________________
કલશ-૨૬૮
૩૯૯ (પ્રભાર) સમૂહ વડે (મતા:ડ્રવ) મગ્ન થઈ છે.”
દૃષ્ટાંત આપ્યું કે – જેમ રસાયણ પીને તરંગ ઊઠે છે તેમ જેની પર્યાયમાં ત્રણ કાળ ત્રણલોકની પર્યાયો જણાય જાય છે તેને જ્ઞાનની તરંગોની સાથે અનંત આનંદના તરંગ ઊઠે છે. રસાયણ પીને જેમ મત નામ મસ્ત થઈ જાય છે. તેમ આત્માના જ્ઞાનની પર્યાયમાં પૂર્ણનું (જાણપણું થઈ જાય છે.) પૂર્ણની વાત છે ને! છ દ્રવ્યો અને તેના અનંત ગુણો અને તેની પર્યાયો એ બધાનું મન્ડલ (મન્ડન ) એટલે સમૂહ. ત્રણકાળ ત્રણલોકના દ્રવ્ય, ગુણ, પર્યાયના સમૂહ જેની જ્ઞાનની પર્યાયમાં મગ્ન થઈ ગયા છે એટલે જણાય ગયા છે. રસાયણની ઔષધિ પીને જેમ મસ્ત થઈ જાય તેમ ત્રણ કાળને ત્રણલોકના પર્યાયોને જાણીને એ અતીન્દ્રિય આનંદની પર્યાય મસ્ત થઈ ગઈ છે. અતીન્દ્રિય જ્ઞાન તો છે પણ સાથે અતીન્દ્રિય આનંદથી મસ્ત થઈ જાય છે.
રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના (પ્રભાર) સમૂહ વડે (મત:વ) મગ્ન થઈ છે, પર્યાય મસ્ત થઈ. આ નિર્જરા અધિકાર છે ને!
અંતર આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનું ધ્યાન કરતાં કરતાં ....ધ્યેયને જ્ઞાનમાં ધ્યેય બનાવીને જેણે આત્માનો આશ્રય લીધો છે, તે આશ્રયના કારણે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે....એમ કહેવું છે. એ કેવળજ્ઞાનમાં ત્રણકાળની પર્યાયનું મંડળ એટલે સમૂહનું (જ્ઞાન થયું છે. ) એક સમયની પયયમાં (આવું જ્ઞાન થયું છે.) રસાયણની પેઠે તે આનંદરસની સાથે જ્ઞાન પર્યાય મગ્ન થઈ છે. જુઓ આ કેવળજ્ઞાન પર્યાય તેનો ઉપાય નિર્જરા અને તેનું ફળ કેવળજ્ઞાન.
“ભાવાર્થ આમ છે કે- કોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાગ તરંગાવલિ જેવું ઊપજે છે, તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન, તેથી સર્વાગ આનંદ તરંગાવલિથી ગર્ભિત છે.” એક સમયનું કેવળજ્ઞાન છે તે અનંત આનંદ ગર્ભિત તરંગાવલિથી ઉત્પન્ન થાય છે. એમ કહે છે કે – અંદરથી અતીન્દ્રિય આનંદનો રસ ફાટે છે. ચૈતન્યમાં જે અતીન્દ્રિય આનંદનો પૂર્ણ અપરિમિત સ્વભાવ ભર્યો છે તે, કેવળજ્ઞાનની પર્યાયના કાળમાં અનંત આનંદ રસાયણનો રસ જાગે છે, એવો કેવળજ્ઞાનનો સ્વભાવ છે. એ કેવળજ્ઞાન થયું તેનું કારણ નિર્જરા છે. હવે ૧૪૨ કળશમાં ઝીણું આવ્યું! લોકોને તે આકરું પડે છે.