________________
કલશ-૧૪૨
૪૦૩ કેમ પ્રગટ થાય? ભગવાન ! અમૃતનો સાગર અંદર ભર્યો પડ્યો છે. એ અમૃતના પરિણામ વડે જ અમૃતનો સાગર જણાય એવો છે. રાગના પરિણામ વડે તે પામી શકાતો નથી. આવી વાત છે! તેને તો શ્રધ્ધાને સુધારવામાં હજુ વાંધા પડે છે. રાગાદિ ક્રિયાથી થાય એ મિથ્યાત્વ ભાવ છે. તેનાથી આત્માની પ્રાપ્તિ ન થાય.
રાગાદિની લાખ ક્રિયા કરે- બ્રહ્મચર્ય પાળે આખી જિંદગી, અહિંસા, સત્ય આદિ મહાવ્રત પાળવાનો ભાવ કરે પણ તે રાગ છે. તેનાથી આત્મા પમાય અને ધર્મ થાય એ વાત ત્રણકાળ ત્રણલોકમાં નથી. લોકોને એમ લાગે કે – આમ હાથ જોડ કરીને બ્રહ્મચર્ય અંગીકાર કર્યું. તેથી આપણે તરી ગયા. બ્રહ્મચર્ય આપનારો તેને એમ થાય કે – ઓહોહો! બહુ સારું કર્યું. ભાઈ એ તો બધી રાગની ક્રિયા છે...... તને ખબર નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાન ! તેમાં વૃત્તિનું ઉત્થાન થવું એ તો ઝેર છે. - ત્રણલોકના નાથ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનું ફરમાન છે કે હુકમ છે કે “સ્વયં સંવેદ્યમાન” આત્મા છે. આત્માને પામવા રાગની લાખ, કરોડ રાગની ક્રિયા કરે તો પણ તેનાથી જણાય એવો નથી.
સ્વયં પોતાથી સંવેદ્યમાનદ્ આસ્વાદ કરવા યોગ્ય છે. અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં એ આવ્યું છે.
(૧) ભગવાન આત્મા ઇન્દ્રિયથી જણાય એવો નથી. (૨) ઇન્દ્રીયથી જાણે તે આત્મા નહીં. (૩) ઇન્દ્રિયમાં પ્રત્યક્ષ થાય તે આત્મા નહીં. ઇન્દ્રિય પ્રત્યક્ષ તે આત્માનું સ્વરૂપ જ
નહીં.
(૪) બીજાઓ વડે અનુમાનથી જણાય તે આત્મા નહીં. (૫) પોતે પણ બીજા અનુમાનથી જાણે તેવો એનો સ્વભાવ નહીં.
(૬) પોતાના સ્વભાવથી જણાય તેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ અતિથી સરવાળો લીધો. અહીં પણ એ કહે છે - (સ્વયં સંવેદ્યમાન) આવી આકરી વાતો છે બાપુ!
અરે! જન્મ મરણના અવતાર કરી કરીને તે દુઃખી દુઃખી થઈ ગયો છે. તેના દુઃખોને જોતાં જોનારને આંખમાંથી આંસુની ધારા વહે તેવા દુઃખો તેણે સહન કર્યા છે. એ દુઃખો મિથ્યાત્વને લઈને મળ્યા. તે સાધુ થયો, પંચ મહાવ્રત પાળ્યા તો એમાંય દુઃખ છે.
શ્રોતા:- તેમાં કાંઈ પોચું મૂકાય એવું નથી?
ઉત્તરઃ- પોચું મૂકાય એવું એ છે કે – તેનાથી કાંઈ લાભ ન થાય. મુંબઈના ઘાંસીલાલ આવ્યા હતા તે કહેતા હતા કે – સ્વામીજી કંઈક મોળું મૂકે અને કંઈક અમે મોળું મૂકીએ....તો બન્ને ભેગા થઈ જાય. આ કંઈ વાણિયાવડ છે?
એક વાણિયો , કણબી પાસે પાંચ હજાર રૂપિયા માંગતો હતો. વાણિયાને ખબર કે – આની પાસે બે હજારથી વધારે નથી. ભેસું, બળદ, બધુય વેચે તો પણ બે હજાર થાય. કણબીને