________________
૪૦૬
કલશામૃત ભાગ-૪ કરે છે. બહેનો પાસે સાડી ઘણી હોય તેથી દિવસમાં દસ-પંદર જાતની ફેરવે. દિશાએ જાય તો બીજો, સગાવહાલા પાસે જાય તો બીજો, કોઈ ગુજરી ગયું હોય ત્યાં જાય તો બીજો, તેનો અર્થ એ છે કે – જેની ઉપર પ્રેમ છે તેને ફેરવ્યા જ કરે છે. ભાવનગરના દરબાર પાસે ૨00 જોડી જોડા હતા. ઘરમાં ફરે તો બીજા, બહાર જાય તો બીજા, દિશાએ જાય તો બીજા, કોર્ટમાં જાય તો બીજા, ઓફીસમાં જાય તો બીજા તેમ બસો જાતના જોડા હતા. અહીંયા બીજું કહેવું છે ને કે- તેને જેના ઉપર પ્રેમ છે તે વાતને તે બહુ જ ફેરવ્યા કરે છે. એમ જેને રાગનો પ્રેમ છે તે બહુ જ ફેરવ્યા કરે છે. નિગોદનો જીવ અંતર્મુહુર્તમાં અઢાર ભવ કરે. ભાઈ ! તેં કર્યા છે. તું ભૂલી ગયો, ભૂલી ગયો તેથી શું વસ્તુ ન હોય એમ થઈ જાય? જમ્યા પછી છ-બાર મહિના સુધી શું થયું તેની ખબર નથી માટે તે નહોતું એમ કોણ કહે ? એવા અનંતા ભવો કર્યા, તેની ખબર નથી માટે નહોતા એમ કેમ કહેવાય?
સર્વજ્ઞ પ્રભુ તો એમ કહે છે – તું માતાના પેટમાં બાર વરસ રહ્યો હતો. આ જે સવાનવ માસે બાળકનો જન્મ થાય છે તે તો સાધારણ નિયમ છે. પરંતુ શાસ્ત્રમાં જ્યાં કાયની સ્થિતિનું વર્ણન આવે છે ત્યાં કહ્યું છે કે – માતાના પેટમાં બાળક બાર વરસ સુધી ઊંધે માથે લટકતો દુઃખી રહે છે. પછી ત્યાંથી મરીને ફરી પાછો...એ માતાની કુંખમાં આવે અથવા બીજી માતાની કુંખમાં આવે. એમ ચોવીસ વર્ષ સુધી તે માતાના પેટમાં રહે છે. કયાંય શ્વાસ લેવાનું ન મળે, ખોરાક લેવા માટે સાધન ન મળે ! ત્યાં ચોવીસ વર્ષ કેવી રીતે કાઢયા હશે? એ પણ એકવાર નહીં, અનંતવાર, પણ તું ભૂલી ગયો. એ ભવ ભ્રમણના દુઃખોનો ત્રાસ તને ન આવ્યો. યોગસારમાં યોગીન્દુ દેવ કહે છે – “ભવ ભયથી ડરી ચિત્ત.” ભવના ભયથી ચિત્ત ડરી ગયું છે માટે હવે હું આત્માની વાત કરીશ. ભવના કોઈપણ પ્રકારના કારણમાં અને ભવના કાર્યમાં વીર્યનું કંઈક ઉલ્લસિતપણું લાગે તે મિથ્યાત્વ ભાવ છે.
ચૈતન્ય ભગવાન આનંદનો નાથ ! તેના કરતાં બીજામાં કંઈ પણ વિશેષતા લાગે, આશ્ચર્યતા લાગે એ મિથ્યાત્વ ભાવ છે. એ અનંત સંસારનું કારણ છે. એ સંસારનું કારણ છોડીને એક વાર તો હવે આત્માનુભવ કર. “કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી” ભાષા ચોખ્ખી કરી છે. તે આનંદના, જ્ઞાનના અનુભવથી પ્રાપ્ત થઈ શકે છે. બાકી લાખ, કરોડ ઉપાય કરે, ક્રિયાકાંડ કરે ....પરંતુ તેનાથી બંધ પરિણામ છે. તેનાથી અબંધ પરિણામ થતા નથી. એ અબંધ પરિણામ જે કારણ છે તેનાથી કારણાન્તર અનેરું કારણ છે.
આહાહા ! રાજમલજીએ ટીકા પણ કેવી કરી છે. જુઓને!? આમાંથી સમયસાર નાટક બનાવ્યું છે.“કારણાન્તર દ્વારા” અન્ય કારણજ્ઞાનનું વેદન તે સ્વસંવેદન જ્ઞાન છે. અને એ જ્ઞાનથી જણાય તેવો છે. એ જ્ઞાન, આનંદની પર્યાયના સ્વાદથી જણાય તેવો છે. એ જ્ઞાન, શાંતિના અંશના સ્વાદથી જણાય કે – આ શાંતિ મારું સ્વરૂપ છે. આ કારણ વિના, અનેરા કારણથી તારું સ્વરૂપ પ્રાપ્ત થાય એવું નથી. ભગવાન આત્મા! “કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ