________________
૩૮૪
કલશામૃત ભાગ-૪ સમકિત” એમ કહ્યું છે. ટોડરમલજી સાહેબે રહસ્યપૂર્ણ ચીઠ્ઠીમાં એકદેશ જ્ઞાનાદિ ભાગ પ્રગટ થાય છે તેમ કહ્યું છે.
આહાહા! જેટલી શક્તિઓ સંખ્યાએ છે બધી શક્તિઓનું ( એકરૂપ) સુંદર તત્ત્વ આત્મા પોતે છે. એ આત્માનો જ્યાં આદર થયો, સ્વીકાર થયો ત્યાં અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં વ્યક્ત દશારૂપ થયો.તેને અહીંયા સંવેદન વ્યક્ત દશા કહી છે. આવો માર્ગ હવે!
પેલા છોકરાએ નિર્જરાની વ્યાખ્યા કહી હતી ને! રાણપુર અને ચુડા વચ્ચે વેજલકા છે. વેજલકાનો છોકરો ત્યાં વડોદરા રહે છે. તેને અહીંયાનો બહુ અભ્યાસ છે (તત્વનો) પ્રેમ છે. એ પેલા ભાઈ સાથે ગયો હશે. અને ત્યાંની વાત કરતા હતા. તેઓ કહે–અપવાસ તે તપાસા છે અને તપસા છે તે નિર્જરા છે ધર્મ છે. આવો શાસ્ત્રનો લેખ છે માટે અમે બીજું ન માનીએ. નમો અરિહંતાણમ્ કહેવું એ નિર્જરામાં આવે છે. સ્વાધ્યાય, વાંચના, પૂછના, ઉનોદરી તે તપ છે. અને તપ તે નિર્જરા છે. એ કઈ અપેક્ષાએ ભાઈ ! એ તો કોના ઉપરથી લક્ષ છોડયું છે તે ઉપરથી એના નામ પછી પડ્યા. અપવાસ ઉપરથી લક્ષ છોડયું, આના ઉપરથી લક્ષ છોડયું, વિનય ઉપરથી લક્ષ છોડયું એ પ્રકારે તપના ભાગ પડયા. ખરેખર એ તપ નથી. આવો માર્ગ છે.
ઇત્યાદિ એમાં પાંચ પર્યાયો તો આવી ગઈ પણ ઇત્યાદિમાં અનંતગુણની અનંત પર્યાયો પ્રગટી છે તે સંવેદન વ્યક્તિમાં આવી જાય છે.
“દ્રવ્યનું સહજ એવું જ છે તે કારણથી (ઉચ્છત્તિ ) અવશ્ય પ્રગટ થાય છે.” વચનામૃત બહેનના છે તેમાં આવે છે કે “જાગતો જીવ ઊભો છે ને ! તે કયાં જાય? જરૂરી પ્રાપ્ત થાય” આટલા શબ્દો છે. જાગતો જીવ ઊભો છે ને! એટલે? ભગવાન આત્મા જ્ઞાયકભાવે જાગતો અંદર ધ્રુવ ઊભો છે ને! એટલે જાગતો ઊભો છે તે કયાં જાય? એ ધ્રુવ જાય કયાં? ઊભો છે તે જાય કયાં? ટકતું તત્ત્વ એ જાય કયાં?
ગઈ કાલે રાત્રે શ્રીમદ્ રાજચંદ્રજીનું વાકય કહ્યું હતું ને! “સત્ છે, સત્ સરળ છે, સત્ સર્વત્ર છે.” તેને બતાવનાર જોઈએ. સત્ છે, સરળ છે. સરળ છે એટલે શું? જે છે તે પ્રાપ્ત કરવું છે તેમાં શું? રાગને, પરમાણુને પોતાનો કરવો હોય તો ન થઈ શકે. પણ જેવું સત્
અસ્તિત્વ છે....... પ્રભુ મહા...છે તેને પ્રાપ્ત કરવો એ તો સરળ છે. કેમકે વસ્તુ તેની પોતાની છે.
સત્ છે, સત્ સરળ છે, સત્ સર્વત્ર છે. ભાઈ ! તું ગમે તે ક્ષેત્રમાં જા પણ એ સત્ તો ત્યાંને ત્યાં પડયું છે. ગમે તે પર્યાયમાં હો રાગાદિમાં હો! પણ સત્ તો ત્યાં અંદરમાં સર્વત્ર પડયું છે તેને બતાવનાર નિમિત્ત જોઈએ એટલું છે. બતાવનાર તેને એમ કહે છે–ભાઈ ! જો આ ચીજ છે. દેશના મળવી જોઈએ એટલી વાત છે.( નિમિત્ત-નૈમિત્તિક) એવી સ્થિતિ છે.
અહીં કહે છે-ભગવાન તો છે ને! તે સત્ છે ને ! સત્ છે એટલે છે. છે એટલે ધ્રુવ છે.