________________
૩૯૪
કલશામૃત ભાગ-૪ નથી છતાં પૂર્ણ સ્વરૂપને આશ્રયે પ્રગટયો માટે અમે પૂરા છીએ. લ્યો! આ બેસતું વરસ છે. આને સુપ્રભાત કહેવાય બાપા! ભગવાન તું ભગવાન છો ને! તું તને હીણો ન માન એ તો કહ્યું હતું –
ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરા કે પાન સૌ, મતવાલા સમુઝે ન.” જિન ભગવાન અહીંયા છે ને ત્યાં છે ને બહાર છે ને – એ નહીં. આ દેહ ઘટમાં જીવ જિના સ્વરૂપે બિરાજે છે. અરે ! પામરતાની પર્યાયનો સ્વીકાર કરનારને આ કેમ બેસે ! ગઈકાલે એક બહેન બોલ્યા હતા કે – અમ પામરને પ્રભુ કહે છે. તો તેમણે કહ્યું – પ્રભુ ને પ્રભુ કહે છે. (પ્રભુ) પામર નહીં અને પર્યાયમાં પામરતા એ કાંઈ તું નહીં. (પામરતાને ) જ્ઞાનમાં જાણે! સ્વામી કાર્તિકેયમાં છે- મુનિઓ, ધર્માત્માઓ પોતાના સ્વરૂપની પરિણતિને પોતે તૃણ સમાન જાણે છે. અનંત કેવળજ્ઞાન ક્યાં અને કયાં આ! એમ જોતાં તેને તે તૃણ જેવું દેખે છે. છતાં તે પ્રભુતાને ભૂલતા નથી. વસ્તુ છે ને કાંઈ !!
એક વખત પોરબંદરના અપાસરામાં બેઠા હતા. ત્યાં એક બાઈના હાથમાંથી દીકરીનો હાથ છૂટી ગયો. છોકરી થોડે દૂર ચાલી ગઈ...પછી છોકરી રોવે...રોવે. પોલીસ આવ્યા, તે છોકરીને પૂછે છે કે – તું કયાંની છો? તું કયા મુલકની? તારું નામ શું? છોકરી તો એક જ વાત કરે – મારી બા. તેને ગામની બાયું પૂછે કે તારી બહેનપણી હોય તો તને ઓળખીએ ! એક જ વાત – મારી બા. એમ ધર્મી કહે છે – મારો નાથ તો પરમપારિમાણિક સ્વભાવ એ મારો સ્વભાવ છે. ધર્મીની દૃષ્ટિમાંથી પારિણામિકભાવનો એક સમય વિરહ પડતો નથી. આવા ભગવાન આત્માનું પરિણતિમાં આનંદપણે પ્રગટવું અને આકુળતાથી રહિતપણું થવું તે સુપ્રભાત છે. આ સુપ્રભાત-સમ્યગ્દર્શન થતાં આનંદને સાથે લઈને પ્રગટે છે. કેવળજ્ઞાન થતાં તે અનંત અતીન્દ્રિય આનંદની પૂર્ણતા લઈને પ્રગટે છે. અરેરે! તેણે પોતાની કેર - સ્વની દરકાર કરી નહીં.
બહારમાં જરા શરીર સારું મળ્યું, પૈસા મળ્યાં, થોડો જાણપણાનો ઉઘાડ થયો ત્યાં તો થઈ રહ્યું. અંદરથી પ્યાલો ફાટયો. ભગવાન તું કોણ છો? જ્ઞાન તો અંતરના સ્વભાવમાંથી ફાટીને આવે ત્યારે તારું જ્ઞાન (ખરું) કહેવાય. એ જ્ઞાનને અહીંયા કહે છે કે તે આનંદ સહિત આવે છે તે જ્ઞાન. એકલું શાસ્ત્રનું જ્ઞાન – અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન તે દુઃખરૂપ જ્ઞાન છે. આ જ્ઞાન તો અંતરના સ્વભાવના આશ્રયે પ્રગટે. જેમ રાત્રિ ટળી અને પ્રકાશરૂપ સુપ્રભાત થયો.....તેમ અનાદિનું અજ્ઞાન ટળીને ભગવાનનો જ્ઞાન પ્રકાશ બહાર આવ્યો. અંદર તો પ્રકાશ હતો જ....એ બહાર આવ્યો એટલે આત્માની પર્યાયમાં પ્રકાશ બહાર આવ્યો. એકલો પ્રકાશ નહીં, ચૈતન્યનું જ્ઞાન થયું તે એકલું જ્ઞાન નહીં પરંતુ સાથે આનંદ લેતો આવ્યો છે.
“વળી કેવા છે? દ્રવ્યના પરિણામ અતીન્દ્રિય સુખના કારણે જે આકુળતાથી