________________
કલશ-૨૬૮
૩૯૭ અને કાં તો એકલી પર્યાયને કબૂલે, કાં તો પર્યાયના એકલા અવિભાગ પ્રતિચ્છેદને કબૂલે ! પણ વસ્તુ શું છે તેની ખબરું ન મળે.
સંપ્રદાયમાં તો અત્યારે અપવાસ કરો, તપસા કરો બસ એ થયો ધર્મ. અપવાસ તે સંવર અને તપસા તે થઈ ગઈ નિર્જરા. આગળ કહે – પત્ની, છોડીને લ્યો બ્રહ્મચર્ય. એ ધૂળમાંય બ્રહ્મચર્ય નથી, ત્યાં બ્રહ્મચર્ય કેવા? એ તો શુભભાવ છે. બ્રહ્મચર્ય નામ આનંદમાં ચરવું, આનંદ સ્વરૂપમાં રમણતા કરવી તેને પરમાત્મા બ્રહ્મચર્ય કહે છે. આ તો તારા ઘરની વાત છે પ્રભુ! તું છો તેની વાત ચાલે છે. આ કોઈ સંપ્રદાય છે, વાડો છે એમ નથી. આ તો આત્મધર્મની વાત છે.
એ પર્યાયને લક્ષમાં લેતાં વિકલ્પ ઊપજે છે, જ્યારે અનુભવ નિર્વિકલ્પ છે. ભેદ ઉપર આશ્રય જતાં વિકલ્પ થાય છે અને અંતરમાં એકાગ્ર થતાં નિર્વિકલ્પતા થાય છે. કારણકે – અનુભવમાં એ ભેદનો, વિકલ્પનો આશ્રય છે નહીં.
એથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે.” પછી તે મતિ હોય કે અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન હોય! પણ છે તો તે જ્ઞાનનો પર્યાયને ! મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે – એ જે ઉઘાડ છે તે કેવળજ્ઞાનનો અંશ છે. કેમ કે – જે અંશ છે તે વધીને કેવળજ્ઞાન થશે. જોડે જો ચારિત્રનો શુધ્ધ અંશ હોય તો આ અંશ જે શુધ્ધ છે તે વધીને કેવળ થાય. શુધ્ધનો અંશ સાથે જો ન હોય તો શુધ્ધતા વધીને યથાખ્યાત થાય! માટે શુભયોગમાં પણ શુધ્ધનો એક અંશ ગર્ભિત સાથે છે. અહીં બે અતિ સિધ્ધ કરવી છે. જ્ઞાનનો અંશ જ્ઞાનને પ્રસિધ્ધ કરશે. ચારિત્રનો શુધ્ધ અંશ તે ચારિત્રને પ્રસિધ્ધ કરશે. પરંતુ અંશ બિલકુલ શુધ્ધ જ ન હોય તો અશુદ્ધતાની તાકાત નથી કે તે આગળ વધીને ચારિત્રને પામે, એ માટે સિદ્ધ કર્યું.
આ શુધ્ધતાનો અંશ કોને કામ કરે છે? જેને ગ્રંથી ભેદ થયો છે તેને તે શુધ્ધતાનો અંશ કામ કરે છે. જેણે રાગની ગાંઠ તોડી છે, ગ્રંથી ભેદ કર્યો છે તેને એ શુધ્ધતાનું કાર્ય કરશે. ગ્રંથી ભેદ વિનાનો એ શુધ્ધતાનો અંશ તે કાર્ય નહીં કરી શકે ! સમજાણું કાંઈ?
અહીંયા કહે છે “તેથી વસ્તુમાત્ર અનુંભવતા તે સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે, તેથી જ્ઞાનમાત્ર અનુભવ યોગ્ય છે.” આહાહા ! આત્મા જ્ઞાનમાત્ર જ્ઞાનસૂર્ય છે. ચૈતન્ય ચંદ્ર તે જિનચંદ્ર છે. એ આત્મા શીતળતાનો ચંદ્ર છે. “વળી કેવી છે સંવેદન વ્યક્તિઓ?” આ સંવેદન વ્યક્તિઓનો અર્થ ગઈ કાલે કર્યો હતો. જેમ દરિયાનો ભાગ છે કે – આ ઉત્તરનો દરિયો, પશ્ચિમનો દરિયો ....પણ એ બન્ને દરિયાનો ભાગ છે. તેમ ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્યઘન છે તેની નિર્મળ દશા-પર્યાયો જે પ્રગટ થાય છે તેનો જ ભાગ છે. વ્યવહાર રત્નત્રય તે રાગ છે અને તે તેનો ભાગ નથી. તે આત્માનું સ્વરૂપ તો નથી, પણ સ્વરૂપ અંશેય નથી. પરંતુ સમ્યગ્દર્શન અર્થાત્ પ્રતીતિ અને જ્ઞાન જે શુધ્ધ સ્વભાવના આશ્રયે પ્રગટ થયાં તે તેનું સ્વરૂપ છે. એ સંવેદન તેનો ભાગ છે.