________________
કલશ-૨૬૮
૩૯૧ પચ્ચીસ મણનું ગાડું ભરે તેમ આત્મા આનંદના નાથને ઊછાળી અને પર્યાયમાં ભર ભરે છે. જ્ઞાનની કળા, આનંદની કળા એવી અનંત પર્યાય સમ્યગ્દર્શનમાં પ્રગટ થાય છે.
ચારિત્ર પાહુડમાં તો એમ કહ્યું છે કે – ચારિત્ર જે છે સ્વરૂપની રમણતારૂપ, તે ચારિત્ર અક્ષય અને અમેય છે. ત્યાં દ્રવ્ય, ગુણની વાત નથી. પર્યાયમાં જે ચારિત્ર છે તે અક્ષય ને અમેય છે. આહાહા ! નાથ પ્રભુ જેમ અક્ષય છે તેમ તેનું દર્શન જ્ઞાન ને ચારિત્ર જ્યાં પ્રગટયું તે અક્ષય છે અર્થાત તે ક્ષય નહીં થાય અને અમેય છે. એટલે એની મર્યાદા નથી. બહેનના વચનામૃતમાં આવે છે કે – આ વિકાર છે તેની સીમા છે. પર્યાયમાં વિકાર છે પણ તેની સીમા છે. તેની હદ છે. તે અપરિમાણ અને અણહદ એવી ચીજ નથી. પછી તે અશુભ કે શુભ રાગ હો! મિથ્યાત્વ હો! પણ એ વિકારને હદ છે – મર્યાદા છે તેથી ત્યાંથી પાછું વળી શકાય છે. અહીં કહે છે – જે વિકારની પર્યાય છે તે મર્યાદિત અને હદવાળી છે...તેથી ત્યાંથી ફરી શકાય છેપ્રભુ! પરંતુ તારો સ્વભાવ છે એ અક્ષય ને અમેય છે જ, હવે તેની જે પ્રતીતિ ને ચારિત્રરૂપ રમણતા થઈ તેને પણ અમે અક્ષય અને અમેય કહીએ છીએ. અમેય....એટલે મર્યાદા નહીં.
જ્યાં મીઠો મહેરામણ ઊછળે છે. પર્યાયમાં તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ઉત્પન્ન થાય છે. એ શાંતિ ને સ્થિરતાને લઈને જે ચારિત્ર થયું.... પંચમઆરાના છમસ્થ કુંદકુંદઆચાર્ય પોતે કહે છે – તેને અમે અક્ષય કહીએ છીએ. પ્રભુ! એ પર્યાય છે તેને તમે અક્ષય કહો છો? | નિયમસાર – ૩૮ ગાથામાં તો તમે એમ કહો છો કે – કેવળજ્ઞાન આદિ પર્યાય નાશવાન છે. સંવર, નિર્જરા અને કેવળની પર્યાયો નાશવાન છે. બાપુ! (સાંભળ) એ તો એક સમયની મુદતવાળી છે તે અપેક્ષાએ કહ્યું હતું. પણ એક સમયનું જે કેવળજ્ઞાન છે તે અમેય છે.
આહાહા ! છદ્મસ્થની ચારિત્ર દશા જે હજુ અલ્પજ્ઞ દશા છે. જ્યાં મતિ ને શ્રુત બે જ જ્ઞાન વર્તતા હોય ! પણ જેને અંદરમાં આનંદના નાથની રમઝટ લાગી છે, સમ્યગ્દર્શન ઉપરાંત રમણતા લાગી છે જેને લીનતા કહે છે તે ચારિત્ર છે તો તે પર્યાયને પણ અમે તો અક્ષય અને અમેય કહીએ છીએ. એ પર્યાય હવે ક્ષય નહીં થાય. એક બાજુ એમ કહે છે કે – અમને જે દર્શન પ્રગટ થયું તે હવે પાછું નહીં ફરે! બીજી બાજુ એમ કહે છે કે – ચારિત્ર છે તે અક્ષય છે. એ ચારિત્ર છસ્થનું તેથી વમશે તો નહીં પરંતુ (સકલ) ચારિત્ર ચાલ્યું જશે પરંતુ તેનો અંશ જે સ્વરૂપાચરણ ચારિત્ર તે તો રહેશે જ! સમજાણું કંઈ ?
આહાહા! ભગવાન ધ્રુવને જ્યાં ધ્યેયમાં લીધો, એવી જે પર્યાય પ્રગટી, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય તે અક્ષય ને અમેય છે. હદ વિનાની પર્યાયની તાકાત એટલી નિર્મળ છે. જે સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાનની ( સ્થિતિમાં) અલ્પ જ્ઞાન અને યથાખ્યાત વિનાના ચારિત્રની પર્યાય અક્ષય છે... અમે ય છે તે સ્વભાવ છે તેથી તેમાં હદ ન હોય એવા સ્વભાવનું પર્યાયમાં પ્રગટપણું ને વિકાસ થયો. (વિકાસ :) વિકાસનું નિધાન પ્રગટયું.