________________
૩૯૦
કલશામૃત ભાગ-૪ એક પૈસાદાર મોટો માણસ મળવા આવ્યો, તે દશ મિનિટની મુદતે આવ્યો હોય, ત્યારે બે વર્ષના નાનકડા બાળક સાથે રમે અને પેલા મોટા માણસ તરફ ધ્યાન ન આપે તો તે ઊભો થઈને ચાલ્યો જાય. તેમ ભગવાન આનંદનો નાથ મોટો બિરાજે છે....તેની સાથે વાત ન કરતાં, તેનો આદર ન કરતાં, બાળક જેવી રાગની પર્યાયની રમત રમવામાં પેલી મોટી ચીજ ખોવાય જાય છે. સમજાણું કાંઈ ?
અહીંયા તો કહે છે – (૨૬૮ ની ટીકા) “પૂર્વોકત જીવને અવશ્ય જીવપદાર્થ સકળ કર્મોનો વિનાશ કરીને પ્રગટ થાય છે. અનંત ચતુષ્ટયરૂપ થાય છે.” જુઓ ! કળશટીકામાં - સુપ્રભાતમાં અર્થ કર્યો – અનંત ચતુષ્ઠયરૂપ થાય છે. કળશટીકાના અર્થમાં અને સમયસારના અર્થમાં થોડો ફેર છે. “વાર્વિ:” સર્વકાળ એકરૂપ છે કેવળજ્ઞાન - કેવળદર્શન તેજ: પુંજ જેનો એવો છે.” અહીં કેવળજ્ઞાન ને કેવળદર્શન પ્રગટ થયું છે તેમ (સભાર્વિ:) નો અર્થ કર્યો. સમયસારમાં તેનો અર્થ કર્યો “અનંતવીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે.” એ વીર્યના કારણે ત્યાં જે કેવળજ્ઞાન કેવળદર્શનની રચના થઈ એ હવે એવી ને એવી રહેવાની.
અહીંયા તો છ0ની (નીચેની દશામાં) નીચલા દરજ્જામાં પણ પૂર્ણાનંદના નાથનો જે સ્વીકાર સમ્યગ્દર્શને કર્યો છે તે હવે ફરે નહીં પડે નહીં તેવો છે. આવો પોકાર છે
જ્યાં આત્માનો! (તે પાછો કેમ ફરે!) પંચમઆરાના ધર્માત્માનો આ પોકાર છે. અમને કેવળજ્ઞાનીનો વિરહ છે.. તો અમે આ કોને પૂછીને કહીએ છીએ..કે (અમે પાછા પડવાના નથી) આ જે ભગવાન આત્મા છે તેને અમે પૂછીને કહીએ છીએ. એમને જે પ્રતીતિ અને સમ્યકજ્ઞાન થયું એ હવે પાછું નહીં કરે ! સ્વર્ગમાં જશું તો ચારિત્ર જે છે તે ચારિત્ર નહીં રહે; પણ સમ્યગ્દર્શન ને જ્ઞાન સળંગ રહેશે. અહીંયાથી સ્વર્ગમાં જઈ, ત્યાંથી મનુષ્ય થઈ... અને કેવળ પામશું ત્યાં સુધી સમ્યગ્દર્શનની ધારા સાથે રહેશે. આ બેસતા વર્ષની બોણી છે.
પ્રભુ તું કોણ છો? તેની એને ખબર નથી. અહીંયા કહે છે કે – અનંત કેવળજ્ઞાનને કેવળદર્શન તેજ:પુંજ છે. “વળી કેવો છે? (વિવુિeજ્ઞાનકુંજના ” સમયસારમાં (વિFિ૭) નો અર્થ “દર્શન કર્યો છે, અહીંયાં “જ્ઞાનકુંજકર્યો. એ તો અપેક્ષાથી કથન છે.
જ્ઞાનકુંજના પ્રતાપની એકરૂપ પરિણતિ એવું જે પ્રકાશ - સ્વરૂપ તેનું (દસ) નિધાન છે. અહીંયા “હાસ” એટલે હિણપ નહીં, “હાસ' નો અર્થ નિધાન છે. ભગવાન આત્માનો આનંદ અંદરમાંથી ઊછળે છે તો હરખ પ્રગટ થાય છે. ત્યારે કહે છે કે – તેને તો નિધાન પ્રગટયું છે. એ પ્રકાશરૂપ જેનું નિધાન છે.
“વળી કેવો છે? રાગાદિ અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુધ્ધત્વરૂપ પરિણામ તેની (મર) વારંવાર જે શુધ્ધત્વરૂપ પરિણતિ,” ખેડૂત માણસ કહે છે ને! ગાડામાં ભર ભર્યો છે. તેમ ભગવાન આત્માની નિર્મળ પર્યાયમાં ભર ભર્યો છે. સ્વભાવની વાત તો શું કરવી! પણ સ્વભાવના લક્ષે પ્રગટેલી જ્ઞાન ને દર્શનની નિર્મળ પર્યાય તે મોટો ભર છે. જેમ