________________
કલશ-૧૪૧
૩૮૩ પ્રગટ દશા તે રાગને ઉત્પન્ન કરે છે એમ નથી. સમજાણું કાંઈ?
(સંવેત વ્યય:) એમ શબ્દ પડયો છે. પર્યાય તરીકે તેને “પ્રગટ” શબ્દ વાપર્યો છે. પર્યાય પ્રગટ છે તે અપેક્ષાએ દ્રવ્યને અપ્રગટ કહીએ. દ્રવ્યને (૪૯-ગાથામાં) અવ્યક્ત કહ્યું છે ને !? દ્રવ્યને અવ્યક્ત કહ્યું છતાં તે પોતાની અપેક્ષાએ તો વ્યક્ત-પ્રગટ જ છે. ચૈતન્ય રત્નાકર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ વિધમાન જ બિરાજે છે. એ મોટુ સિંહાસન છે ત્યાં બેસણાં કરને!! તને આનંદ આવશે! તને શાંતિ આવશે! એ પ્રગટેલો ભાગ એ (ત્રિકાળી) વસ્તુ છે. તેનો એ ભાગ છે. આ રાગાદિ થાય તે કાંઈ વસ્તુનો ભાગ નથી. કેમકે વસ્તુમાં અનંત શક્તિઓ છે. આકાશના પ્રદેશ કરતાં પણ અનંતગુણી શક્તિઓ છે. પણ એવી કોઈ શક્તિ નથી કે તે વિકારને કરે. એ તો ભ્રમણાથી વિકારને ઉત્પન્ન કરે છે. એ બપોરે પ્રવચનમાં આવ્યું હતું કે તે ભ્રમણાથી શુભાશુભ ભાવને-વિકારને ઉત્પન્ન કરે છે. જેને દ્રવ્યબુધ્ધિ થઈ નથી તે પર્યાયબુધ્ધિથી ભ્રમણાથી રાગને ઉત્પન્ન કરે છે. દ્રવ્યબુધ્ધિવાળાને તો સંવેદન આનંદાદિની પર્યાયો વ્યક્ત-પ્રગટ થાય છે. નિર્જરા અધિકાર છે ને ! તેથી શુધ્ધિની વૃધ્ધિ કહેવી છે ને!!
(૧) સંવર તે શુધ્ધિ છે. (૨) નિર્જરા તે શુધ્ધિની વૃધ્ધિ છે. (૩) મોક્ષ તે શુધ્ધિની પૂર્ણતા છે.
આહાહા ! સંવેદન વ્યક્તિઓ નિર્જરાના પ્રકારને બતાવે છે. અંદરમાં શુધ્ધિની વૃધ્ધિ થાય છે. ચૈતન્ય આનંદના હિલોળે ચઢે છે. પૂર્ણાનંદનો નાથ પૂર્ણ શિખર ભર્યો છે. તેનો જ્યારે સત્કાર, આદર થાય છે. ત્યારે પર્યાયમાં આનંદ હિલોળે ચડે છે એમ કહે છે. સત્કાર કહો, આશ્રય કહો, સ્વીકાર કહો! આહાહા! પૂર્ણાનંદના નાથનો જ્યાં સ્વીકાર થાય છે, ત્યારે પર્યાયમાં અતીન્દ્રિય આનંદની સંવેદન વ્યક્તિઓ ઊછળે છે એમ કહે છે. આ નિર્જરાની વ્યાખ્યા ચાલે છે ભાઈ !
પેલા લોકો કહે છે ને કે-અપવાસ કરેતો નિર્જરા થાય. બાપુ! એ વસ્તુ જુદી, ભાઈ ! એ આ મારગ નહીં. આ નિર્જરા અધિકાર છે ને ! નિર્જરા તેને કહે છે કે નિ એટલે વિશેષે ઝરવું. અશુદ્ધતાનું ઝરવું-(ખરવું) વિશેષે શુધ્ધતાનું ઝરણું નિતરવું. ભગવાન અનંત આનંદનો સાગર પડયો છે. તે સાગરનો જ્યાં સ્વીકાર થાય છે, એ સ્વભાવનો સ્વીકાર થાય છે ત્યારે પર્યાયમાં સંવેદન વ્યક્તિઓ એટલે (આનંદના) વેદનવાળી દશાઓ પ્રગટ થાય છે. તેને નિર્જરા કહે છે તેને ધર્મ કહે છે.
અહીં કહ્યું ને કે અંશભેદ છે તે તેનો ભાગ છે. પાંચ પર્યાયનું માત્ર નથી કહ્યું. પરંતુ ઇત્યાદિ' શબ્દ છે .........એટલે અનંત ગુણની પર્યાયો પ્રગટે છે એમ ! કેમ કે ભગવાન જેટલી શક્તિઓનો પિંડ છે તેનું સત્ય દર્શન થતાં એટલે સત આત્માની પ્રતીતિને અહીંયા દર્શન કર્યું છે. સમકિત થતાં, જેટલી શક્તિઓ છે. તેમાંથી એક અંશ પ્રગટ થાય છે. જેને “સર્વગુણાંશ તે