________________
૪૦૨
કલશામૃત ભાગ-૪ આકરું કામ પડે છે. જિશ્યન્તાં સ્વયમેવ ડુક્કરતક્ષોનુā: મિ:” જ્ઞાન – સ્વરૂપ ભગવાન આત્મા તેનું પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે સાક્ષાત્ મોક્ષ સ્વરૂપ છે.
“વળી કેવું છે? “નિરામયપર્વ” જેટલા ઉપદ્રવ - કલેશ છે તે સર્વથી રહિત છે.” એ પુણ્ય પાપના, દયા ને દાનના, વ્રત – ભક્તિના એ બધા વિકલ્પો કલેશ છે. એ કલેશથી પ્રત્યક્ષપણે જેટલા ઉપદ્રવ છે તે સર્વથી રહિત છે. લોકોને આ આકરું પડે છે ને ! ( આત્માને ) પામવાનું સાધન શું? એમ કહે છે! રાગથી ભિન્ન પડીને પ્રજ્ઞા છીણી તે તેનું સાધન છે. પર તરફ ઝૂકતા રાગને, સ્વતરફ ઝૂકતી દશા વડે ભિન્ન કરવું. રાગની દિશા પર ઉપર છે અને વીતરાગી પર્યાયની દશાની દિશા દ્રવ્ય ઉપર છે. વાત થોડી છે પણ ભાવ, ગહન છે. અહીં કહે છે- જેટલા ઉપદ્રવ કલેશ છે તે સર્વેથી રહિત છે.
વળી કેવું છે? “સ્વયં સંવેદ્યમાન” પોતાથી આસ્વાદ કરવા યોગ્ય છે.” ભાષા જોઈ? (સ્વયં સંવેદ્યમાનં) રાગાદિ છે તે તો વિકાર – વિભાવ છે તેથી પર વસ્તુ છે. તેનાથી આત્મા (સ્વયં સંવેદ્યમાનં) થઈ શક્તો નથી. તેથી કહ્યું કે – “સ્વયં સંવેદ્યમાન” પોતાના આનંદ ને જ્ઞાન સ્વભાવથી સ્વયં વેદનમાં એ આવી શકે તેવી ચીજ છે. આ આકરું પડે છે ને! ત્યાં અગાસ ગયા હતા, એક કલાક વ્યાખ્યાન સાંભળ્યું પછી એક મારવાડી કહે – એ બધું ઠીક - નિશ્ચય (આદિ ની વાત ) પણ તેનું સાધન શું? બધે સાધનના વાંધા ચાલે છે. એમ કે – આ ભક્તિ કરવી, દયા કરવી, પૂજા કરવી, વ્રત પાળવા, બ્રહ્મચર્ય પાળવા એ બધા સાધન છે. ભાઈ ! એ સાધન છે જ નહીં. સાધ્યનું સાધન તો એ છે કે – રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં એકાગ્ર થવું.
સમયસાર ગાથા ૫ માં કહ્યું “એકત્વ વિભક્ત” સ્વભાવમાં એકત્વ થવું અને રાગથી વિભક્ત થવું “શ્ચત્તવિદત્ત વાણં” અને ત્રીજી ગાથામાં કહ્યું “ત્તfo@યવો સમય સવ્વસ્થ તો,” આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે, તે પોતાનામાં એકત્વની પ્રપ્તિ કરે છે. તે રાગથી વિભક્ત થાય છે તે નાસ્તિથી વાત કરી, અંતરથી સ્વભાવની એકતા કરે તે અસ્તિથી વાત કરી. જગતમાં સુંદર મોક્ષનો માર્ગ છે. આવી વાત છે! તેથી લોકો રાડ પાડે છે. સોનગઢવાળા ચર્ચા કરવાની ના પાડે છે. તેને કોઈની સાથે ચર્ચા કરવી નથી, તેણે તો પોતાનો જ માર્ગ ઘડવો છે. આટલા આટલા સાધુ કહે છે કે એકાન્ત છે, – નિશ્ચિયાભાસ છે પણ તેઓ કોઈનું સાંભળતા નથી!
અરેરે...! ભગવાન, બાપુભાઈ ! તું કોણ છો તેની તને ખબર નથી. તું કોઈ ક્રિયાથી કે વિકલ્પના કલેશથી પામી શકાય એવી તું ચીજ નથી. ભાઈ ! તારા હિતની વાત છે નાથ! પાઠમાં ભાષા શું છે જુઓ ! “સ્વયંસંવેદ્યમાન' પોતે પોતાના નિર્મળ સ્વભાવથી જ સંવેધમાનમ્ દશા પ્રગટ કરે છે. દયા–દાન-વ્રત-ભક્તિનો રાગ કાંઈ સંયમ નથી, એતો પર છે, વિકાર છે. નિશ્ચયથી તો તેને પુગલના પરિણામ કહ્યા છે. એ પુદ્ગલના પરિણામથી અમૃતના પરિણામ