________________
૩૯૨
કલશામૃત ભાગ-૪ અંદરથી પર્યાયમાં નિધાન આવ્યું સંસ્કૃતમાં (હાસ: ) તેનો અર્થ ‘નિધાન' કર્યો છે. અને (મર ) તેનો અર્થ કર્યો છે – “વારંવાર જે શુધ્ધત્વરૂપ પરિણતિ તેનાથી (નિર્ભર ) થયો છે. ( સુપ્રભાત )” તેનો અર્થ કર્યો – સાક્ષાત્ ઉદ્યોત જેમાં, ઊપજ્યો છે.... ચૈતન્યની પર્યાયમાં.
આમાં તો પોતાની વાતું છે બાપુ ! ૫૨નું આમાં કાંઈ નથી. આહાહા ! ૫૨નું કરવું કે ૫૨નું કરાવવું એ વાત તો અહીંયા છે જ નહીં. એ તો પોતે પોતામાં પોતાને પ્રગટ કરે છે. અને પ્રગટ કરેલો તેને એમ ને એમ રાખે જ છે.... એવો જ તેનો સ્વભાવ છે – એમ કહે છે. હવે શું ખુલાસો આપે છે તે જુઓ !
“ભાવાર્થ આમ છે કે - જેમ રાત્રિ સંબંધી અંધકાર મટતાં દિવસ ઉદ્યોતસ્વરૂપ પ્રગટ થાય છે, તેમ મિથ્યાત્વ - રાગ -દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુધ્ધત્વ પરિણામે બિરાજમાન જીવ - દ્રવ્ય પ્રગટ થાય છે.” મિથ્યાત્વ – રાગ– દ્વેષરૂપ પરિણતિ તે રાત્રિ હતી, તે રાત્રિનો નાશ કરીને તે પ્રકાશરૂપે પરિણમે છે. “શુધ્ધત્વ પરિણામે બિરાજમાન” એટલે પોતાના આસનમાં હવે બિરાજે છે. સમયસાર બીજી ગાથામાં કહ્યું છે કે - “નીવો વરિતવંશળબાળવિવો તેં હિ સ સમયંનાળ,” સ્વસમયને આત્મા કહીએ. જે રાગમાં, પુણ્યના ભાવમાં રોકાય તેને ૫૨સમય – અનાત્મા કહીએ.
એ લોકોને વાંધો અહીંયા આવે છે. તે કહે છે – પુણ્યનો દયા–દાનનો ભાવ જે વ્યવહા૨ રત્નત્રય તેનાથી નિશ્ચય થાય. બીજું બધું તમારું સારું છે. તમે બધું ઠીક કહો છો....પણ આ એક ભૂલ છે. પછી એમ લખ્યું છે કે – છદ્મસ્થ છે તેથી ભૂલ હોય ! એમ કરીને લખ્યું છે. ત્યાં એવો અર્થ જ નથી. તત્ત્વની ભૂલ છે અને તેને ગોપવવું એ વાત નથી. ત્યાં તો કુંદકુંદ આચાર્યે કહ્યું છે કે – હું આત્માના અનુભવની વાત કહું છું “તં યત્તવિહતં” સ્વભાવની એકતા અને વિભાવની પૃથ્થકતા. “યત્તવિહતં સવિહવેળ” હું મારા વૈભવથી કહીશ અને કહું તો પ્રમાણ કરજો એ ત્રીજા પદમાં કહ્યું છે. “નવિ વાપુખ્ત પમાાં,” ‘વાપુખ્ત, સવિત્તવેળ' હું મારા નિજ વૈભવથી કહીશ. અતીન્દ્રિય સ્વસંવેદન ભાવલિંગ એ મારું નિજ વૈભવ છે. હું સમયસારને કહીશ “વિ વાÇä” જો દેખાડું તો એમ કહ્યું ! “વાĒ અપ્પળો સવિત્તવેળ, નવિ વાપુખ્ત પનાળું” જો દેખાડું તો પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે ‘હા’ એમ નહીં....પરંતુ અનુભવ કરીને પ્રમાણ કરજે. પંચમઆરાના છદ્મસ્થ....સંતોની વાણી તો જુઓ !
પ્રવચનસા૨માં પાછળ બે ગાથામાં ‘આજે’ એમ શબ્દ પડયો છે. તત્કાળ એટલે તો શીઘ્ર થાય. ત્યાં તો ‘આજ’ કહ્યું, એ જ વાત અહીંયા કહે છે – ‘પ્રમાણ કરજે' ...વાયદા કરીશ નહીં. વાયદા કરે તે કાફર છે. જે દેખાડું તે પ્રમાણ કરજે, અગર વ્યાકરણમાં, શબ્દમાં ફેરફાર આવે, કયાંય ચૂકી જાઉં અને તને વ્યાકરણનો ખ્યાલ હોય તો તું ત્યાં ઊભો ન રહીશ ! મારો હેતુ જે કહેવાનો છે તેને તું લક્ષમાં લેજે !
કહે છે કોઈ વ્યાકરણની, ભાષામાં શબ્દનો ફે૨ફા૨ આવે અને તને તે જાતનું જ્ઞાન હોય,