________________
કલશ-૧૪૧
૩૮૭ વસૈ, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાન સૌ, મતવાલા સમુઝે ન.” પોતાના મિથ્યામતના અભિપ્રાયના મદિરા પીધેલા પ્રાણીઓ.. વસ્તુના સ્વરૂપને સમજી શકતા નથી. દરેક આત્મા જિન સ્વરૂપે બિરાજમાન છે. દરેક આત્મા ઘટ ઘટમાં અંદર વસે છે. એવા જિનને જેણે જાણ્યું તે “ઘટ ઘટ અંતર જૈન” જૈનપણું છે તે અંદર ઘટમાં છે. કાંઈ બહારમાં જૈનપણું લટકતું નથી. જૈન કોઈ વાડો નથી, જૈન કોઈ પક્ષ નથી, જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન તે તો વસ્તુનું સ્વરૂપ છે. વીતરાગમૂર્તિ જિન સ્વરૂપ છે તેને પર્યાયમાં પ્રાપ્ત કરવું તે જૈન છે. આવી વાતું છે. સમજાય છે કાંઈ?
“મત મદિરા કે પાન સૌ” પોતાના અભિપ્રાયના દારૂ પીધેલાઓ મતવાલા સમજતા નથી કે – શું જિન અને શું જૈન ! જિન ને જૈન શું છે એ સમજતા નથી. આવી વાતું છે. એક એક વાત આવી સાંભળી ન હોય !? તેથી આ બધી વાતો જુદી લાગે. માર્ગ તો આવો છે બાપુ !
સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયમાં જિન થયા એ જિનપણું આવ્યું કયાંથી? સર્વજ્ઞ થયા એ સર્વજ્ઞ પર્યાય આવી કયાંથી? વસ્તુ સર્વજ્ઞ સ્વભાવનો પિંડ છે. સર્વજ્ઞ સ્વભાવને શક્તિ કહી છે. સર્વજ્ઞ શક્તિ લીધી છે ને! સર્વજ્ઞ શક્તિ કહો, સર્વજ્ઞ ગુણ કહો, સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ બસ - એ જિન સ્વરૂપ છે. કેમ કે અકષાય સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ એવું અનાદિ અનંત નિધાન પડ્યું છે. કપાસવાળાને જીન કહે છે. રૂને પીંજરે પીંજે તેને જીન કહે છે. આ તો મહાજન છે. જેને પીંજરે તે ચડયો તેને રાગના પીંજરા ફટાક દઈને ઊડી જાય. વીતરાગી પર્યાય પ્રગટ થાય તેવો આ જિન સ્વરૂપ છે. પેલામાં તો પીંજણી હોય તેમાં થોડું રૂ ચોંટી જાય, આમાં તો (રાગના)રૂ ચોટે નહીં. પ્રવચનસારમાં પીંજણીનો દાખલો આવે છે. શાસ્ત્રમાં બધા દાખલા પડયા છે.
અહીંયા તો તેને જગાવે ત્યાં તો વીતરાગતા પ્રગટ થાય. અંદરથી વીણાના તાર વાગ્યા. ભગવાન ચૈતન્ય મૂર્તિ આનંદનો નાથ જ્યાં સ્વીકારમાં આવ્યો, તે દૃષ્ટિમાં આવ્યો ત્યાં અંદરથી વીણા વાગી. એ પર્યાય અંદરમાંથી અનંત આનંદ, અનંતજ્ઞાનના ભાગ લેતી આવે છે. આ દિવાળીના લાડવા છે. પેલી ધૂળમાં કાંઈ દિવાળી નથી.
અહીંયા કહે છે-“પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિદ્યમાન છે.” જોયું? સમયસાર ૧૧ ગાથામાં એમ કહ્યું કે..પર્યાય જૂહી છે. પર્યાયને અભૂતાર્થ કહો, અસત્યાર્થ કહો. પણ ત્યાં કઈ અપેક્ષાએ કહ્યું છે બાપુ! એમાં શબ્દનો આશય શું છે તે સમજમાં લેવું જોઈએ. પર્યાય જૂઠી છે તો થઈ રહ્યું તો પછી દ્રવ્ય એકલું રહ્યું. પર્યાય જૂહી છે તેવો નિર્ણય કરનાર કોણ? નિર્ણય ધ્રુવ કરે છે? નિર્ણય કરે છે એ તો પર્યાય થઈ ગઈ.
આ દ્રવ્ય સ્વભાવ શુધ્ધ ચૈતન્ય અખંડ છે, એવી દૃષ્ટિ કરે છે કોણ? ધ્રુવ કરે છે કે પર્યાય કરે છે? તેથી તો કહ્યું કે- અનિત્યથી નિત્ય જાણવામાં આવે છે- ચિવિલાસમાં છે. ભગવાન નિત્યાનંદ પ્રભુ! તે અનિત્ય એવી પર્યાયથી જાણવામાં આવે છે. અનિત્યથી નિત્ય જાણવામાં