________________
૩૫૮
કલશામૃત ભાગ-૪ નામ શ્રુતજ્ઞાન પડયું. “અવધિ' તેને યોગ્ય મર્યાદિત પદાર્થ જે છે તેના આકારે જાણવું થયું તેથી તે જ્ઞાનનું નામ અવધિ પડ્યું. મનને જાણનારા જ્ઞાનના આકારે જ્ઞાન થયું તેથી મનઃ પર્યય નામ પડ્યું. “કેવળજ્ઞાન” ત્રણકાળ તથા ત્રણલોકના શેયને જાણવા માટેનો જેવો ( જ્ઞાનાકાર થયો ) જેવા શેયનો જ્ઞાયક થયો તેવું નામ પડયું.
વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે” આને જાણે માટે મતિ, આને જાણે માટે શ્રત, આને જાણે માટે અવધિ, આને જાણે માટે મન:પર્યય, આને જાણે માટે કેવળ એ બધાં નામ માત્ર જૂઠાં છે; એ તો જ્ઞાનની પર્યાયમાત્ર છે. આને જાણે છે માટે (મતિ) આને જાણે છે માટે શ્રુત વગેરે જે પાંચ ભેદ પડ્યા એ ભેદ જૂઠા છે. પાંચ કઈ રીતે? પાંચ છે તે તો ભિન્ન ભિન્ન શેયને જાણવાનો જ્ઞાયક છે એ અપેક્ષાએ જૂઠા છે એમ કહ્યું. પર્યાય તરીકે તે છે, એનાં જે નામ પડયા તે જૂઠાં છે.
“વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે;” શ્રોતા:- જ્ઞાનમાત્ર? ઉત્તર- હા, જ્ઞાનમાત્ર છે ને પર્યાય ! એ પર્યાય પણ જ્ઞાન છે; યાકાર છે-એમ નથી. પ્રશ્ન:- જ્ઞાનમાત્ર એટલે ભેદ વગરનું?
ઉત્તર:- એ નહીં, અહીંયા તો એમ કહેવું છે કે-શેયાકાર જે નામ પડયા છે એ જૂઠા છે. જ્ઞાનમાત્ર કહેવું એટલે? તે ભલે પર્યાય છે પણ તે પર્યાય જ્ઞાનમાત્ર છે. એ જ્ઞાનમાત્રમાં શેયાકારના કારણે ભેદ પડ્યો એમ-એમાં નથી. ઝીણી વાત છે. મતિ,કૃત આદિની જ્ઞાનપણાની જે પર્યાય છે તે જ્ઞાનમાત્ર છે. આ પર્યાયની વાત છે, જ્ઞાનમાત્ર કહેતાં ત્રિકાળીની વાત અત્યારે નથી. એ જ્ઞાનમાત્રમાં નામ ધરવું તે બધું જૂઠું છે. પાઠમાં “જ્ઞાનમાત્ર' શબ્દ પછી અલ્પ વિરામ મૂકેલ છે. ત્યાં વાકય પુરું થતું નથી.
અહીંયા જ્ઞાનમાત્ર એટલે ત્રિકાળીજ્ઞાન તે વાત સિધ્ધ કરવી નથી. અહીંયા તો વર્તમાન જ્ઞાનની પર્યાયની વાત છે. જ્ઞાનની પર્યાયમાં, જેવા શેય છે તેને જાણતાં જ્ઞાયક થાય છે. જેવા શેયને જાણતાં જ્ઞાયક થાય છે એવું એનું જે નામ પડે છે. એ નામ જૂઠું છે. બાકી જ્ઞાનમાત્ર પર્યાય છે. જ્ઞાન...જ્ઞાન....જ્ઞાન એવી પર્યાય માત્ર એ બરોબર છે. આહાહા! ઝીણી વાત છે! ટીકાકારે કેટલી ગંભીર ટીકા કરી છે.
શેય વસ્તુ નાના પ્રકારે એટલે અનેક પ્રકારે છે. ત્યાર પછીથી લેવું છે. “જેવો શેયનો જ્ઞાયક થાય છે.” અહીંયા શેયનો પર્યાયમાં જ્ઞાયક થાય છે–એ વાત લેવી છે.
શ્રોતા- ભેદરૂપ જ્ઞાયક થાય છે કે પોતારૂપ જ્ઞાયક થાય છે?
ઉત્તર- એ જ કહે છે. એ પર્યાયમાં જેવા શેયનો જ્ઞાયક થાય છે એવા એ પર્યાયના નામ પાડવા એ જૂઠાં છે એમ કહે છે. ગઈકાલે તો ઘણું કહ્યું હતું!! એવા શેયનો જ્ઞાયક છે એવા નામ ભેદ છે તે જૂઠાં છે.