________________
૪/૪
કલામૃત ભાગ-૪ પણ ખબર કે- મારી પાસે બે હજારથી વધારે નથી. બન્ને જણ બેઠા, વાણિયો કહે પાંચ હજારથી એક પાઈ ઓછી નથી લેવી. પેલો કહે એક હુજારથી વધારે પાઈ પણ મારી પાસે નથી. એમ કરતાં કરતાં ....છેવટે પટેલ બે હજાર આવ્યો. બે હજારથી વધારે એક પાઈ મારી પાસે નથી ! વાણિયો કહે જાવ ભાઈ ! તેના જેવું અહીંયા વાણિયા વડ હશે? થોડીક રાગની ક્રિયાથી પણ થાય અને થોડુંક સ્વભાવના સાધનથી પણ થાય. એવા બે પ્રકાર હશે ખરા ! શ્રીમદ્જીનું પદ છે
“એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ,” અરેરે ! તેને શ્રધ્ધામાં પણ એ વાત એ નહીં તેને કયાં જવું છે ભાઈ ! એ વિકારના અનંતા રસમાં રોળાય ગયો છે... તે દુઃખી છે. બહારથી ભલે (સુખી દેખાતો હોય:) બે, પાંચ લાખ રૂપિયા, શરીર રૂપાળું હોય....! પણ તે મહાદુઃખના દરિયે ડૂબી ગયો છે. ભાઈ ! તને ખબર નથી. એ આનંદનો સાગર ભગવાન ! તેનાથી વિરુધ્ધ જેટલા વિકલ્પો છે એ બધા દુઃખ છે. ભાઈ ! તને તારા સ્વભાવની શક્તિનું મહાભ્ય કેટલું છે તેની તને ખબર નથી.
અહા ! ભગવાન અંદર અનંત અનાકુળ આનંદના રસથી છલોછલ ભરેલ ભગવાન છે. એ આત્મા (સ્વયં સંવેદ્યમાનં) છે. અહીંયા આપણે આની ઉપર આટલું વજન છે... કે શુધ્ધ સ્વભાવના અનુભવથી પ્રાપ્ત થાય તેવો છે. બાકી અબજો રૂપિયા ખર્ચે દાનમાં, પૂજામાં, ભક્તિમાં, મંદિરો બનાવવામાં .....પણ તેનાથી આત્મા પ્રાપ્ત થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. સમજાણું કાંઈ?
પાઠમાં ભાષા કેવી છે? “(સ્વયં) પોતાથી (સંવેદ્યમાનં) આસ્વાદ કરવા યોગ્ય છે.” ખરેખર તો નિર્મળ પર્યાય થાય છે તેનાથી સ્વયં ઉત્પન્ન પણ તેમાં જણાય એમ કહ્યું છે. અહીંયા કહ્યું – (સંવેદ્યમાન) આસ્વાદવા યોગ્ય. અતીન્દ્રિય આનંદના આસ્વાદથી તે સ્વયં પ્રાપ્ત થાય છે. ભગવાન અતીન્દ્રિય આનંદનો મોટો ડુંગર છે. અતીન્દ્રિય આનંદનો મોટો પાતાળ કૂવો છે. ભાઈ ! તેને ક્ષેત્રની મોટપની જરૂર નથી. તેના સ્વભાવમાં એક એક પ્રદેશ અનંત આનંદ અને અનંત જ્ઞાન ભર્યું છે... એવો તે અસંખ્ય પ્રદેશ છે. જેનો પાક અતીન્દ્રિય આનંદનું વેદન આવે એવો છે. બાપુ! શરતું ઘણી..જવાબદારી બહુ ભાઈ ! આખો પલટો મારવાનો છે. જે દશાની દિશા પર તરફ છે તે દશાને સ્વતરફ વાળી અને નિર્મળ દશાને પ્રગટ કરવાની છે.
આ આત્મા જે વસ્તુ છે તેના તળિયામાં અનંત આનંદ પડ્યો છે. તેના ધ્રુવ સ્વભાવમાં અનંત આનંદ છે.
પ્રશ્ન- પર્યાયનો આનંદ ઉપર કેવી રીતે છે?
ઉત્તર- પર્યાય ઉપર છે. અત્યારે પર્યાયમાં આનંદ કયાં છે? એતો પર્યાયમાં પ્રગટ કરે ત્યારે આનંદ આવે છે ...એમ કહેવું છે. તેની પર્યાયમાં જ્ઞાનના ઉઘાડનો અંશ છે . પણ