________________
४०८
કલશામૃત ભાગ-૪ ક્રિયાભેદ તે વડે બહુ આક્ષેપ કરે છે તો કરો” એ કલેશ કરે છે તો કરો! એ કલેશથી ભગવાન આત્મા પ્રાપ્ત થાય તેવો નથી.
શાસ્ત્રના અધ્યયન, ભક્તિ-પૂજા, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું સ્મરણ તે સર્વ વિકલ્પ છે. વિશુધ્ધ શુભોપયોગ તે પરિણામ તે બધા અનેક ક્રિયાભેદ છે. એ વડે બહુ આક્ષેપ આડંબર કરે તો કરો !! ભાષા આ રીતે વાપરી છે. આમ તો કહેવું છે કલેશ, કલેશ કરો તો કરો ! ભાષા એવી વા૫૨ી છે કે બહુ આક્ષેપ આડંબર કરો તો કરો ! તે જાણે ભક્તિ કરીને આમ કર્યું ને તેમ કર્યું જાણે ! ઓહોહો ! શું કરીને આવ્યા તેમ જાણે ! એ બધો આડમ્બર છે, બહા૨નો દેખાવ છે. એ દેખાવ કરો તો કરો.......પરંતુ તેનાથી મળે તેવું નથી. આવો માર્ગ છે બાપા ! અરેરે..... તેને સાંભળવાય મળે નહીં....તે વિચાર કે દિ' કરે, ભેદજ્ઞાન કે દિ' કરે અને પામે કે દિ' ? અરે ! એની એને દુર્લભતા થઈ પડી ! અને આ બધું સહેલું થઈ પડયું.
૫૨માર્થ વચનિકામાં આવે છે ને ! અજ્ઞાનીને આગમની પદ્ધતિ સહેલી લાગે છે... માટે
તેને કરે છે. સહેલું કેમ લાગે છે ? કેમ કે અનાદિનો અધ્યાસ છે ...શુભ અને અશુભનો એટલે તે સહેલું લાગે છે. પણ...... અધ્યાત્મના વ્યવહારને તે જાણતાં નથી. અધ્યાત્મનો વ્યવહાર એટલે ? રાગથી ભિન્ન શુધ્ધ પરિણતિ તે અધ્યાત્મનો વ્યવહા૨ છે. જે મોક્ષનો સાચો માર્ગ છે. જે અધ્યાત્મનો વ્યવહાર છે તેને તો કાંઈ જાણતોય નથી. તે બહારની પ્રવૃત્તિમાં, કાય–કલેશની પ્રવૃત્તિમાં પડયા છે. પ્રભુ ! તારો ઉધ્ધાર કયારે થાય ? જે મોક્ષનું કારણ છે તેને તો ક૨તો નથી અને કા૨ણાન્તર દ્વા૨ા પમાશે એમ તું માને છે.
તે કહે છે – ઘણા બધાં આમ કહે છે. ગઈકાલના છાપામાં લખ્યું છે કે – સોનગઢના એ લોકો દયા-દાન-પૂજા-ભક્તિને તો ધર્મ કહેતા નથી. જ્યારે મુનિનો, શ્રાવકોનો તો એ મૂળધર્મ છે. અરે....પ્રભુ ! તને ખબર નથી ભાઈ ! એ ભાવ એના આત્માને નુકશાન કરનારા છે. તેને લાભ કરનારા છે તેમ માનવું તે મોટું મિથ્યાત્વભાવનું શલ્ય છે.
એ વાત અહીંયા કરે છે. એવી ક્રિયા, આડમ્બર કરો તો કરો ! જાણે આમ ભગવાનની ભક્તિ કરે....આમ હા૨મોનિયમની સાથે રાગ તાણીને ભક્તિ ગાય તો તે જાણે શું નું શું કર્યું !! જયપુર આદર્શનગ૨માં એક છોકરી છે. પાંચ, સાત હજાર માણસ વ્યાખ્યાનમાં હતું. એ વ્યાખ્યાન પૂર્ણ થયું પછી પેલી છોકરી એ ભક્તિ ગાય. તેની ભાષા સાદી હતી પણ કંઠ એવો......કંઠ તે કંઠ! એ જ્યાં ભાષા બોલી ત્યાં સભા સ્તબ્ધ થઈ ગઈ. પણ.....એ તો કંઠનો આડમ્બર છે. એણે કંઠથી ગાયું માટે ધર્મ થઈ જાય તેમ નથી.
અનેક ક્રિયા કરો તો કરો,“તથાપિ શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુધ્ધ જ્ઞાન વડે થશે.” જ્યારે તેને ભગવાનનો ભેટો થશે તે શુધ્ધ નિર્મળ પરિણતિથી થશે. એ રાગની ક્રિયા લાખ, કરોડ, અનંતવાર કર ! પણ.....તેનાથી લાભ થશે નહીં. સમજાણું કાંઈ ?