________________
કલશામૃત ભાગ-૪ લોકો નથી કહેતા કે – મને મારો ભાગ આપો! એમ અહીંયા કહે છે કે શુધ્ધ ચૈતન્યઘન માંથી જે શ્રધ્ધા, જ્ઞાન ને શાંતિ નીકળી તે તેનો ભાગ છે. એ મારો ભાગ છે અને મને એ મળ્યો, બાકી લાડવા વગેરે એ મારો ભાગ નહીં.
“વળી કેવી છે સંવેદન વ્યક્તિઓ ? “નિ:પીતાવિનમાવ મળ્વતપ્તપ્રામામા:વ" ગળી ગઈ છે સમસ્ત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત - દ્રવ્યના,” જેની પર્યાયમાં સમસ્ત કહેતાં છ એ દ્રવ્યના........દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થયું છે. એ તો શ્રુતજ્ઞાનની પર્યાયમાંય છ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે.... પરંતુ ફરક એટલો છે કે તે પરોક્ષ છે એટલું.
૩૯૮
એ જ્ઞાન પર્યાયનો જ એટલો સ્વભાવ છે કે તે – નિર્મળ પ્રગટેલી પર્યાયને, દ્રવ્ય–ગુણને તેમજ પૂર્ણ ( વસ્તુને ) અને ભવિષ્યની અનંતી પર્યાયો જે થવાની છે તેને એ જાણે છે. તે એક પર્યાયની આટલી તાકાત છે. તેની પોતાની અનંત પર્યાયો જે થવાની શ્રુતજ્ઞાનની અને કેવળજ્ઞાનની પર્યાય જણાય જાય છે. અહીંયા તો કહેવું છે કે – શ્રુતજ્ઞાનની પર્યાયમાં કેવળજ્ઞાનની પર્યાય જણાય જાય છે. કેવળજ્ઞાન જણાય જાય છે તેથી તેને બોલાવે છે એમ કહ્યું. ( અનંતું ) જણાય તે પર્યાયમાં ખામી શું હોય ?
જે જ્ઞાનમાં આખું દ્રવ્ય ને ગુણ જણાય ગયા, પણ દ્રવ્ય –ગુણ, પર્યાયમાં આવ્યા નહીં. જણાવામાં ઓછપ ન રહી. પોતાની પણ ત્રિકાળી પર્યાય જણાણી. જો આવું ન જાણે તો કહે છે તેણે પોતાના દ્રવ્યને જ જાણ્યું નથી. શ્રી પ્રવચનસાર ગાથા ૪૯ માં આવ્યું છે કે – “એકને જાણે તે સર્વને જાણે” કેમ કે એક પોતે આખું ત્રિકાળી પર્યાયવાળું તત્ત્વ છે. એ એકને જ્યારે જાણે ત્યાં તો (અંદરનું બધું જણાય ગયું) ભવિષ્યમાં થવાવાળી જે પર્યાય છે એ પરિણામ જણાય જાય છે. એકને જાણે ત્યાં બધાને જાણે છે. સમજાણું કાંઈ ?
“અતીત - અનાગત - વર્તમાન અનંત પર્યાયરૂપી રસાયણ ભૂત દિવ્ય ઔષધિ તેના સમૂહ વડે,” ( કવિતા ) સમસ્ત છ દ્રવ્ય, એ દ્રવ્યના અનંત પર્યાયોરૂપ દિવ્ય ૨સાયણ પીતાં ...અંતરંગમાંથી પાવ૨ ફાટે –એમ કહે છે. તેમ આ પર્યાયમાં રસાયણ છે તેથી કેવળજ્ઞાન તેમાં જણાય જાય છે. એ પર્યાયમાં ત્રણકાળ – ત્રણલોક જણાય જાય છે.
=
પ્રવચન નં. ૧૪૮
તા. ૧૩/૧૧/’૭૭
કળશટીકાનો નિર્જરા અધિકાર તેનો ૧૪૧ શ્લોકનો છેલ્લો (પેરેગ્રાફ ). “(અવિન) સમસ્ત (ભાવ ) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત દ્રવ્યનાં” જીવમાં અનંત કેવળીઓ પણ આવ્યા, અનંત નિગોદના જીવ પણ આવ્યા, પંચ પરમેષ્ઠી પણ કેવળજ્ઞાનની પર્યાયમાં આવ્યા. એવા છ દ્રવ્યના સમસ્ત (મન્ડલૢ ) એટલે ભૂત, ભવિષ્ય ને વર્તમાન બધી પર્યાયોનો સમૂહ. “રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના