________________
કલશ-૧૪૧
૩૮૧ આત્માનો ભાગ છે. અનંતગુણની પર્યાય એક સમયમાં પ્રગટે છે તે આત્માનો એક ભાગ છે. ઉપરમાં પર્યાયને અનેક તરીકે કહી હતી. હવે અહીંયા કહે છે કે – પર્યાય તે વસ્તુનો એક ભાગ છે.
જેમ સમુદ્રને પૂર્વનો સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર એમ કહેવાય કેમ કે એ સમુદ્રનો એક ભાગ છે. ઉપર તરંગાવલિથી અનેક સિધ્ધ કર્યું. અહીં પર્યાયને ભાગ કહ્યો. પશ્ચિમનો સમુદ્ર, પૂર્વનો સમુદ્ર એ સમુદ્રનો ભાગ છે.
(૧) દ્રવ્ય એકરૂપ હોવા છતાં, પર્યાયોની અનેકતા તેનું સ્વરૂપ છે.
(૨) વસ્તુ જે ભગવાન પૂર્ણ છે તેમાંથી અનંત નિર્મળ પર્યાયો પ્રગટી તે વસ્તુનો ભાગલો છે. બાળકો કહે છે ને ! મારો ભાગ આપો ! એમ અહીંયા પર્યાયને ભાગ કહે છે.
આહાહા ! પ્રભુ તું! આનંદનો નાથ ચૈતન્ય સાગર છે ને! અહીં તેને ચૈતન્ય રત્નાકરથી તો બોલાવ્યો છે. કેમકે એ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામને પણ રત્નત્રય કહ્યાં છે. સમ્યકદર્શન-શાન ચારિત્રની જે અપૂર્ણ નિર્મળ પર્યાય તે દ્રવ્યને આશ્રયે-અવલંબને પ્રગટેલી વ્યક્તતા છે તેને રત્નત્રય કહ્યાં છે. એ રત્નત્રયનું ફળ મોટું છે, પૂર્ણ કેવળજ્ઞાન છે. એવા એવા અનંતા કેવળજ્ઞાનના રત્નો દ્રવ્યમાં પડ્યા છે તેથી તે તો મહારત્ન છે. ત્રણે પર્યાયને રતન ઠરાવ્યાં છે. ચૈતન્ય રત્નાકર તો શુધ્ધ છે ને!
અંતરમાં ભગવાન ચૈતન્ય રત્નાકર છે તેની સન્મુખ થઈને, તેનું જ્ઞાન, તેની પ્રતીતિ થઈને. પ્રતીતિ એટલે ? જ્ઞાનની પર્યાયમાં જેવડું શેય છે તેવડું જ્ઞાન થઈને તેમાં તેની પ્રતીતિ થવી, તે સ્વરૂપમાં રમણતારૂપ ચારિત્રનો અંશ થવો. તે ત્રણેયને રત્નત્રય કહ્યાં. એ રત્નત્રયના ફળ તરીકે અનંત...અનંત કેવળજ્ઞાન આવે એ તો મહારત્નત્રય છે. મહારત્નત્રયની સાથે અનંતા ગુણ આવ્યા અને એવી એવી અનંતી પર્યાયો (ગુણમાં) પડી છે તેવું દ્રવ્ય એ તો મહા ચૈતન્ય રત્નાકર છે. નિધિ છે નિધાન છે તેથી તેને અહીંયા “ચૈતન્ય' રત્નાકર સંબોધન કર્યું છે.
આત્મામાં અનંતા રત્નો પડ્યાં પાથર્યા છે. એક પછી એક એમ ( ઉપર-નીચે) નહીં. એક સાથે આખું દળ (પથરાયેલું ) છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય જેટલી શક્તિઓ છે તેટલી અનંત અને તે તે શક્તિઓનું અનંતરૂપ તેવું આખું દળ એક સાથે પડ્યું છે. ભગવાન આત્મા આખો દળ છે. પહેલાં દળના લાડવા બનાવતા હતા. દિવાળી ઉપર કરતાં, હવે બધું સુધરી ગયું. હવે ઘુઘરાને ફાફળા થઈ ગયા. ઘઉંના (ચુરમાના ) દળના લાડવા કરતા. એક શેર ચણાનો લોટ અને ચાર શેર ઘી પાય તેને મેસુબ કહેવાય. ઘઉંનો એક શેર લોટ સાકર નાખીને ચારશેર ઘી પાયને કરે તેને સક્કરપારા કહેવાય.
અહીં તો કહે છે...અંદર મીઠો મહાસાગર છે. આહાહા ! અંદર મહેરામણ ડોલે છે. પેલી કથામાં આવે છે ને “મહેરામણ માઝા ના મૂકે, ચેલૈયો સત્ ના ચૂકે” એક બાવો દરબારમાં આવે છે અને તે માંસની માંગણી કરે છે. માંસ લાવવું કયાંથી? તમારો દિકરો આવે છે તેને