________________
કલશ-૨૬૮
૩૯૩ તને ખ્યાલમાં આવે કે અહીંયા કંઈક જોયે છીએ તો તે તેની ઉપર લક્ષ ન રાખીશ. (શ્રોતાભાવમાં ભૂલ નથી.) (ઉત્તર- અમે જે કહીએ છીએ તે ભાવમાં ભૂલ નથી. ભગવાનની વાર્તામાં ને ભગવાનમાં ભૂલ ન હોય. આહાહા ! એ શબ્દોમાં, વ્યાકરણના નિયમમાં કોઈ ફેરફાર આવે તો વ્યાકરણની શૈલી આવે આમ.....કે આમ ....એમાં મારું લક્ષ નથી. મારું જોર તો અનુભવમાં છે. તું એ ભૂલને ધ્યાનમાં ન રાખીશ, કેમ કે એ ભૂલ તો શબ્દોની શૃંખલામાં વ્યાકરણમાં છે. તેથી એ ભૂલ ઉપર લક્ષ ન જાય એ વાત કરવી છે. પરંતુ તત્ત્વની ભૂલ હોય અને તેને લક્ષમાં ન લઈશ...! એમ (કહેવું) નથી.
અહીંયા તો અખંડાનંદ પરમાત્માના પ્રકાશની વાત છે. જેમ રાત્રિનો નાશ થઈને પ્રભાત ઊગે છે તેમ અજ્ઞાનનો નાશ થઈને પ્રભાત ઊગે છે. પ્રભુ ચૈતન્યના સુપ્રભાતે પ્રકાશ પ્રકાશે છે. એ સુપ્રભાત હવે પાછી પડવાની નથી એમ કહે છે. એ સુપ્રભાત ઊગી તે ઊગી ! અહીંયા તો અપ્રતિહત ભાવની વાત ચાલે છે. અમે છમસ્થ છીએ એટલે તું એમ ન માનીશ કે – પાછા પણ ફરી જઈએ. વખતે ક્ષય પણ થઈ જાય એમ ન માનીશ બાપા! આહાહા ! અમે અલ્પજ્ઞ છીએ પણ છીએ અમે કેવળજ્ઞાનના કેડાયતો! અમે આ ધારાએ કેવળજ્ઞાન લેવાના છીએ. અતૂટ અપ્રતિહત ભાવે વાત કરે છે ને ! દિગમ્બર સંતોની વાણી તો જુઓ!! એના ઊંડાણમાં શું શું ભર્યું છે! એ વાણીના તળિયામાં કેવા ભાવ ભર્યા છે. એ વાત બીજે કયાંય નથી પ્રભુ! બીજાને દુઃખ લાગે કે અમારી વાતેય માન્ય નથી રાખતા ! પ્રભુ, વસ્તુનું સ્વરૂપ એમ છે નહીં.
અહીંયા કહે છે – જેમ રાત્રિ ટળી અને સવારમાં પ્રકાશ થાય તેમ મિથ્યાભ્રમ અને તે પ્રકારના રાગ-દ્વેષનો નાશ થઈ જતાં ચૈતન્યના સ્વભાવમાંથી નિધાન ઊછળે છે. એ રતનના ઢગલામાંથી અંદર ડગ ઊછળે છે જે અશુદ્ધતાને ટાળીને ઊભું થાય છે. કર્મનું ટળવું તો તેના કારણે છે, એ કાંઈ આત્માના કારણે નહીં.
“અશુદ્ધ પરિણતિ મટાડીને શુધ્ધત્વ પરિણામે બિરાજમાન જીવદ્રવ્ય પ્રગટ થાય છે.” ભાષા કેવી વાપરી છે – શુધ્ધજીવ, અજ્ઞાનનો નાશ કરીને સમ્યગ્દર્શન જ્ઞાનના પ્રકાશપણે બિરાજમાન થાય છે. તેના બેસવાના આસન હવે ફરી ગયા એમ કહે છે. જે આસન રાગમાં હતા તે આસન હવે નિર્મળતામાં લગાડી દીધા. “ઉદાસીન' શબ્દ આવે છે – ઉદાસીનનો અર્થ એ છે કે – રાગથી ખસીને ઉદાસીન થયો ! પોતાના સ્વરૂપમાં આસન નાખવા ત્યાં દૃષ્ટિ કરવી અને ત્યાં સ્થિર થવું તેનું નામ ઉદાસીન છે.
દ્રવ્યના પરિણામરૂપ અતીન્દ્રિય સુખના કારણે” કહે છે કે – પ્રભુ, પોતે પોતાના નિર્મળ પરિણામમાં બિરાજમાન થયો... તો તે અતીન્દ્રિય આનંદ લેતો બિરાજમાન થયો છે. આવી વસ્તુ છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તિર્થંકરદેવની આ વાણી છે. સંતો આડતીયા થઈને સર્વજ્ઞના માલને બતાવે છે. માલ તો સર્વજ્ઞના ઘરનો છે. એ પૂર્ણતા પૂર્ણપણે પ્રગટી