________________
૩૭૪
કલશામૃત ભાગ-૪ ફાટી જાય છે. પ્રભુ! હું ગૃહસ્થાશ્રમ છોડીને મુનિપણું અંગીકાર કરવા માંગું છું. શાસ્ત્રમાં ભાષા આવે છે
માતા પાસે રજા લેવા જાય છે અને કહે છે માતા હું દિક્ષીત થવા માંગું છું...મારી આનંદની રમતુંને વધારવા માંગું છું. હું વનવાસ જવા માંગું છું. બા ! મને કયાંય આમાં ચતું નથી. ત્યારે માતા રડે છે તો તેને કહે છે કે તારે રડવું હોય તો રડી લે ! પણ હું જે રસ્તે જાવ છું ત્યાંથી ફરીને હવે બીજી માતા નહીં કરું. હવે ફરીને અવતાર નહીં કરું....એવા રસ્તે જાવ છું. માતા રજા આપે છે-ભાઈ ! જા, “તારો રસ્તો અમને હોજો ” એમ તેની માતા કહે છે તું જે માર્ગે જાય છે. તે અમને હજો ! અમે એટલું માગીએ છીએ.
સર્વશે દીઠું હશે તેમ થશે ! જગતમાં સર્વજ્ઞ છે કે નહીં? એક સમયમાં ત્રણકાળને જાણનારી પર્યાયની સત્તાની હૈયાતિ જગતમાં છે...એવો જેણે સ્વીકાર કર્યો તેના અનંતભવ હોય નહીં. તેને ભવનો છેદ થઈને જ્ઞાયક ઉપર દૃષ્ટિ જાય. ત્યારે એમ નહોતું કહ્યું કે જ્ઞાયક પર દૃષ્ટિ જાય. ત્યારે તો આ વાત હતી નહીં, પણ એમ કહેલું કે તે જ્ઞાન પર જાય છે. એની દૃષ્ટિ જ્ઞાન પર જાય છે, તે જ્ઞાનમાં પેસી જાય છે. ભગવાનના કેવળજ્ઞાનનો અર્થાત્ એક સમયની સત્તાનો સ્વીકાર છે તેને ભવ હોય નહીં. એ વાત પ્રવચનસાર ૮૦ ગાથામાંથી સંવત ૧૯૮૮ માં મળી. “જે અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે, પર્યાયપણે એટલે પરમાત્માના કેવળજ્ઞાનને માને અને તેને પોતાના આત્મા સાથે મેળવે તેના મોહનો નાશ થયા વિના રહે જ નહીં.
ગજસુકુમાર ભગવાનની પાસે ગયા ત્યાં તો પ્યાલો ફાટી ગયો. પછી દિક્ષા લઈ અને સ્મશાનમાં ધ્યાનસ્થ થઈ ગયા. અરે જુઓ તો ખરા! હું બારમી ભિક્ષુક પડિમા લેવા માંગું છું. આ વાત દિગમ્બરમાં છે પણ બહારમાં પ્રસિધ્ધ નથી. છેલ્લી બારમી પડિમા છે તેમાં પરિષ સહન કરે તો કેવળજ્ઞાન થાય, અને સહન ન કરે તો મગજ ફાટી જાય એવું છે. તે નેમીનાથ ભગવાનને કહે છે પ્રભુ ! આપની આજ્ઞા હોય તો સ્મશાનમાં જઈને એકલો ઊભો રહું. એ ગજસકુમાર સ્મશાનમાં જઈને ધ્યાનમાં ઊભા છે ત્યાં તેનો સસરો...પેલો સોની આવે છેમારી દિકરીને તે રખડાવી છે...એમ ક્રોધમાં આવી માથા ઉપર માટીની પાળ બાંધી તેમાં અગ્નિ મૂકે છે. માથે હળહળ હળ બળે છે અને એકદમ ફડાક દઈને કેવળજ્ઞાન થાય છે. ઉપસર્ગ સહન કર્યો અને અંદરથી ઝળહળ જ્યોતિ કેવળજ્ઞાનની એ જ સમયે પ્રગટ થઈ. એક જ દિવસે દિક્ષા, તે જ દિવસે કેવળ અને તે જ દિવસે મોક્ષ. તેથી મૂળચંદજીને કહેલું-ભગવાને દીઠું હશે એમ થશે તેમાં આપણે પુરુષાર્થ શું કરીએ? એમ રહેવા દે ભાઈ ! ભગવાન અરિહંત પરમાત્મા જેને એક સમયમાં કેવળજ્ઞાન વર્તે છે તે સર્વજ્ઞની સત્તાનો નિર્ણય! ભાષા તો જે છે. તે છે પરંતુ ભાવને સમજે ત્યારે તેને ખબર પડે. કેવળજ્ઞાનમાં એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જાણવામાં આવે છે એમ કહેવું એ વ્યવહાર છે એ પર્યાયનું એટલું સામર્થ્ય છે કે- પર્યાયને જાણતાં લોકાલોક જણાય જાય છે. આવી પર્યાયની સત્તાનો જે સ્વીકાર કરે તેની દૃષ્ટિ જ્ઞાનમાં