________________
૩૮૮
કલશામૃત ભાગ-૪ આવે છે. અનિત્ય છે તે નિત્યને જાણે છે. કારણ કે કાર્ય તો પર્યાયમાં થાય છે ને! એ પર્યાયને અહીં અત્યારે સિધ્ધ કરે છે.
પર્યાય છે, એક સમયની પર્યાય છે તે નાશવાન કહીને ! નિયમસાર ગાથા-૩૮ માં કહ્યું કે-કેવળજ્ઞાન આદિ સંવર, નિર્જરા, મોક્ષ, આદિ પર્યાય નાશવાન છે. કેવળજ્ઞાન નાશવાન છે કેમ કે તેની મુદત એક સમય પૂરતી છે.
અહીંયા કહે છે એ પર્યાય ભલે નાશવાન હો! એક સમયની હો! પણ તે છે ને!! નથી એમ કહેતાં તું નાસ્તિક થઈ જઈશ. આહાહા ! વસ્તુમાત્ર વિચારતાં એટલે અનુભવતાં તે જ્ઞાનમાત્ર છે, ત્યાં ભેદ નથી, ત્યાં એકલું જ્ઞાન....જ્ઞાન...જ્ઞાન....જ્ઞાન......જ્ઞાન....જ્ઞાન જ છે.
કળશ-ર૬૮ (બેસતા વર્ષની બોણી ) પ્રવચન નં. ૧૪૭–૧૪૮
તા. ૧૨-૧૩/૧૧/'૭૭ સુપ્રભાતની વાત છે. આ પ્રભાત થાય બપોર થાય અને વળી પાછી સાંજ થઈ જાય છે. જ્યારે (સમ્યકજ્ઞાન) પ્રભાત તો ઉગ્યો તે ઉગ્યો (છાછી:) એ શબ્દ શ્લોકમાં છે ને!?
શાસ્ત્રમાં એક લેખ આવે છે કે – એક લાખ યોજનનો આ જંબુદ્વિપ છે. તેને ફરતો બે લાખ યોજનાનો લવણ સમુદ્ર છે. એ સમુદ્રની મધ્યમાં એક યોજન ડગમાળ પાણી તળીયેથી ઉંચે ચડયું છે એવો એનો સ્વભાવ અનાદિનો છે. ખારા સમુદ્રની મધ્યમાં ઉંચે ચડેલું પાણી જે કદી ઘટે નહીં એવું. આમ સીધું (સપાટીમાં) હોય......પણ આ. તો તળિયેથી એક યોજના ઉપર ચારે બાજુથી ઊંચું ચડેલું પાણી.
શ્રોતા- સાયન્સ ન માને?
ઉત્તર- સાયન્સવાળાને આવી વસ્તુનું ભાન કે દિ' હતું? આ તો (કેવળજ્ઞાનીના) વિજ્ઞાનનું વિજ્ઞાન છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવ! જેના જ્ઞાનમાં ત્રણકાળ ને ત્રણલોક જણાયા એમ કહેવું તે પણ વ્યવહાર છે. એ પર્યાયનો એવો જ સ્વભાવ છે (સમસ્ત જણાય). જેમ સ્વચ્છ પાણીમાં ચંદ્ર, કરોડો તારાઓ, ગ્રહ આદિ જે છે તે, પાણીની સ્વચ્છતાને જોતાં તે જણાય જાય છે. પાણીની જે અવસ્થા છે તે કાંઈ પેલી ચીજ નથી, તેમ ચીજની અવસ્થા ત્યાં નથી......(છતાં સ્વચ્છતામાં જણાય) તેમ ભગવાન આત્માના જ્ઞાનગુણમાં પેલા લોકાલોક નથી. જેમ પાણીમાં ચંદ્ર તારા દેખાય છે તે ચંદ્ર તારા ત્યાં નથી, ત્યાં તો પાણીની સ્વચ્છતાનું એવું સ્વરૂપ છે.
૧૪૧ નાં પાઠમાં અચ્છા-અચ્છા એ શબ્દ આવ્યો છે. ભગવાન આત્મામાં ( તદ્રુપ થતાં) અચ્છી...અચ્છી .....નિર્મળ પર્યાયો પ્રગટે છે. સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે તારી નિર્મળ પર્યાયમાં મોટો પ્રભુ જણાય છે. પેલો ખારો મોટો સમુદ્ર છે તેની મધ્યમાં એક યોજન ઊંચો