________________
કલશ-૧૪૨
૪૦૫ આનંદ નથી. અજ્ઞાનીને અનાદિથી જ્ઞાન પર્યાયનો અંશ વિકાસ એટલે ક્ષયોપશમરૂપ છે, પણ તેને આનંદરૂપ અવસ્થા છે જ નહીં. એ આનંદની અવસ્થા થાય ક્યારે? અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ તે આનંદથી ભરેલો છે. તે (સ્વયં સવેદ્યમાન) છે. એ પોતે જ પોતાના નિર્મળ સ્વભાવના અનુભવથી પ્રાપ્ત થાય છે. કોઈ રાગની ક્રિયાથી કે – વ્રત –તપ- ભક્તિપૂજા આદિ, હિંસા, જૂઠ એવા પાપનો તો પ્રશ્ન જ નથી. પરંતુ પુણ્યની ક્રિયા લાખ, કરોડ કરે (૪થમ પિ) કોઈ પ્રકારે કરે, તે લાખો, અબજો રૂપીયા ધરમના નામે ખર્ચે, કરોડો મંદિરો બનાવે, લાખો, અબજો શાસ્ત્રો ભણાવે, મહાવ્રત પાળે હજારો રાણી છોડીને (જંગલમાં જાય) પરંતુ તેનાથી પ્રભુ (નિજાત્મા) પ્રાપ્ત થાય તેવો નથી.
પાઠમાં (સ્વયં) શબ્દ પડ્યો છે. સ્વયં અર્થાત્ પોતાથી જ આસ્વાદ કરવા યોગ્ય છે. રાગની જે ક્રિયા દયા-દાન-વ્રતના પરિણામ તે સ્વયં સ્વરૂપ નથી એ તો વિકારનું વિભાવ સ્વરૂપ છે. એ પરિણામ તો દુઃખરૂપ છે. આહાહા! પ્રભુ! અતીન્દ્રિય આનંદની શક્તિના સાગરથી ભરેલો ભગવાન છે. વર્તમાન શુધ્ધ આનંદના અનુભવની દશાથી આસ્વાદ કરવા લાયક છે. આવી વાત છે! તમારા વર્ષીતપ એ બધા થોથાં નીકળ્યા એમ કહે છે. તે પર્યાયમાં રાગાદિની લાખ, કરોડ, ક્રિયા કરે....પણ આત્મા તેનાથી પ્રાપ્ત થાય તેવી ચીજ નથી.
ભાવાર્થ આમ છે કે – જ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવ યોગ્ય છે, કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી.” ભાષા જુઓ! “કારણાન્તર’ આ એક કારણ છે, એ સિવાય અનેરા કારણ દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. ભગવાન આત્માની સન્મુખ થતાં જે નિર્મળ જ્ઞાન અને નિર્મળ આનંદ થાય તેનાથી તે આસ્વાદવા યોગ્ય અને જણાવા યોગ્ય છે. કારણાન્તર' આ સિવાય અન્ય અનેરા કારણો દ્વારા જણાય તેવો નથી. ભગવાન આત્માને, રાગથી ભિન્ન પ્રજ્ઞાછીણીથી છેદીને ભિન્ન કરતાં, તે રાગથી ભિન્ન પડતાં જણાવા લાયક થાય છે. તેથી (પ્રજ્ઞાછીણી) તે તેનું કારણ છે. “કારણાન્તર દ્વારા” એટલે? એ કારણથી અનેરા કારણ દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. અન્ય કારણથી ભગવાન જણાવા લાયક નથી એમ કહે છે. સમજાણું કાંઈ?
હજુ જેને શ્રધ્ધાના સુધાર નથી તેને સમકિત કે દિ' થાય ! અનુભવ કે દિ' થાય ! એ શું કહ્યું? હજુ તો જે શ્રધ્ધામાં એમ માને છે કે –દયા-દાન, વ્રત ને ભક્તિ કરતાં – કરતાં અનુભવ થશે તેને તો મિથ્યા શ્રધ્ધાના સંસ્કાર ઊંધા છે. અંદરમાં રાગથી ભિન્ન પડીને, મારું સ્વરૂપ તો શુધ્ધ ચૈતન્ય છે અને તે સ્વભાવથી (સ્વભાવ) પ્રાપ્ત થશે એવા સ્વભાવના સંસ્કારને સુધારવામાં પણ હજુ તેને વાંધા ઊઠે છે. ભગવાન તારો ઉદ્ધાર ત્યાં છે હોં! તેને બીજી રીતે કરવા જઈશ તો ત્યાં નહીં મળે!
ભાઈ, ચોરાસીમાં નિગોદના અવતારમાં તેણે અંતર્મુહૂર્તમાં અઢાર ભવ કર્યા. ભાઈ ! તેં સાંભળ્યું નથી. રાગના પ્રેમીલા જીવો એક નિગોદના ભવમાં, એક શ્વાચ્છોશ્વાસમાં અઢારભવ