જાય તો તેનાથી આત્માની – ધર્મની પ્રાપ્તિ નહીં થાય.
કેવાં છે? કર્તુત્વ અર્થાત્ ક્રિયાભદ? “સ્વયમ વ ડુક્કર તર:”(સ્વયમવ) સહજપણે કષ્ટ સાધ્ય છે.” શુભ ઉપયોગરૂપ દયા-દાન-વ્રત-પૂજા તેને ક્રિયા કહી. એ ક્રિયા (તુરંતરે:) કષ્ટ સાધ્ય છે તેથી એ દુઃખરૂપ છે. આ વાત સાંભળવી પણ કઠણ પડે!
આહાહા! એ પંચ મહાવ્રતના પરિણામ, શરીરથી જાગ્વજીવ બ્રહ્મચર્ય પાળે, અહિંસા, સત્યવ્રત, અચોર્યવ્રત, અપરિગ્રહ એ પંચ મહાવ્રત પાળે... પણ એ તારું સ્વરૂપ નથી, તેની