________________
કલશ-૧૪૨
૪/૯
પ્રવચન નં. ૧૪૯
તા. ૧૪/૧૧/'૭૭ કળશટીકાનો ૧૪૨ કળશ ચાલે છે. નીચેથી પાંચમી લીટી છે ત્યાંથી ફરીને! “મિ: નિશ્યન્ત વિશુધ્ધ શુભોપયોગરૂપ” કર્મ એટલે કાર્ય. શું કાર્ય છે? દયા-દાન, વ્રત – ભક્તિ, પૂજા એવો શુભોપયોગ તે રાગની ક્રિયા છે, તે દુઃખરૂપ છે. “ર્મમ વિનશ્યન્ત” એ શબ્દનો અર્થ ચાલે છે. કર્મ એટલે કાર્ય અને એ કાર્ય કોનું? કાર્ય એટલે શું? “વિશુધ્ધ શુભોપયોગરૂપ પરિણામ,” દયા-દાનના, વ્રતના, ભક્તિના, પૂજાના, મંદિર બનાવવાનાં વગેરે શુભભાવ તે ક્રિયા અર્થાત્ કાર્ય વિકાર છે. આવી વાત છે બાપુ! જગતને બહુ આકરું કામ લાગે છે!
જૈનોક્ત સૂત્રોનું અધ્યયન” અન્યમતના નહીં પણ જૈનનાં કહેલાં, વીતરાગ પરમેશ્વરે કહેલાં સિધ્ધાંત અને આગમો... તેનું અધ્યયન કરતો હોય તે પણ એક રાગની ક્રિયા છે....... અને તે પણ દુઃખરૂપ છે. અરે! આવી વાત ભારે આકરી પડે........! જગતને ક્યાં પડી છે!? દુનિયાને ક્યાં ખબર છે કે શું સત્ય છે? હું શું કરું છું, હું ક્યાં જઈશ? એની ક્યાં પડી છે? બહારમાં કાંઈક પાંચ-પચીસ લાખ મળે, શરીર કાંઈક ઠીક, બાયડી છોકરાં કાંઈક ઠીક, એમાં તો એ મરી ગયો. રાગની ક્રિયામાં તારું મૃત્યુ છે....... તેની પ્રભુ તને ખબર નથી. તારું જીવન તો ચૈતન્ય સ્વરૂપે છે. આનંદનો નાથ ભગવાન છે તે આનંદના જીવને જીવવું એ તારું જીવન છે.
આ પૈસા, શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર અને તેને માટે થતો ભાવ તે તો એકલો પાપ છે. એ પાપની તો અહીંયા વાત છે નહીં. એ પાપ તો દુર્ગતિ ગણવા માટેનું કારણ છે. આ બધા કરોડપતિ લાઈનબંધ બેઠા છે. આની પાસે બે કરોડ છે. એ બધા ધૂળપતિ છે. તે બધા દુઃખી છે એમ કહે છે ને !? - પરમેશ્વર ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે તેમ ફરમાવ્યું. સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર પ્રભુ છે, તેની સામે જોવું નથી, તેને શ્રધ્ધામાં લેવો નથી......અને આ બહારના પ્રસંગ જાળમાં ઘૂસીને મરી ગયો. એ પાપના પરિણામ, સંસારના પરિણામ તેની તો વાત કરી નથી. કેમ કે તે તો દુર્ગતિનું કારણ છે જ. પણ જેને શુભ ઉપયોગ કહ્યો -ક્રિયાકાંડનો, બ્રહ્મચર્યનો, દયાનો, દાનનો, વ્રતનો, પૂજાનો, ભક્તિનો, શાસ્ત્ર અધ્યયનનો કે જે જૈનના શાસ્ત્રોનો અભ્યાસ એ પણ શુભરાગ છે. ત્રણલોકના નાથ વીતરાગ પરમેશ્વરે કહેલા સિધ્ધાંતો અને તેનું અધ્યયન તે શુભરાગ છે, તે દુઃખ છે, કષ્ટ છે. તો હવે જાવું ક્યાં ? માર્ગ આ છે બાપા! શું થાય! જગત બિચારું અંધારામાં ક્યાંય રખડે છે, કંઈ ભાન ન મળે ! ધર્મના નામે પણ એ વ્રતને, પૂજાને, તપને, ભક્તિને કાર્ય માને છે તેને તો અહીંયા કલેશ કહ્યું છે, તે દુઃખરૂપ છે. ભાઈ ! તને વીતરાગ જિનેન્દ્રદેવ પરમાત્માના માર્ગની ખબર નથી. અરે !