________________
કલશ-૨૬૮
૩૯૫ રહિતપણું, તેનાથી સર્વકાળ અમિટ છે.” હવે ફરે નહીં તે... કેમ કે કેવળજ્ઞાનની વાત લીધી છે. પરંતુ તેના પહેલાથી એટલે સમ્યગ્દર્શન ને જ્ઞાન થયું એ સુપ્રભાત થયો. મહાપુરુષ પરમાત્માના જેને શ્રધ્ધામાં ભેટા થયા તે હવે અમિટ છે. (એ અંશ પ્રગટયો) તે નહીં મટે, નહીં પાછો ફરે ! તે હવે ચારિત્રની રમણતા કરી અને કેવળજ્ઞાન લીધે છૂટકો કરશે. શ્રીમદ્ભાં આવે છે કે – સમકિત થયા પછી તું કહીશ કે – મારે કેવળજ્ઞાન નથી જોઈતું તો પછી નહીં ચાલે! તે મહાપ્રભુને દર્શનમાં, શ્રધ્ધામાં – પ્રતીતમાં, જ્ઞાનમાં સ્વીકાર્યો, અને તું કહીશ કે હવે મારે કેવળજ્ઞાન નથી જોઈતું તો એ નહીં ચાલે, કેવળજ્ઞાન લેવું જ પડશે. બીજ ઊગી તો પૂનમ થયે છુટકો છે.... એ બીજ હવે પાછી નહીં ફરે.
બોધિત જીવને ભગવાન પૂર્ણાનંદના નાથની પ્રતીત થઈ, જ્ઞાનમાં ભાન થયું - એ બીજ ઊગી તે હવે પાછી નહીં ફરે. એ બીજ પૂર્ણ પૂનમ એટલે કેવળજ્ઞાનને લેશે. પૂનમ એટલે પૂર્ણ,
જ્યારે સોળ કળા ખીલે ત્યારે પૂનમ કહેવાય. અમાસમાં પણ (ચંદ્રની) એક કળા ખૂલ્લી હોય છે. એકમની બે, બીજની ત્રણ કળા ખૂલ્લી હોય, તેમ પૂનમની સોળ કળા ખીલી હોય. તેમ પૂર્ણાનંદનો નાથ આત્મા કહે છે કે – સમ્યગ્દર્શન હોય ત્યારે ત્રણ કળા સાથે હોય છે. એક કળા નહીં, ત્રણ કળા. કારણ કે એક કળા તો સદાય ખુલ્લી જ હોય છે. અમાસ હોય તો પણ એક કળા તો ખુલ્લી જ હોય. આહાહા ! ગમે તેટલો અવરાય જાય તો પણ અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ તો નિગોદમાં પણ રહે. હવે તે આત્મા છે તેમ બીજાને સ્વીકારવામાં પણ મુશ્કેલ પડે !
સંપ્રદાયમાં એમ કહેતા કે – ભગવાન આત્મા જેવડો છે તેવડો ન માનતાં, તેને આળ આપે છે કે – રાગવાળો છે, પુષ્યવાળો છે, પાપવાળો છે એણે આળ ચડાવ્યો છે. તેણે આત્માને આળ આપી છે. જે આળ આપે છે તે મરીને જશે નિગોદમાં, ત્યાં બીજા જીવ તેને જીવ માનશે નહીં એવી સ્થિતિમાં એ જશે! કેમ કે – આવડો મોટો પ્રભુ હતો તેને તો તે માન્યો નહીં, તેનો તે અનાદર કર્યો, તેને ન સ્વીકાર્યો!! અમે તો જ્ઞાની છીએ, ધર્મી છીએ, અમે તો કાંઈક જાણીએ છીએ ! પ્રભુ એ સ્વભાવ તારા સ્વીકારમાં ન આવ્યો તેથી એવી સ્થિતિએ તું જઈશ કે – લોકો આ જીવ છે એમ તને નહીં સ્વીકારે.
અહીંયા કહે છે – (અનિત) શબ્દ લીધો છે. અસ્મલિત એટલે અમિટ છે. “તદ્રુપ સર્વસ્વ જેનું એવો છે.” સમ્યગ્દર્શન ને જ્ઞાન પ્રગટયું એ પણ અમિટ છે. અહીંયા તો પૂર્ણ પર્યાયની વાત કરી છે........ પણ જે અપૂર્ણતાનો અંશ છે તેની જાત એક જ છે, તે અવયવીનો અવયવ છે. કેવળજ્ઞાન છે તે અવયવી છે અને મતિ, શ્રુતજ્ઞાન તેનો અવયવ છે. એક અવયવને જોતાં એનો અવયવી કેવડો છે એ પણ તેના જ્ઞાનમાં આવી ગયું છે.
ધવલમાં એમ કહ્યું છે કે – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનો અવયવ જે પ્રગટયો એ કેવળજ્ઞાનને બોલાવે છે. એ આવ...આવ ભાઈ ! એમ મતિને શ્રુતજ્ઞાનની જ્યાં સમ્યક કળા ખીલી તે