________________
કલશ-૧૪૧
૩૮૫ જાગતી જ્યોત એમ ને એમ ઊભો છે. છે..છે....છે...છે...છે..છે. અને છે તેમાં જાવું છે. એટલે તે સરળ છે. પોતાનામાં ન હોય અને તેમાં જવાનું હોય તો તો ઠીક છે. આવું છે!
આજ તો દિવાળીનો દિવસ છે. ભગવાન મોક્ષ પધાર્યા. સંસાર અનાદિ સાંત થઈ ગયો. મોક્ષ સાદિ અનંત થઈ ગયો-આ રીતે બે ભાગ પડી ગયા. આજે રાત્રિના પાછલા પહોરે ભગવાનને પર્યાયમાં સંસાર અનાદિ સાંત થઈ ગયો. વસ્તુ તો વસ્તુ છે. પર્યાયમાં અનાદિનો જે સંસાર હતો તેનો અંત થઈ ગયો. પ્રભુ ચૌદમે ગુણસ્થાને બિરાજે તેને અસિધ્ધ કહીએ. અસિધ્ધત્વનો ઉદય ભાવ નાશ થઈને એકલો પારિણામિક ભાવ રહેશે ત્યારે તેને સિધ્ધ કહીએ. આને બદલે સમકિત પામે ત્યાં તો તેને આસવ બંધ નથી. તેને દુઃખ નથી. ...અરરર..આવા માર્ગે કયાં ચઢી ગયા! ફેરફાર થઈ ગયો. અમુક લોકો હજુ આ વાત માનતા નથી કે સાધકને દુઃખ છે. તેઓ જુદું વાંચન કરે છે! તે એમ કહે છે કે સમકિતીને –જ્ઞાનીને દુઃખ હોય જ નહીં. અરે પ્રભુ! કઈ અપેક્ષાએ વાત છે... સમજ તો ખરો!! અહીંયા તો ચૌદમાં ગુણસ્થાન સુધી અસિધ્ધ કહ્યાં છે. તે અસિધ્ધપણું કર્મને લઈને છે એમ નથી. કર્મ તો પરદ્રવ્ય છે તે તો બહાર છે, તેની સાથે (જીવના પરિણામને) શું સંબંધ છે? તેની (પર્યાયની) યોગ્યતામાં હજુ સિધ્ધ દશા પૂર્ણ થઈ નથી. ચૌદમે પણ અસિધ્ધ કહ્યાં કેમ કે હજુ એટલો ઉદય ભાવ છે ને? એ ઉદયભાવ એનો પોતાનો પર્યાય છે ને?.
અહીંયા તો કહે છે- “આ દ્રવ્યનું સહજ એવું જ છે તે કારણથી (કચ્છત્તિ ) અવશ્ય પ્રગટ થાય છે. અહીં દ્રવ્ય કહેતાં વસ્તુ. આદિ અંત વિનાની ત્રિકાળ તે...તે રૂપે અર્થાત્ એક સ્વરૂપે છે. તે નજરમાં આવતા... એ (વસ્તુ ) પ્રાપ્ત થાય છે. અન્યમતમાં એમ કહેવાય છે કે મારી નજરની આળસે રે મેં નીરખ્યા ન નયણે હરિ” એ તો દરેકની વાત કરી છે. પંચાધ્યાય કર્તાએ હરિનો અર્થ કર્યો કે જે અજ્ઞાન રાગ-દ્રષને હરે તે હરિ છે. હરિ એટલે આત્મા. આ (પોતે ) ભગવાન હરિ હોં! બીજો કોઈ હરિ નહીં. આવો ત્રણલોકનો નાથ સહજ આત્મ સ્વરૂપ પોતે છે તેને નજરે ન લીધો. “નયનની આળસે” કહ્યું, કર્મના કારણે કે ફલાણા કારણે આત્માને ન જાણ્યો એમ નથી.
અહીંયા કહે છે નજરું જ્યાં નિધાનમાં ગઈ તો દ્રવ્ય છે તે જરૂરી એવું જ છે “તે કારણથી અવશ્ય પ્રગટ થાય છે” પ્રાપ્ત થાય છે. દ્રવ્યમાં પર્યાયની એકતા કરતાં (થતાં) શક્તિમાંથી વ્યક્તિ જરૂર પ્રગટ થાય છે. જેમ ફુવારામાંથી પાણી ઊડે તેમ (નિર્મળતા ઝરે છે ) બોટાદ પાસે જનાળા ગામ છે ત્યાં કૂવો ખોધો. બહુ ખોધો...... પણ પાણી જ ન નીકળ્યું. પછી કંટાળીને પેલા લોકોએ ખોદવાનું બંધ કરી દીધું. રસ્તા પરથી જાન નીકળી, કૂવામાં પાણી હશે તેમ જાણી
ત્યાં પડાવ નાખ્યો. દૂર જાવું હોય તો અગાઉના કાળમાં ગાડામાં જતાને!? અહીં ઊતર્યા કૂવામાં જુએ તો પાણી ન મળે. કૂવા ઉપર પરથારમાં દશથી પંદર મણનો મોટો પથ્થર હતો તો એક માણસે એ પથ્થરાને કૂવામાં નાખ્યો. પાણી નીકળવાને આડે જરાક પથ્થરનું તળીયું બાકી